SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૬૮ પુત્ર ! વિવિધ પ્રકારની માનતા માનીને તાળવૃક્ષના ફળની જેમ લોકમાં દુર્લભ પુત્ર એવા તને પ્રાપ્ત કર્યો છે. ૬ ૬. હે બંધ વત્સલ પુત્ર ! જેમ સમ્યક્ત્વના વિરહમાં ચારિત્ર નાશ પામે છે તેમ તારા વિયોગમાં મારું જીવિત ક્ષણથી જાય છે. ૬૭. હે માતૃવત્સલ પુત્ર ! જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી તારી અમૃત સમાન દૃષ્ટિથી મારા અંગોને શાંતિ આપ. ૬૮. ચંદ્રલેખાની જેમ હું પરલોકમાં જાઉં પછી હે પુત્ર ! યોગીની જેમ બંધન વિનાનો તું દીક્ષા લેજે. ૬૯. હે હે બુદ્ધિમાન પુત્ર ! જો તું આ પ્રમાણે કરીશ તો તારા વડે કૃતજ્ઞતા કરાયેલી થશે આના વિશે વિશ્વસ્વામી ભગવાન જ દષ્ટાંતરૂપ છે. ૭૦. હે માતા ! તેં સાચું કહ્યું પરંતુ જ્યાં સુધી હું જીવું એવું જે વચન કહ્યું તે એકાંત અનિત્યાદિ આત્માની પ્રરૂપણા કરનાર વચનની જેમ ઘટતું નથી. ૭૧. કહ્યું છે કે— સંધ્યાના રાગ સમાન અથવા પાણીના પરપોટા સમાન જીવિત હોતે છતે કોનું પ્રથમ કે કોનું પછી મરણ થશે તેમ જણાતું નથી. ૭ર. સ્થવિરો પણ જીવે છે અને બાળકો પણ મરે છે. નીરોગીઓ મરે છે. રોગીઓ જીવે છે. ૭૩. હે માતા ! પોતાના પુત્ર ઉપર કરુણા કરીને મોટું મન રાખીને દીક્ષા લેવાની રજા આપ કેમ કે બોધિ સુદુર્લભ છે. ૭૪. ધારિણીએ કહ્યુંઃ પ્રકૃષ્ટ-રૂપ-સૌભાગ્ય—લાવણ્યની રસમુપિકા વિશિષ્ટ કુળમાં જન્મ પામેલી, તારા ઉપર સતત ભક્તિને ધરનારી, તારી સમાન વય, વર્ણ અને ગુણોથી વિભૂષિત, સંભોગ-કલા-કૌશલ્યમાં ચતુર એવી તારે આઠ સ્ત્રીઓ છે. ૭૬. હે પુત્ર ! તું તેઓની સાથે દેવોને પણ દુર્લભ મહાભોગોને ભોગવ. પછી તું પ્રભુ પાસે દીક્ષા લેજે. ૭૭. મેઘકુમારે કહ્યું ઃ તેં મને મનુષ્યભવના ભોગોનું નિયંત્રણ કર્યું તે પણ શરદઋતુના વાદળ અને વીજળીના ચમકારા સમાન છે. ૭૮. રાજ્ય ચરણની રજ સમાન તુચ્છ છે. ભોગો સાપની જેમ ભયંકર છે. કામો ઈચ્છવા યોગ્ય નથી. વિષયો અંતે વિષમાં પરિણમે છે. ૭૯. અને વિષયો શુક્ર-લોહી-વિષ્ઠા-મૂત્ર-શ્લેષ્મ-પિત્તાદિથી થનારા, અનિશ્ચિત, નાશ પામવાના ધર્મવાળા અથવા સમુદ્રમાં તરંગની જેમ અનિત્ય છે. ૮૦. સ્ત્રીઓ દુઃખે કરીને વારી શકાય એવી પાપરૂપી વેલડીઓને વધવા માટે વરસાદ સમાન છે. અશુચિના ઘડાની જેમ સજ્જનોને ગહણીય છે. ૮૧. નક્કીથી પહેલા કે પછી કોણ મરશે એ કોણ જાણે છે ? પાછળથી અવશ્ય છોડવા યોગ્ય વિષયોમાં રતિ શા માટે રાખવી? ૮૨. ધારિણીએ કહ્યું : હે વત્સ ! વિસ્તૃત સામ્રાજ્યની સાથે ઉત્તમ સુવર્ણ અને રજતમાં તને આનંદ કેમ નથી આવતો ? ૮૩. સવારના સૂર્ય સમાન માણિકય, હંસગર્ભ, ઈન્દ્રપુલક વગેરે વિવિધ રત્નો તારી પાસે છે. ૮૪. તું જેના માટે તપ તપવા ઈચ્છે છે તે સર્વ તારી પાસે છે. પ્રકામપણે ભોગવીને પછી તું સાધુ પાસે દીક્ષા લેજે. ૮૫. મેઘકુમારે કહ્યું ઃ પરમાર્થમાં લીન થયેલાઓને ક્ષણભંગુર પદાર્થોનું શું પ્રયોજન છે ? એને તે ક્ષણથી ચોર–અગ્નિ–ભાગીદાર અને રાજાને હાથ થાય છે. ૮૬. જેને ઉપાર્જન કરવામાં દુષ્ટબુદ્ધિ જીવો અહીં (આ લોકમાં) મહાપાપોને આચરે છે. તે પદાર્થોને છોડીને દુર્વાર કર્મોને બાંધીને નરકમાં ભમે છે. ૮૭. સમુદ્ર કયારેય પાણીથી તૃપ્ત થતો નથી. અગ્નિ કયારેય ઈન્ધનથી તૃપ્ત થતો નથી, મુગ્ધબુદ્ધિ જીવ કયારેય સંપત્તિથી તૃપ્ત થતો નથી. ૮૮. પોતાનું જીવન પણ કમળના પાંદડા ઉપર રહેલા પાણીના ટીપાં જેવું ચંચળ, તુચ્છ હોવા છતાં ઘાસ જેવા તુચ્છ સંસારના સુખ ઉપર શા માટે રાગ રાખવો ? ૮૯. કીર્તિને આપનાર હોવા છતાં પણ દુર્ગતિના હેતુ એવા આ રાજ્યથી સર્યું. જેનાથી કાન તૂટી જાય એવા સુવર્ણના આભૂષણોથી શું ? ૯૦. હે માતા ! જેનો આત્મા ઉપશમ પામી ગયો છે તેનું યૌવન પણ વૃદ્ધાવસ્થા જેવું આચરણ કરે છે. જ્યારે અનુપશાંત આત્માઓની વૃદ્ધાવસ્થા યૌવન જેવું આચરણ કરે છે અર્થાત્ શાંત આત્માને યુવાવસ્થામાં વિષયની તૃપ્તિ થઈ જાય છે. અશાંતોને વૃદ્ધાવસ્થામાં પણ કામ શાંત થતો નથી. ૯૬. ધારિણીએ કહ્યું : હે પુત્ર ! તો પણ તું સુકુમાર છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy