SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૦૨ રસના જ પ્રમાણ છે. ૫૭. જેમ કૃપાણીના પ્રાણથી (તલવારના જોરથી) સૈનિકો નાચે છે તેમ રસનાના જોરથી મદોન્મત્ત બલવાન સૈન્યો સતત કૂદે છે. ૫૮. તેથી જયને ઈચ્છનારા તમારે એક જ રસના જીતી લેવી. નાગની આશીવિષદાઢને જ ઉખેડી નાખવી બીજા દાંતોને ઉખેડવાની શું જરૂર છે? ૫૯. જો રસનાનો જય કરવાની ઈચ્છા હોય તો અનશન જ કરવું અને હું તેને કરીશ. તે રાંડને જીતવા કેટલા પરિષદની જરૂર છે? ૬૦. યુદ્ધની ખણજ ધારણ કરતી ઊણોદરી વગેરેએ જે સ્થાન બતાવ્યું તે સ્થાને ભાતૃવર્ગ રહે. ૬૧. હે ભાઈઓ! અમે પણ તમારી સાથે યુદ્ધમાં આવીશું જેટલામાં આ પ્રમાણે તેઓએ કહ્યું તેટલામાં તે સ્પર્શન વગેરે દેહની આવાસરૂપીયુદ્ધભૂમિ ઉપર ક્ષણથી જ આવી પહોંચ્યા. આ લોકો (અનશન–ઉણોદરી વગેરે) તેઓની સામે ગયા ખરેખર આ ક્ષત્રિયોનો ક્રમ છે. ૩. તે વખતે સાંજનો સમય હતો તેથી તેઓની અંદર પરસ્પર પ્રતિજ્ઞાઓ થઈ કે બીજા દિવસે યુદ્ધ રાખવું. ૬૪. જેમ રાત્રે પક્ષીઓ પોતપોતાના માળામાં આવાસને ગ્રહણ કરે તેમ પાછળની ભૂમિ ઉપર આવાસને ગ્રહણ કર્યો. ૬૫. રાત્રે છળ વગેરેએ સ્પર્શનને કહ્યું ઃ તું શત્રુના સૈન્યમાં છાપો મારીને યશ ઉપાજ કર. ૬૬. સ્તંભ (અક્કડપણું) દંભ, છળ, દ્રોહ વગેરે પરિવારથી પરિવરેલ સ્પર્શનને હણો હણો એમ બોલતા અનશનાદિ ઉપર હુમલો કર્યો. ૬૭. લોચ, આતપસહન વગેરે પોતાના વર્ગથી યુક્ત હતકલેશ (ઉત્સાહિત) કાયકલેશ ભટ ક્ષણથી ઊભો થયો. જેમ કુવાદીઓના હેતુઓ પૂરા થઈ જાય તેમ ગુરુને સમર્પિત થઈને મોટી લડાઈને કરતા આ બેના શસ્ત્રો પૂરા થયા. ૬૯. ત્યાર પછી મલ્લની જેમ અંગાગિથી બંનેએ યુદ્ધ કર્યું. કાયકલેશે ક્ષણથી હણીને સ્પર્શનને પાડ્યો. ૭૦. પૂર્વે ગ્રીષ્મઋતુમાં જેણે હંમેશા કપૂર અને ચંદનનો લેપ કર્યો હતો તથા પંખાથી પોતાને વીંઝતો હતો તે સ્પર્શનને મધ્યાહ્નના તપતા સૂર્યના લૂથી મિશ્રિત તાપમાં આણે જેમ તેલ ચોપડીને ખસવાળા જીવને તડકામાં ઊભો રાખે તેમ જલદીથી ઊભો રાખ્યો. ૭૨. પૂર્વે તેલથી અત્યંગન કરી સ્નાન કરીને પુષ્પ–કસ્તુરિકા વગેરેથી વાસિત કરાયેલ દાઢી અને માથના વાળનો લોચ કર્યો. ૭૩. ગાદી-તકીયાના સ્પર્શને ઉચિત કાયાને સ્પંડિલ ભૂમિ ઉપર સુનારની જેમ ઊંચી-નીચી ભૂમિ ઉપર સુવાડ્યો. ૭૪. પૂર્વે જે સાંઢની જેમ સર્વત્ર માતેલો (સ્વચ્છંદી) હતો તેને કાયક્લેશની આજ્ઞાથી બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું. ૭૫. જે એક દિવસ પણ હાથપગ ધોયા વિના રહી શકતો નહીં તે કાયાક્લેશની આજ્ઞાથી પાંપણને પણ ધોતો નથી. ૭૪. પરમ મસૂરને ધરતી સંલીનતાએ પણ આવીને દુર્દશાને પામેલા અમોને અતિશય કદર્થના કરી. ૭૭. અદ્દભૂત ઠંડી વખતે જેમ અંગોપાંગ સંકોચી રાખે તેમ આની (કાયક્લેશની) આજ્ઞાથી સર્વ અંગોને સંકોચીને કાચબાની જેમ રહ્યો. ૭૮. સ્પર્શન જીતાએ છતે હું ઉપર રહેલી હોવા છતાં શત્રુઓ વડે શું જીતાયું નથી? અર્થાત્ કશું જીતાયું નથી. શેષ ગયે છતે પણ જો પૃથ્વી અખંડ છે તો રાજ્ય નષ્ટ થયું નથી. ૭૯. શાસ્ત્રમાં લક્ષણ વિદ્યાની જેમ કામરાજના સંધિ વિગ્રહથી સંપૂર્ણ રાજ્યમાં હું હંમેશા મૂળમાં વર્તુ છું. ૮૦. એમ બડાઈ હાકતી અતિ ગર્વથી પોતાને વીર માનતી, આખા વિશ્વને પોતાને વશ માનતી રસના મેદાનમાં પડી. ૮૧. બે ભુજા વચ્ચે કોટિ શીલા જેટલું વિશાળ અંતર ધરાવનાર, ઉગ્ર શત્રુ સમૂહોને ભાંગનાર ઔનોદર્ય ભટે રસનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ૮૨. સર્વ સામર્થ્યવાળી અભિમાની રસનાએ રણાંગણમાં કંજૂસની જેમ નાદર્યને ઘાસ સમાન પણ ન માન્યું. ૮૩. અનશન મહાયોધો રસનાની સામે દોડ્યો. જે નારી સામે આવીને પ્રહાર કરે તેને પણ ગણકારતા નથી. અર્થાત નારીને હણવા ઉદ્યત થાય છે. ૮૪. ઘણીવાર સુધી યુદ્ધ કરતા તે બંને જણાં હાર-જીત ન પામ્યા. ખરેખર સમાન બળવાળાઓનો ક્ષણથી જય કે પરાજય થતો નથી. ૮૫. જેમ તાર્કિક સજાતિને (પ્રતિવાદી તાર્કિકને)
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy