SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૧ ૨૬૭ અહો ! ભાગ્યજોગે મનોહર ફળોથી ભરપુર તાપસના આશ્રમમાં ઈચ્છા મુજબ ફળોનું ભોજન મળશે. ૧૪. આમ વિચારીને રાજા ફળો લેવાની ઈચ્છાથી દોડ્યો. આ લંપટ જીભ મોટાને પણ આપત્તિમાં નાખે છે. ૧૫. યમના દૂતોની જેમ કૃત્રિમ તાપસો ઊભા થઈને મુદ્ધિ આદિથી ઉદાયન રાજાને હણવા લાગ્યા. ૧૬. પછી ઘણો બળવાન હોવા છતાં આ એકલો ડરપોક પલાયન થયો. વિવિધ પ્રકારના કર્મોથી બંધાયેલો પરાક્રમી પણ જીવ શું કરી શકે? ૧૭. રાજાએ તું ભય ન પામ એમ બોલતા અરીસા જેવા સ્વચ્છ મુનિઓને જોયા. રાજા તેઓને શરણે ગયો. ૧૮. અમૃતરસ જેવા કોમળ, મનોહર ધર્મવચનોથી ધર્મનિપુણ સાધુઓએ રાજાનો સંતાપ બુઝાવ્યો. ૧૯. સંસારમાં ઘણા ભાવશત્રુઓથી પીડિત પણ મોક્ષને ઈચ્છતા જીવોને ધર્મ જ એક શરણ છે. ૨૦. ધર્મનું મૂળ સમ્યકત્વ છે અને તે દેવાદિમાં રુચિ સ્વરૂપ છે. તેથી બુદ્ધિમાનોએ દેવગુરુ તત્ત્વોની પરીક્ષા કરવી જોઈએ. ૨૧. હે નરપુંગવ! રાગ–અરતિ–રતિ–પ્રમાદભય-જન્મ–ચિંતા-હાસ્ય-જુગુપ્સા- શોકમિથ્યાત્વ- અજ્ઞાન- કામવિષાદ– અવિરતિ નિદ્રા અને અંતરાય એ અઢાર દોષથી જે રહિત હોય તે દેવ કહેવાય છે. ૨૩. જે અબ્રહ્મના ત્યાગી, કરુણા કરવામાં શત્રુ તથા મિત્રમાં, તૃણ અને સ્ત્રીના સમૂહમાં, સુવર્ણ તથા ધૂળમાં સમભાવ ધરાવે તે ગુરુ કહેવાય છે. ૨૪. હે નરેશ્વર ! જીવ–અજીવ–પુણ્ય- પાપ-આસવ-સંવર– નિર્જરા–બંધ અને મોક્ષ આ નવ તત્ત્વો છે. ૨૫. જિનવચનમાં શંકા ન કરવી, પરમતની કાંક્ષા ન કરવી, મલિન સાધુઓની દુર્ગચ્છા ન કરવી, અથવા જિનવચનમાં ફળનો સંદેહ ન કરવો, અન્ય દર્શનીઓના ચમત્કારો દેખી મોહિત ન થવું, બીજાના ગુણોની પ્રશંસા તથા ધર્મમાં સીદાતાને સ્થિર કરવો. સાધર્મિક વાત્સલ્ય અને જૈનશાસનની પ્રભાવના આ દર્શનના આચારો છે. સમ્યકત્વને નિર્મળ કરવા આ આચારોનું પાલન કરવું જોઈએ. સાધર્મિક વાત્સલ્ય અને પ્રભાવનામાં વિશેષથી પ્રયત્ન કરવો જોઈએ કારણ કે વિશિષ્ટ સાધર્મિક વાત્સલ્ય કરવામાં રાજાઓ સમર્થ હોય છે. ૨૮. પ્રભાવકોમાં રાજાઓની ગણતરી કરી છે. સાધર્મિક વાત્સલ્ય બે પ્રકારે છે. ૧. દ્રવ્યથી અને ૨. ભાવથી ર૯. ખાધ-પાન-અશન અને સ્વાદ્ય તથા વસ્ત્ર-પુષ્પાદિ દ્રવ્યોથી સમાન ધર્મીઓનું વાત્સલ્ય કરવું. ૩૦. જેઓનો દેવ એક જિનેશ્વર છે, એક ચારિત્રવંત જેઓનો ગુરુ છે તે આ સાધર્મિકો જાણવા પણ આનાથી વિપરીત છે તે સાધર્મિક નથી. કહેવાનો ભાવ એ છે કે જેઓ વીતરાગ દેવ તથા ચારિત્રવંતને ગુરુ માનતા નથી તેઓ સાધર્મિક નથી. ૩૧.સાધર્મિક નમસ્કાર માત્ર ગણનારો હોય તો પણ તેને ભાઈની સમાન જાણવો. તેનાથી અધિકની અર્થાત્ નવકાર ગણવા કરતા વિશેષ આરાધના કરતા હોય તેની પરમ સ્નેહથી ભક્તિ કરવી જોઈએ. ૩૨. સાધર્મિકોની સાથે કયારેય વિવાદ કજિયો, લડાઈ તથા વેર ન કરવું જોઈએ કારણ કે આગમમાં કહ્યું છે કે જે દયાહીન કોપથી સાધર્મિકો ઉપર પ્રહાર કરે છે તે લોકના ભાઈ, જિનેશ્વરની આશાતના કરે છે. ૩૪. બીજી બીજી જાતિઓમાં જન્મેલા, બીજા સ્થાને વસતા સમ્યગૃષ્ટિ સાધર્મિકોનો સંબંધમાં પ્રયોજન ઉપસ્થિત થયે છતે જે વિજ્ઞાન, ધન, શક્તિ (બળ)થી હંમેશા ઉપકાર કરે છે તે પ્રશંસનીય છે તે સુંદર છે. પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. ૩૬. જેમ રામે વજાયુધ રાજાનું સાધર્મિક વાત્સલ્ય કર્યુ અથવા ભરત રાજાએ કર્યું તે રીતે વિવેકીઓએ સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. ૩૭. ભોજનના અભાવથી સાધર્મિકો સીદાતા હોય ત્યારે શક્તિ હોવા છતાં સાધર્મિકને જમાડ્યા વિના પોતે ભોજન કરે તો દોષમાં પડે છે. ૩૮. ધર્મકાર્યમાં સીદાતાને કોમળ ધાર્મિક વચનોથી જે અત્યંત સ્થિર કરે છે તે આ ભાવવાત્સલ્ય છે. ૩૯. હે ભદ્ર ! તું ગઈકાલે ઉપાશ્રયમાં દેખાયો નહીં. દેરાસરમાં દેખાયો નહીં તો કહે શું કારણ હતું? ૪૦. હવે જો તેણે કૌતુક-તમાસા વગેરે કારણો જણાવ્યા હોય તો તેને અમૃત જેવી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy