SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ સર્ગ-૩ થાઓ. ૪૬. હું જ્યારે ગૃહસ્થપણામાં કાર્ય કરવા સમર્થ હતો ત્યારે સર્વપણ મુનિઓ મારી સાથે પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરતા હતા ૪૭. જેમ કે હે મેઘકુમાર ! તું જિનમંદિરે જાય છે. ત્યાં અનંત ફળ આપે એવું ઉત્તમ સંગીતને કરાવે છે. ૪૮. તું મુકુંદ-માલતી–જાઈ– કેતકી-રાજચંપક અને કમળોથી વિસ્તારપૂર્વક જિનેશ્વરોની પૂજા કરે છે. ૪૯. હે મેઘ ! તું જિનમુદ્રાદિથી સંશુદ્ધ, પાંચ નમુત્થણંથી સહિત હંમેશા દેવવંદન કરે છે. ૫૦. હે રાજપુત્ર ! તું શું ક્ષેત્ર સમાસાદિ શાસ્ત્રોને ભણે છે? જો તું ભૂલી ગયો હશે તો અમે સ્વયં તને યાદ કરાવીશું. (ચિંતા કરીશ નહિ.) ૫૧. હવે જો તું અર્થથી શાસ્ત્ર સાંભળવા ઈચ્છે છે અને ભાવના હોય તો તારી આગળ વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરીશું. પર. જેમ પિતા પુત્રનું લાલન કરે તેમ તું સાધુ અને શ્રાવકોનું ઘણું વાત્સલ્ય કરે છે એમ કહીને મને લાડ લડાવતા ૫૩. હમણાં તેઓ જ આ છે જેઓ વિભવથી હીન મને શા માટે પથ્થરથી મોટી શીલાને અફડાવે તેમ પગથી ઠેસમાં લે છે? ૫૪. અથવા તો વિજ્ઞાન, જ્ઞાન, વાકચાતુર્ય, દાક્ષિણ્ય, કરુણા, ન્યાય, વિનય, સૌભાગ્ય, વૈરાગ્ય, ક્ષમા,શૌર્ય, કલીનતા, લજ્જાળુતા વગેરે સર્વ ગુણો લક્ષ્મી વિના લેખામાં ગણાતા નથી. ૫૬. ખરેખર ! દીક્ષા દુષ્કર છે એમ માતાએ કહ્યું હતું તે સાચું છે. પણ જ્યાં સુધી માથે ન પડે ત્યાં સુધી કેવી રીતે સમજાય? ૫૭. અથવા સવાર પડશે ત્યારે હું નક્કીથી દીક્ષા છોડીશ કારણ કે હજુ પણ મેં બોરનો કોઈ સોદો કર્યો નથી. ૫૮. આ વેશ પ્રભુને પાછો સોંપીને પોતાના ઘરે જઈશ. કેમકે કરની ચોરી કર્યા પછી દંડ ભરી દેવાથી કરચોરીથી છુટકારો થાય છે. ૫૯. માગમાં કાંટો ભોકાવાથી પુરુષને જેવી રુકાવટ થાય તેવી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલ મુનિને થઈ. ૬૦. દીક્ષાના દિવસે જ આને જે સંકલેશ ઉત્પન્ન થયો તે નવા ઘરમાં રહેવા ગયેલાને આગ ઉઠે એના જેવું થયું એમ અમે માનીએ છીએ. ૬૧. પ્રભાતે મુનિની સાથે સમવસરણમાં ગયો. જિનેશ્વરને નમસ્કાર કરીને પોતાના સ્થાને બેઠો. ૨. જિનેશ્વરે કહ્યું : હે મેઘ ! તને ચિત્તમાં જે સંકલેશ થયો તે ખરેખર આંબાના ઝાડ ઉપર લીબોડી થવા જેવું થયું. ૩. હે મેઘ ! વિવેકી એવા તને વ્રત છોડવાનો પરિણામ થયો તે યોગ્ય નથી. શું ચંદ્રમામાંથી અગ્નિના તણખા ઝરે? ૬૪. સુસાધુઓના ચરણના સંઘટ્ટથી થયેલી તારી પીડા કેટલા માત્ર છે? હાથીના ભવમાં સહન કરેલી વ્યથાને યાદ કરીશ તો તું આનાથી વધારે ભારે વ્યથાને સહન કરશે. ૬૫. તું આજ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની નજીકના પ્રદેશમાં આનાથી પૂર્વના ત્રીજા ભવમાં ઉત્તમ હાથી હતો. ૬૬. અને બહુમાનપૂર્વક પ્રધાન પદે પ્રતિષ્ઠિત કરાયેલ એક હજાર હાથીઓનો નાયક હતો.વનેચરોએ તારું સુમેરૂપ્રભ નામ પાડ્યું હતું. ૭. જંગલમાં, નિકુંજમાં, નદીઓમાં, સરોવરમાં, હાથિણી અને કલમોની સાથે ભમતો તું વિવિધ ક્રિીડાઓ કરતો હતો. ૬૮. જેમ રાણીઓની સાથે રાજાના દિવસો પસાર થાય તેમ હાથિણીઓની સાથે રતિસાગરમાં ડૂબેલા તારા કેટલાક દિવસો પસાર થયા. ૬૯. એકવાર ઉગ્રદાહને કરતો, કૃતાંતની જેમ દારૂણ પેટાળમાં પાણી ચાલ્યા ગયા છે જેમાં એવો ઉનાળો શરૂ થયો. ૭૦. આ ક્ષેત્રમાં સૂર્યનો તાપ આ કાળે વધ્યો તેથી હું માનું છું કે મદોન્મત્ત પ્રચંડ વાયુઓ ફેંકાયા. ૭૧. જેમ દુષ્ટ પુરુષની વૃત્તિઓ ધૂંધળી બને છે તેમ દશે પણ દિશાઓ પ્રચંડ પવનથી ઉડાવાયેલી રજથી ધૂંધળી થઈ. ૭ર. આંખમાં રજ ભરાવાથી, દષ્ટિ ઝાંખી થવાને કારણે સૂર્યના ઘોડા ઝડપથી જવા અસમર્થ બન્યા તેથી હું માનું છું કે દિવસો મોટા થયા છે. ૭૩. જેમ ચિત્રકનું વૃક્ષ ઉનાળામાં સુકાઈ કૃશ થાય તેમ રાત્રિઓ કૃશ થવાને કારણે ત્રણ પહોરવાળી થવાથી તેનું બીજું નામ ત્રિયામા પડ્યું છે એમ હું માનું છું. ૭૪. અમારા જન્મદાતા મહાન પણ પર્વતના શિખર ઉપર ધૂળ જામી ગઈ છે એથી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy