SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૧૨ સ્થાપના કરાવી. ૯. તેના પટ્ટે ભવ્યજન પ્રતિબોધક કર્મરૂપી કાદવને હરનાર, હંમેશા ઉદ્યત વિહારી, તર્ક અને જ્યોતિષમાં નિપુણ, પોતાના અને પરના આગમના લક્ષણજ્ઞાતા, સુનિશ્ચિત અને સુવિહિત ચૂડામણિ, ઘણાં દોષોથી મુક્ત શ્રી જિનવલ્લભસૂરિ આવ્યા. જે ગુણનિધિએ વિવિધ પ્રકારના વાગૂડ વગેરે દેશોને તથા શ્રી ચિત્રકૂટ પર્વત ઉપર રહેલી ચામુંડા દેવીને પ્રતિબોધ કરી. ૧૧. તેની પાટે ઘણા કલ્યાણકારી જિનદત્ત સૂરિ થયા જેણે વિશેષથી પણ સંઘનું કલ્યાણ કર્યું અને પાતંત્ર્ય વિષય અને વિધિને પ્રકાશિત કરાવી. ૧૨. ઉપકાર કરવામાં સમર્થ તેમણે સેંકડો કુટુંબોની સાથે ભવ્યજીવોને પ્રતિબોધ કર્યો. ભક્તિના ભારથી નમ્ર બનેલા દેવોએ પણ જેમની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરી. ઘણાં તેજથી વાચાળ, મનુષ્યના અભિમાનને દૂર કરનાર તેના નામને આદરપૂર્વક યાદ કરનારની વિપત્તિને આજે પણ દળે છે અને કલ્યાણ કરે છે. ૧૩. તેની પાટે ગુણ સમૂહથી સર્વ સૂરિઓને સંતોષિત કરનાર, પર્વ (અવસર) વિના સંવરના શત્રુ (આસવ)ને ગર્વિત કરનાર પોતાની નિર્મળતાથી ગંગાના પાણીની નિર્મળતાને નીચે પાડનાર અર્થાત્ ગંગાનદી કરતા પણ વધારે પવિત્ર એવા જિનચંદ્ર સૂરિ થયા. ૧૪. સજ્ઞાની સુગુરુએ તેમની તેવી નવા શરદઋતુ જેમ નિર્મળ ગુણગરિમાને જાણીને, આચાર્યપદ અર્પણ કર્યુ. તથા તેનું રૂપ જોઈને આ અભિમાની કામદેવના સંદર રૂપને હરનાર છે એમ કહીને મિથ્યાષ્ટિઓએ ન્યાયરૂપી નદીને ઓળંગવા માટે ઘણી પ્રજ્ઞા ધરાવતા તેમને હર્ષથી નમસ્કાર કર્યો. ૧૫. તેમના પટ્ટે શ્રી જિનપતિ આચાર્ય થયા જેમણે શ્રી સંઘપટ્ટકમલ પંચલિંગી પ્રકરણનું વિવરણ (ટીકા) કરીને બુધ જનમાં આશ્ચર્ય કર્યું. જે સિદ્ધાંતરૂપી સમુદ્રમાં કુંભની ઉત્પત્તિ સમાન, સાહિત્યલક્ષ્મી પ્રિય, વ્યાકરણરૂપી અટવીમાં મુસાફર સમાન, તાર્કિકોના સમૂહમાં તિલક સમાન થયા. વાદીન્દ્રરૂપી હાથીને ભેદવા માટે સિંહ સમાન એવા જિનપતિએ ભંગપૂર્વક ઉત્તમ કાવ્યની રચના કરી. જેથી જડતાથી માઘ (કવિ) માઘ જેવું આચરણ કરે છે. (માઘ માસમાં ઠંડી પડે તેમ માઘકવિ જડ થયા.)૧૭. જેમણે પ્રથમ સંઘયણીની જેમ શરીર વિશે નિઃસ્પૃહ ગાઢ ઉપસર્ગના ભરને સહન કર્યા. અધિપ હોવા છતાં આલોચના લઈને છ-છ માસ સુધી ઘણીવાર વિગઈઓનો ત્યાગ કર્યો. ૧૮. શ્રી ગુર્જર રત્ન દેશમાં કુતૂહલ ગૃહમાં છંદ–લક્ષણ-તર્કશાસ્ત્ર તથા વિવિધ અલંકારને જાણનાર પંડિતોને ધરાવતી પૃથ્વીરાજની સભામાં તર્ક અને ન્યાયથી સુઘટિત ઉત્પત્તિ સહિત સિદ્ધાંતના વાક્યોથી પૃથ્વીતલ ઉપર તત્ત્વને કહીને વિધિ માર્ગ ઉજ્જવલિત કર્યો. ૧૯. તેના પટ્ટરૂપી પૂર્વાચલના શિખર ઉપર ઉદય પામેલ સૂર્ય સમાન, દોષરૂપી અંધકારને નાશ કરનાર છતાં પ્રકૃતિથી મૃદુ,ગુણવાન અને ઉદીત શ્રીમાનું જિનેશ્વર ગુરુએ પૃથ્વીતલ ઉપર વર્તતા તીર્થના ભારને સારી રીતે વહન કર્યો. ૨૦. જેમની પ્રતિભાથી સજ્જ કરાયેલ દોરડીથી સારી રીતે વલોવાતા મનરૂપી પર્વતના વલોણાથી વાણી રૂપી સમુદ્રમાં વિવિધ પ્રકારના અલંકાર છંદવાળા સુંદર રસ (ભાવ)વાળું સ્તોત્રાદિ કાવ્યરૂપી અમૃત ઉત્પન્ન થયું. જેનું ધન્ય પંડિતો કર્ણપુટથી હેલાથી તાત્કાલીક લાંબા સમય સુધી પાન કરે છે. ૨૧. જગતમાં જેની શિષ્ય લબ્ધિ અને વ્યાખ્યાન લબ્ધિ નિરૂપમ હતી. જેમનું ભાગ્ય એક આતપત્ર છે, જેમને કાયાનું રૂપ કામને અનુરૂપ છે, જેના વચનમાં એવી કોઈ મધુરતા છે જે શેરડીને પણ તીખી બનાવે અર્થાત્ તેની વાણીમાં શેરડી કરતા વધારે મીઠાશ હતી. જેમને પ્રબળ ક્ષાંતિ હતી, તેની ગાંભીર્યલમી સમુદ્રના ગાંભીર્યને પરાભવ કરે તેવી હતી. જેમનું ધર્ય પર્વત જેવું હતું. જેમની નિર્મળતા ગંગા નદી જેવી હતી. (આવા શ્રીમાનું જિનેશ્વર ગુરુ હતા) ૨૨. જીવોના બોધ અર્થે પૃથ્વી ઉપર સ્થાને સ્થાને વિહરતા હતા ત્યારે ઊંચા મનોહર વિવિધ પ્રકારના જિનગૃહોથી પૃથ્વી મંડિત થઈ. ક્યાંક, કંઈક, કયારેક કોઈ વડે આરંભ કરાયેલ ધર્મકૃત્ય સિદ્ધ ન થતું હોય ત્યારે મોટા પુષ્યામૃતના ભંડાર તેમના પ્રભાવથી કાર્ય જલદીથી સિદ્ધ થતું હતું. ૨૩. તેમના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાયે શ્રોતૃસુખદાયક આરમ્યચરિત્રની રચના કરી છે. ૨૪. જેમણે સાધુઓને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy