SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૭૧ સ્વામી કેવો છે જે મારી પાસે પ્રતિમાની માગણી કરે છે ? હાથીના મુખમાં ગયેલો કોળિયો શું કોઈનાથી બહાર કાઢી શકાય છે ? ૨૬. જે આ પ્રતિમા છે તે તેની છે જે આ રત્નો છે તે આના છે એવું જે કહેવાય છે તે ખોટું છે કેમકે સર્વ વસ્તુ તલવારને આધીન છે. ૨૭. તથા મેં જે પ્રતિમા પોતાના ભુજાના બળથી ગ્રહણ કરી છે તેને હું સામાન્ય રાજાઓની જેમ કેવી રીતે પાછી આપું ? અરે ! અનેક દુર્જય રાજાઓને મેં વશ કર્યા છે એવા મને શું તારો સ્વામી નથી જાણતો ? જે આમ પોતાની મહત્ત્વકાંક્ષા જણાવે છે. ૨૯. દૂતે પણ માલવરાજને ભાવપૂર્વક જણાવ્યું. નાચવા માટે ઊભા થાય તેને ઘૂમટો કાઢવાની શું જરૂર છે ? ૩૦. હે રાજન્ ! એ વાત સાચી છે કે મારા રાજાએ તને દાસી નથી આપી પણ હમણાં અતુલ પરાક્રમી તને દાસપણું આપશે. ૩૧. તે મહાભુજ બળાત્કારે પ્રતિમાને ગ્રહણ કરશે. હાથીઓના ગંડસ્થળમાં રહેલો શું સિંહ બહાર નથી કાઢતો ? ૩ર. ખડ્ગાધીનને તો અમે સુતરામ માનીએ છીએ. ખડ્ગ તો મારા સ્વામીને છે બાકીનાને લોખંડનો ટૂકડો છે. અર્થાત્ સર્વે રાજા કરતા મારો સ્વામી બળવાન છે. ૩૩. ધંધુમાર વગેરે રાજાઓએ તારી જે હાલત કરી છે તેને જાણીને અમારા રાજાએ તારું સર્વ પરાક્રમ જાણી લીધું છે. ૩૫. પરમ મદમાં ભરાયેલો તું મૌન થઈને રહે. હે રાજન્ ! બાંધી મુઠ્ઠિ લાખની છે. ૩૬. મેં આ પ્રતિમાને અને દાસીને પોતાના ભુજાના બળથી મેળવી છે એમ જે તું કહે છે તે શૂરવીર અને કાયર કોણ છે તે તો યુદ્ધમાં ખબર પડશે. હે રાજન્ ! જો મારું વચન ખોટું હોય તો હું શ્વાનપાલોમાં મોટો થયો છું એ વાત ઘટે. ૩૭. આ પ્રમાણે શિખામણ અપાતો હોવા છતાં તું માનતો નથી. અથવા તો પાકા ઘડા ઉપર કયાંય કાઠો ચડે ? ૩૮. ત્યાર પછી અત્યંત ગુસ્સે થયેલ રાજાએ કહ્યું : અરે ! દુરાચાર દૂત ! હું પ્રતિમાને અર્પણ નહીં કરું ૩૯. અને યુદ્ધ માટે તૈયાર છું. તું દૂત છે તેથી તને છોડી દઉં છું નહીંતર તને શિક્ષા કરત. ૪૦. હે સેવકો ! આ દૂતાધમને ગળે પકડીને બહાર કાઢો એમ રાજા વડે આદેશ કરાયેલ પુરુષોએ તેને બહાર કાઢયો. ૪૧. દૂતે જલદીથી આવીને પોતાના સ્વામીને યથાસ્થિતિ જણાવી કેમકે સેવકે પોતાના સ્વામીને ન ઠગવા જોઈએ. ૪૨. દૂતના તેવા વચનો સાંભળીને જેમ વંટોળથી સમુદ્રના મોજાં ક્ષોભ પામે તેમ સભાસદો ક્ષોભ પામ્યાં. ૪૩. હું શત્રુને જીતીશ જીતીશ જીતીશ એમ મનોગત ભાવોને સૂચવતા અભિચીએ કપાળ ઉપર ત્રણ રેખાને કરી. ૪૪. મહાવીર્ય કેશી ક્રોધના આવેશથી પ્રભાતના ઉગતા સૂર્યની જેમ લાલવર્ણી થયો. ૪૫. આ જ શત્રુને પોતાના દેશમાંથી બહાર કઢાવું એમ વિજયીમાં સિંહ સમાન કેશીએ ક્રોધથી લીધેલ દીર્ઘ શ્વાસને બહાર કાઢયો. ૪૬. દાંતોથી પણ શત્રુને પકડીને જીતવો જોઈએ એમ સૂચવતા હાથી જેવા સમર્થ ભટે દાંત સહિત જાણે હોઠને કચકચાવ્યા. ૪૭. આના જ સૈન્યથી હું શત્રુઓને નક્કીથી હણીશ એમ જણાવવા સિંહબલે ખભાનું આસ્ફાલન કર્યું. ૪૮. સપક્ષ પણ શત્રુ (બીજા ઘણાની સહાયવાળો શત્રુ) મારી આગળ કેટલો છે ? એમ સિંહ જેવા પરાક્રમી સિંહે હાસ્ય કર્યું. ૪૯. મેં યુદ્ધમાં શત્રુઓની સામે છાતી ધરી છે એમ આહવે છાતી કાઢીને બતાવી. ૫૦. શત્રુઓ મારી એક આંગળીમાં સમાય જાય એમ અમે માનીએ છીએ એટલે યુદ્ધમાં દુષ્કર સયસે તર્જની આંગળી ચલાવી. ૫૧. તારી (પોતાની) દઢતાથી શત્રુઓ જીતવા યોગ્ય છે તેથી તું દૃઢ થા એમ જણાવવા તપ્તસિંહે વારંવાર વક્ષઃસ્થળને સ્પર્શ કર્યુ. ૫ર. હું શત્રુની સેનાને પીસી નાખું એમ જણાવવા પરબલ નામના ભટે જાણે વારંવાર બે હાથ પીસ્યા. ૫૩. હે વસુધા ! તું હજુ પણ પોતાના ખોળામાં મારા શત્રુને ધારણ કરે છે એટલે જ જાણે પૃથ્વીસિંહે ગુસ્સાથી પૃથ્વીને તાડન કરી. ૫૪. અહો ! હજુ પણ દિગ્યાત્રામાં કેમ વિલંબ કરાય છે ? એમ કર્ણે પોતાનું માથું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy