SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર રહ્યા હો ત્યારે દંડમાં કુહાડાને ધારણ કરીને શરણે આવેલો નિર્બળ શત્રુ શું માગે? ૩૨. રાજાએ કહ્યું છે સુભગાનન! એવો શત્રુ અભય માગે, હે રાજન્ ! તમે નંદાના પુત્રનું નામ આ જાણો. ૩૩. હે રાજનું ! બીજા સામાન્ય બે મિત્રનો અભેદ ચિત્રથી હોય છે પણ શરીરથી નહીં પણ અહીં મારે અને તેને ચિત્ત તેમજ શરીરથી ભેદ નથી. ૩૪. અભયની આવી વક્રવાણીથી રાજાએ નિશ્ચય કર્યો કે તે અભય તું જ છે બીજો નથી, નહીંતર આવું તું કેવી રીતે બોલી શકે? ૩૫. લજ્જાથી નમી ગયેલ મુખવાળા અભયે વાણીનું અનુસંધાન કરી કહ્યું કે આપ પૂજ્યપાદ જે જાણો તે તેમજ છે. અર્થાત્ હું તમારો પુત્ર અભય છું. ૩૬. જેમ આત્મા તે જ પુત્ર છે અને પુત્ર તે જ આત્મા છે એમ ઐક્યને સૂચવતો ન હોય તેમ રાજા હર્ષથી અત્યંત ભેટ્યો.૩૭. જેમ પર્વતની ગુફા સિંહના બચ્ચાને આશરો આપે તેમ રાજાએ લક્ષ્મીથી રંગાયેલા ખોળામાં પુત્રને બેસાડ્યો. ૩૮. વાસને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો ન હોય ! અથવા તો પોતાની વાસકુમારને આપવાની ઈચ્છાવાળો ન હોય તેમ રાજાએ કુમારના મસ્તકને વાંરવાર સુંધ્યું. ૩૯. શ્રેણિકે હર્ષના આંસુથી કુમારને વારંવાર નવડાવ્યો જાણે શરીરરૂપી ક્ષેત્રમાંથી ઊગી નીકળેલા બુદ્ધિરૂપી અંકુરાનું સિંચન કરવા ન ઈચ્છતો હોય ! ૪૦. હર્ષ પામેલા રાજાના ખોળારૂપી આકાશનું ભૂષણ ચંદ્ર સમાન રૂપથી કામદેવને જીતી લેનાર એવા અભયકુમાર બાળકે દેવસભામાં ઈન્દ્રનો પુત્ર જયંત આનંદ પામે તેમ રાજલોકને આનંદ પમાડ્યો. ૪૧. એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં શ્રેણિકની પરીક્ષા, દેશાંતર ગમન, નંદાને પરણવું, શ્રેણિકનો રાજ્ય અભિષેક, અભયકુમારનો જન્મ, શ્રેણિક મહારાજાને મળવું વગેરેના વર્ણનને જણાવતો પ્રથમ સર્ગ સમાપ્ત થયો. સકળ શ્રી સંઘનું કલ્યાણ થાઓ. જેમ યોગી યોગથી પરમાત્માના રૂપને જુએ તેમ અભયના દરેક અંગ અને શરીરનું નિરીક્ષણ કરતા પ્રેમમાં આશ્ચર્ય પામીને રાજાએ કુમારના રૂપની પ્રશંસા કરી. ૧. આના બંને પગના તળિયા લાલ, મૃદુ, સ્નિગ્ધ અને વિક્ર છે. તથા ચંદ્ર-વજ–સૂર્ય-શંખ-અંકુશ–પધ-મસ્ય-તુરંગમ-આદર્શ અને હાથીનાં લાંછનથી યુક્ત છે. ૨. દિશાઓને અરીસામય કરતા, તાંબા જેવા લાલ નખો,ગોળ ઊંચા, મનોહર અને વિશાલ છે. તેના બે–પગ કાચબા જેવા ઉન્નત, સ્નિગ્ધ, માંસલ, શ્લિષ્ટ (ભરાવદાર) છે. તથા બંને પગ સરખા અને કમળ જેવા છે. ૩. જેમ કંજૂસના ભંડારમાં રહેલા મણિના દર્શન દુર્લભ હોય તેમ આના બે ગુલ્ફ (એડીનાં ટેરવા) ગુપ્ત હતા. એના બે જાનુ ગૂઢ હતા. બે જંઘા સરલ હતી. મૃદુ અને વિશાળ સાથળ કેળ જેવી કોમળ અને સફેદ હતી. કેડ વિશાળ સુવર્ણના ફલક જેવી હતી. ૪. એની નાભિ દક્ષિણાવર્ત લક્ષણવાળી તથા ગંભીર કૂવા જેવી હતી. તથા પેટ હરિણોના નેતા અર્થાત્ સિંહ સમાન હતું. એનું સત્ત્વ સર્વ પ્રાણીઓને આશ્ચર્ય પમાડે તેવું હતું. ૫. આનું ઉરઃસ્થળ શેરીના કપાટ જેવું વિસ્તૃત શ્રી વત્સને ધારણ કરનારું અને લોમયુક્ત હતું. શું આની વિશાલ પીઠ રાજ્યની ચિંતા કરતા ખિન્ન થયેલ મારી પીઠનો પટ્ટ થશે? અર્થાત્ મને રાજ્યમાં સહાયક થશે? . આની બે સરળ બાહુ જાનુ સુધી લટકતી છે. તેથી અમે માનીએ છીએ કે સૂર્યને ગ્રહણ કરવાની ઈચ્છાવાળી છે. કમળોનું મર્દન કરીને તેણે પ્રાપ્ત કરેલી લાલ કાંતિએ અગ્રેસરતાને પ્રાપ્ત કરી. તેના બે હાથ કઠિન હતા. ૭. સામ્રાજ્યના મંત્રિત્વને વહન કરવામાં ધર એવા આના બે સ્કંધો જાણે વૃષભના સ્કંધ સમાન ન હોય તેવા હતા. આના કંઠે ચાર વિદ્યાને સુખે બેસવા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy