SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૨ ૩૦૫ પાછળ મિથ્યાત્વ મહત્તમ, બંને બાજુ મંડલેશો રહ્યા. ૪૩. અસંખ્યાત સૈન્યથી ક્ષિતિજને પૂરતો કામદેવ દેહવાસ નામના યુદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. ૪૪. મકરધ્વજ રાજાએ મિથ્યાજલ્પ નામના દૂતને સંવરની પાસે મોકલ્યો કારણ કે રાજાઓની આવી નીતિ છે. ૪પ. જઈને તેણે કહ્યું : હે સંવર ! હું દૂત છું. મકરધ્વજ રાજાએ મારા મુખે તને સંદેશો કહેવડાવ્યો છે. ૪૬. જેમ ગ્રહણને દિવસે કૂતરાઓને કૂટવામાં આવે છે તેમ તારા સેવકોએ મકરધ્વજ રાજાના અતિવલ્લભ સેવકોને કૂટયા છે. ૪૭. તેઓએ આચરેલ દોષથી તમે જ શિક્ષાને પાત્ર છો કારણ કે સેવકોના અપરાધમાં પણ સ્વામી જ દંડને પાત્ર છે. ૪૮. જો તું પોતાના રાજ્ય-રાષ્ટ્ર સુખ અને પ્રાણોને બચાવવા ઈચ્છે છે તો આવીને સ્વયં ભક્તિથી મકરધ્વજની ક્ષમાપના કર. ૪૯. મહા અપરાધ કરે છતે પણ જો ક્ષમાપના માગે છે તો તે જલદીથી ખુશ થાય છે કારણ કે મહાત્માઓનો કોપ પ્રણામ સુધી જ હોય છે. ૫૦. જે કોઈ તેની સેવામાં નિરંતર વર્તે છે તેની ઉપરથી પસાર થતા ગરમ પવનથી તેનું રક્ષણ કરે છે. ૫૧. જે પોતાને બહુ માનતો નથી તેની સેવા કરતો નથી. તેને તે કષ્ટમાં પાડે છે. ખરેખર સ્વામીનું આ લક્ષણ છે. પર. જે સ્વામીઓની છાયા પણ નમતી નથી અને બીજા જે સ્વામીઓ છે તે પણ મકરધ્વજદેવનું શાસન માને છે. પ૩. ખુશ થયેલો મકરધ્વજ તેઓને રાજ્ય આપે છે અને ગુસ્સે થયેલો કેવળ ભીખ મંગાવે છે. આના શાસનને કરતો તું વિપુલ રાજયને મેળવશે. ૫૪. એમ બોલીને મકરધ્વજનો દૂત વિરામ પામે છતે જેમની વાણીમાં ગુરુને આશ્ચર્ય થાય છે એવા સત્યજલ્પ નામના સંવરના સેવકે કહ્યું : ૨૫. હે ટિટિભ (ટીટોળી) જેવા વાચાટ ! હે યથાર્થ નામવાળા મિથ્યાજલ્પ! અરે ! જે મુખમાં આવે તે જ બોલનાર હે કામદેવના પ્રિય પાપીઓ! હે વિશ્વના એક માત્ર ઠગ! તેઓએ તમને જીવતા છોડ્યા તે સારું ન કર્યું. ૫૭. અરે ! મનુષ્યોની સભામાં મકરધ્વજના માહાભ્યનું વર્ણન કર. વર્ણન કરાતું શિયાળોનું પરાક્રમ શિયાળામાં જ શોભે છે. ૫૮. મોઢામાં મીઠાશ બતાવીને માછીમાર માછલાને જાળમાં ફસાવે તેમ કામે મુગ્ધજનોને લોભાવીને કષ્ટમાં નાખ્યા છે. ૫૯. કામના ચરિત્રને જાણનારા અમારી પાસે તેના વાત્સલ્યનું વર્ણન કરવાનું રહેવા દે. કેમકે માની આગળ મોસાળનું વર્ણન કરાતું નથી. ૬૦. મકરધ્વજના પિતા રાગકેશરી અને જગતદ્રોહી વિખ્યાત પિતામહને જીતી લેનાર સંવર દેવની આગળ આ કામ કઈ વિશાતમાં છે? ૬૧. વળી સાપનું સીમંત કરનારને ગરોડીનો ભય ક્યાંથી હોય? ૬૨. જો તારો અજ્ઞાની સ્વામી મારા સ્વામી સાથે લડાઈમાં ઉતરશે તો ઠંડા પાણીથી દાઝી જશે એ નક્કી છે. ૬૩. તેથી તારો સ્વામી જે માર્ગે આવે તે જ માર્ગથી પાછો ચાલ્યો જાય નહીંતર રણમાં ભંગાયેલો નાશતો છિદ્ર પણ નહીં મેળવે. ૪. ભટોએ કહ્યું : હે મિથ્યાજલ્પ દૂત ! જેમ તેમ બોલતો તું વધને યોગ્ય છે પણ તું દૂત હોવાને કારણે છોડી દેવાય છે. ૬૫. અમે યુદ્ધ માટે તૈયાર છીએ જો તારો સ્વામી નહીં જાય તો અમારી લાંબા સમયની ખણજ ઉતારશું. દ૬. કંઈક બબડાટ કરતા દૂતને તેઓએ ગળામાં પકડ્યો. કુલટાની જેમ દુષ્ટ વાણી મનુષ્યને નક્કીથી કષ્ટમાં પાડે છે. ૬૭. જે વૈરરૂપી ઈન્ધનોથી ચિનગારિત કરાયેલ હતો તે દૂતની વાણી રૂપી પ્રવનથી પ્રેરાયેલ મકરધ્વજ અગ્નિની જેમ સળગ્યો. ૬૮. જેમ બ્રાહ્મણ યજ્ઞ માટે સજ્જ થાય તેમ ક્રોધે ભરાયેલ કામદેવ સર્વ બળ સામગ્રીથી યુદ્ધ માટે તૈયાર થયો. ૬૯. સંવર કોટપાલ પણ પોતાના લશ્કર સાથે યુદ્ધ માટે સન્મુખ થયો. સિંહ શત્રુને સહન કરતો નથી. ૭૦. દેવો અને વિદ્યાધરો હર્ષથી તેઓના યુદ્ધના ઉત્સવને જોવા આકાશમાં ભેગા થયા. ઘણું કરીને પ્રાણીઓ કૌતુકપ્રિય હોય છે. ૭૧. મહાસૈન્યોએ કાયર પુરુષોના હૃદયને કંપાવે તેવા રૌદ્ર રણવાજિંત્રો ચારે બાજુથી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy