SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ૭૯ ઘણાં પ્રકારે દુષ્ટ વિકલ્પોને કરતા અને સત્કવિની જેમ જાગતા રહેલા રાજાની રાત્રી દુ:ખથી પૂરી થઈ. ક્રોધથી દૂષિત થયેલ ચિત્તવાળાઓને ઊંઘ કયાંથી હોય? ૩૬. પૃથ્વી ઉપર ઈન્દ્રના જેવું ચંડશાસન ચલાવનાર રાજાએ અભયકુમારને આજ્ઞા કરી કે હે અભય ! અશુદ્ધ અંતઃપુરને બાળી નાખ વિચારીને બોલવું એમ તું બોલતો નહીં અર્થાત્ આ વિશે તારે કાંઈ મને ન પૂછવું. ૩૭. આ રાજા આચાર—વિચારમાં હઠાગ્રહી છે એવું કોઈ ન બોલે એટલે નદીના વેગ કરતા વધારે વેગથી જિનેશ્વરને નમસ્કાર કરવા સ્વયં ગયો એમ અમે માનીએ છીએ. ૩૮. ભય વિનાનો અભય પણ પિતાથી ભય પામ્યો આપત્તિમાં મિત્ર સમાન તેણે તે વખતે હૃદયપૂર્વક વિચારણા કરી. વિચાર યોગ્ય પણ પ્રયોજન હોવા છતાં પણ પિતાએ વગર વિચારીને હા હા કેમ આદેશ કર્યો ? ૩૯. કેમકે દૂધમાં પણ કયારેક પૂરા હોય, શંખમાં પણ કયારેક કાળુ લંછન હોય, અમૃત રસમાં કયારેક વિષની છાંટ હોય, પણ માતાઓની પવિત્રતામાં કલંકનો ડાઘ નથી. ૪૦. માતાઓની રક્ષા કરવાની મારી ફરજ છે અને હા હા પિતાની આજ્ઞા પણ આવી છે ? એક બાજુ સિંહ છે બીજી બાજુ બે કાંઠે વહેતી નદી છે તો હમણાં મારે શું કરવું ? ૪૧. સમુદ્રની ભરતીની જેમ અતિદુર્ધર ક્રોધ પ્રભુને (શ્રેણિક રાજાને) હમણાં ઉત્પન્ન થયો છે તેથી યુક્તિપૂર્વકનો ઉપાય કરું જેથી જેમ કામુકના હાથમાંથી દાસી છટકી જાય તેમ રાજાના આત્મામાંથી ક્રોધ ચાલ્યો જાય. ૪૨. પછી બુદ્ધિમાન અભયે અંતઃપુરની નજીક હાથીની ઝુંપડીઓને બાળીને અંતઃપુર સળગી ગયું છે એમ ઘોષણા કરાવી. સજ્જન પુરુષો જેનું પરિણામ સારું આવે તેવું કાર્ય કરે છે. ૪૩. આ બાજુ રાજાએ પ્રભુને પૂછ્યું : હે જિનેશ્વર દેવ ! ચેલ્લણા રાણી એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે ? અહો ! આશ્ચર્ય છે કે માથું મુંડાવીને પછી નક્ષત્રની પૃચ્છા કરાય તેવું રાજાએ આચરણ કર્યું. ૪૪. સ્વામીએ કહ્યું : હે શ્રેણિક ! તારે ચેલ્લણા વિશે કોઈ અણઘટતી શંકા ન કરવી કેમકે તે એક પતિવાળી છે. સીતાની જેમ સર્વસતીઓમાં શિરોમણિ છે અથવા તો ખરેખર ! તે સુંદરી છે. ૪૫. પ્રભુનું વચન સાંભળતા અત્યંત પશ્ચાત્તાપને પામેલો શ્રેણિક રાજા પરમાત્માના ચરણકમળને પ્રણામ કરીને ધનુષ્યમાંથી છોડાયેલા બાણના વેગની જેમ જલદીથી ચાલ્યો. ૪૬. અભયકુમારને સામે આવતા જોઈને રાજાએ પૂછ્યું : શું તેં મારા આદેશનો અમલ કર્યો ? અભયે કહ્યું : જેમ પિતાની આજ્ઞાનું સતત પાલન કરવું રામનું વિભૂષણ હતું તેમ પિતાની આજ્ઞામાં જ મારું પુત્રપણું છે. ૪૭. હે સ્વામિન્ ! મેં તે જ વખતે આપના આદેશનું પાલન કર્યુ છે. જો આદેશનું પાલન ન કરે તો સેવક શાનો ? જેમ કફ સહિતનો વાયુ શરીરમાં વ્યાપી જાય તેમ શોક સહિતનો ક્રોધ રાજાના શરીરમાં વ્યાપી ગયો. ૪૮. શુદ્ધ શીલથી સદા અખંડ પોતાના માતૃમંડલને બાળીને રે પાપી ! તું એમ માને છે કે જેમ અયોધ્યામાં રહીને વિભીષણે લંકાનું રાજ્ય ચલાવ્યું તેમ હું ચલાવીશ. ૪૯. તું જીવતો અગ્નિમાં કેમ ન બળી ગયો ?તને ઘરે રાખીને શું મારે પૂજવો છે ? એમ રાજાએ ગુસ્સાપૂર્વક કહ્યું : અથવા જેમ રુચિ મુજબ રસના (જીભ) વાગોળાય છે તેમ ઈચ્છા મુજબ રાજાઓ વડે બોલાય છે. ૫૦. અભયે રાજાનું વચન માન્ય કર્યું પછી અંજલિ જોડીને કહ્યું : હે તાત ! મેં હંમેશા અરિહંતના વચનને સાંભળ્યું છે તેથી શું મારે બાલમરણથી મરવું ઉચિત હોય ? પણ અવસરે જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા લઈ પંડિત મરણથી મરીશ. ૫૧. જો તમે પ્રથમ આ રીતે આજ્ઞા કરી હોત તો હું સળગતા અગ્નિમાં પડયો હોત પણ જો હું જાતે તે રીતે બળી મર્યો હોત તો મને ધર્મ અને કીર્તિ બેમાંથી કોઈની પણ પ્રાપ્તિ ન થાત. પર. ફરી પણ રાજાએ કહ્યું : હું મૂઢ થયો. શું તું પણ મૂઢ બન્યો ? મૂઢ માણસ કૂવામાં પડે તો શું બીજા બધાએ કૂવામાં પડવું જોઈએ ? ૫૩. હવે તું મારું મોઢું જોયા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy