SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ અભયકુમાર ચરિત્ર જેમ ક્ષુધાતુરોએ તે વખતે કહ્યું કે તે રાક્ષસ જ કેવળ સત્યવાન છે. કેમ કે ઘણો ભૂખ્યો થયો હોવા છતાં તેણે જવા દીધી. ૬૯. જીવો કોઢ-જ્વર-અર્શ-સોજા–ઉદર સ્રવ – પીઠ–આંખ-દાવ–મુખ અને માથાની વેદનાને માસ, વર્ષ કે જીવન સુધી સહન કરે છે પણ ભુખ એક ક્ષણ સહન કરી શકતા નથી. ૭૦. જેમ આજન્મથી દરિદ્રી ખાઉધરા, કાંતારને પાર પામેલ બ્રાહ્મણને ત્રણ ઉપવાસ ઉપર ધૃતપુરનું ભોજન જે સ્વાદ આપે છે તેમ રાક્ષસોને નૃમાંસ સ્વાદ આપે છે. ૭૧. પરદારા લંપટોએ કહ્યું હે બાલીશો ! પહેલા તમે કાંઈક સમજો પછી કોઈપણ નિર્ણય ઉપર આવો. અમારી દષ્ટિએ માળી પર દુષ્કરકારક છે. ૭ર. અસાધારણ રૂપવાળી, વારીની જેમ સારી રીતે કામરૂપી હાથીને બાંધનાર, કામદેવની સ્ત્રી રતિનો પરાભવ કરનારી સ્ત્રીને સુમુનિની જેમ લીલાથી હલાપૂર્વક જેણે છોડી દીધી એવા માળીને ધન્ય છે. ૭૩. મહાકવિને કાવ્યની રચનામાં જેવો રસ ઉત્પન્ન થાય, તાર્કિકરૂપી ચક્રને ચલાવનારને જલ્પ (વિવાદ)માં જેવો રસ ઉત્પન્ન થાય, જુગારમાં જુગારીને જેવો રસ ઉત્પન્ન થાય, યુવાનોને યુવતિઓમાં જેવો રસ ઉત્પન્ન થાય તેના કરતા અધિક રસ માળીને તેના ઉપર ઉત્પન થયો. ૭૪. માતંગપતિ બોલ્યો : અરે ! તને ભાન પણ નથી કે બોરનું ડીટીયું કઈ બાજુ આવેલું છે. અભયકુમારના પ્રશ્નનો જવાબ આપવામાં તારામાં લાયકાત નથી. ૭૫. હે પ્રભુ! હું માનું છું કે ચોરો કેવળ દુષ્કર કૃત્ય કરનારા હોય છે. કેમકે સમસ્ત સવર્ણના વિભૂષણોથી અલંકૃત નવોઢાને રાત્રિમાં લૂંટ્યા વગર છોડી દીધી. ૭૬. જીવો ધનને અર્થે સાગરને તરે છે, ઘોર શસ્ત્રોથી યુદ્ધ કરે છે, વિવિધ પ્રકારના ધાતુઓને ધમે છે. ભયંકર રસકૂપિકામાં રસ લેવા ઉતરે છે, હમેશાં કોદાળીથી રોહણાચલ પર્વતને ખોદે છે. અંગને છેદીને દેવ સમૂહને બલિ આપીને પૂજે છે. તો પછી સામે ચાલીને આવેલી આ લક્ષ્મીને જતી કરે ખરા? ૭૮. અભયકુમારે આંબાના ચોરને શોધી કાઢ્યો. આથી જ બુદ્ધિમાન શિરોમણિઓ કહે છે કે મૌન સકલ અર્થનો સાધક છે. અર્થાત્ ચોર મૌન રહ્યો હોત તો પકડાત નહીં. ૭૯. અભયે તેને કહ્યું ઃ તું સાચું બોલ કે કેરીની ચોરી કેવી રીતે કરી ? ચાંડાલે કહ્યું : વિદ્યાના બળથી મેં કેરીઓ ચોરી છે. કેમકે અમારા જેવાઓને તે વિદ્યા ચોરીના ફળવાળી છે. અર્થાત્ આવી ઉત્તમ વિદ્યા પણ અમારા જેવા પાસે ચોરી કરાવે છે. ૮૦. અભયે ચોરીનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો અને ચોરને સુપ્રત કર્યો. ચોરનો છુટકારો કે શિક્ષા રાજાની આજ્ઞાથી થાય છે. ૮૧. પછી રાજાએ પુત્રને કહ્યું : હે વત્સ! સામાન્ય ચોર પણ ઉપક્ષા કરાતો નથી તો વિદ્યાવિશિષ્ટ ચોરની કેવી રીતે ઉપેક્ષા કરાય? એક તો ચોર દુષ્ટ છે અને બીજું તેણે રાજાના ઘરે ચોરી કરી છે. ૮૨. મંત્રી શિરોમણિ અભયે કહ્યું હે રાજન્ ! પ્રથમ તમે આની પાસેથી વિદ્યા ગ્રહણ કરી લો પછી આપણાથી છૂટેલો આ પલાયન થઈ જશે. હે પ્રભુ! શું કરંડિયામાંથી સાપ છૂટી શકે? ૮૩. પુત્રના વચનને પ્રમાણ કરી સિંહાસન ઉપર બેઠેલ રાજા પૃથ્વી ઉપર બેસેલા ચાંડાલ પાસેથી વિદ્યા ગ્રહણ કરવા લાગ્યો. કેમકે રાજાઓ નહીં કહેવાયેલ નીતિઓને જાણતા નથી. ૮૪. જેમ કુલટા સ્ત્રી ઘરમાં ન રહે તેમ વિદ્યા ભણવા છતાં રાજાના હૈયામાં વિદ્યાએ વાસ ન કર્યો. તેથી રાજાએ ચાંડાલની ઉપર આક્ષેપ કર્યો કે તું મને સરખી રીતે વિદ્યા ભણાવતો નથી. મનમાં કંઈક કપટ કરે છે. ૮૫. બુદ્ધિમાનોમાં શિરોમણિ અભયે કહ્યું હે સ્વામિન્ ! ઘણા વિનયપૂર્વક વિદ્યાને ગ્રહણ કરો. કારણ કે વિદ્યા ગ્રહણમાં ત્રણ હેતુઓ છે. ૧. વિદ્યાનો વિનય ૨. વિદ્યાનું અર્થીપણું ૩. વિદ્યા ભણવાનું ધ્યેય. આના સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ હેત નથી. ૮૬. હે તાત! તેમાં પણ ચિંતનશીલ વિચક્ષણોએ વિનયને વિદ્યાનો શ્રેષ્ઠ હેતુ કહ્યો છે.જેમ સંયમના ત્યાગમાં સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન મુક્તિ અપાવતા નથી તેમ આના (વિનય) વિના બાકીના બે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy