SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૬૧ શકાય એવો નિરતિચાર ચારિત્રનું પાલન કરીને મરીને અખંડ ભાવવાળો તે અશ્રુત દેવલોકમાં દેવ થયો. ૩૭. તે દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને હસા-પ્રહાસાની સાથે લીલાથી રમણ કરતા પોતાના મિત્ર સોની દેવને જોયો. ૩૮. આ બાજુ આ જંબુદ્વીપથી આઠમો નંદીશ્વરદ્વીપ વલયાકારે છે. હું માનું છું કે ભાવોદધિમાં આ દ્વીપ શરણરૂપ છે. તે મહામતિ ! આના વલયનો વિસ્તાર એકસો ત્રેસઠ કોડ અને ચોરાશી લાખ યોજન છે. ૪૦. તેના લગભગ મધ્યદેશમાં ચારેય દિશામાં અંજનગિરિ નામના ચાર પર્વતો છે. ૪૧. આ ચારેય ચોરાશી હજાર યોજન ઊંચા અને પૃથ્વીની અંદર એક હજાર યોજન ઊંડા છે અને જંગલી ભેંસ જેવા કાંતિવાળા છે. ૪૨. તળિયામાં દશ હજાર યોજનાનો વિસ્તાર છે. અથવા નવ હજાર છસો યોજન વિસ્તૃત છે. અને ટોચ ઉપર એક હજાર યોજનાનો વિસ્તાર છે. દરેક યોજને અઠયાવીશનો ત્રીજો ભાગ અથવા યોજનનો દશમો ભાગ હાની કે વૃદ્ધિ થાય છે એમ સિદ્ધાંતવેદીઓએ કહ્યું છે. ૪૪. પૂર્વ દિશામાં દેવરમણ પર્વત છે, દક્ષિણમાં નિત્યોદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમા રમણીય નામનો પર્વત છે. ૪૫. આ ચાર અંજનગિરિ કહેવાય છે. આની ચારે બાજુ એકેક લાખ યોજના ગયા પછી માછલા વગરની બે હજાર યોજન ઊંચી, એક લાખ યોજન વિસ્તૃત, સ્વચ્છપાણીવાળી ચાર ચાર મનોહર પુષ્કરિણી (વાવડીઓ) છે. ૪૭. નંદિષેણ, અમોઘા, ગોસ્તૃપા, સુદર્શના, નંદોત્તરા, નંદા, સુનંદા, નંદીવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા બારમી પુંડરિકીણી છે. વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ પ્રમાણે કુલ સોળ પુષ્કરિણીના નામો છે. પૂર્વ દિશાના ક્રમથી આની આગળ પાંચશો યોજના ગયા પછી વનખંડો છે. ૫૦. આ વનખંડો પાંચશો યોજન પહોળા અને એક લાખ યોજન લાંબા છે તેમાં સંશય નથી. ૫૧. પર્વમાં અશોક વન. દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપવન, ઉત્તરમાં આમ્રવન છે. પર. તથા આ દરેક પુષ્કરિણીમાં દશ હજાર યોજન વિસ્તૃત ચોસઠ હજાર યોજન ઊંચા, એક હજાર યોજન ઊંડા, પલ્યના આકારવાળા સ્ફટિકમય, દધિમુખ નામના સોળ પર્વતો છે. જાણે કે ધર્મકૂટ ઉત્પન્ન ન થયા હોય ! ૫૪. અંજનગિરિ તેમજ દધિમુખ પર્વત ઉપર પણ સો યોજન લાંબા પચાશ યોજન પહોળા, બોતેર યોજન ઊંચા, તોરણ અને ધ્વજાવાળા ઘણાં રૂપવાળા જિનમંદિરો છે. ૫૬. તે મંદિરોમાં દેવ–અસુર–નાગ–સુવર્ણ નામના ચાર ચાર દરવાજા છે. તેના રક્ષક દેવોના પણ આ જ નામ છે. ૫૭. પ્રવેશમાં સોળ યોજન ઊંચા પહોળાઈમાં આઠ યોજનવાળા ચાર ચાર દરવાજા નિશ્ચયથી છે. ૫૮. દરેક દરવાજે હર્ષને આપનારા કળશો છે. મુખ મંડપ અને પ્રેક્ષા મંડપ વગેરે મંડપો છે. મણિ–પીઠ—ધ્વજ–પપ્રતિજ્ઞા અને ચૈત્યવૃક્ષો છે. પુષ્કરિણીઓ પણ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. સર્વ પણ જિનમંદિરોના મધ્યભાગમાં આઠ યોજના ઊંચી, સોળ યોજન લાંબી, સોળ યોજન પહોળી મણિપીઠિકાઓ છે. ૬૧. અને તે પીઠિકાની ઉપર પ્રમાણથી સાધિક આંખોને આનંદદાયક રત્નમય દેવછંદો છે. ૨. તેમાં અનેક પાપોને નાશ કરનારી પર્યક સંસ્થાનમાં મનોહર એકસો અને આઠ પ્રતિમાઓ છે. ૬૩. ઋષભ ચંદ્રાનન વારિષણ અને વર્ધમાન એ ચાર નામની પ્રતિમાઓ છે. ૬૪. અને તે સર્વ પણ અરિહંતની પ્રતિમાને લોહિતાક્ષ રનનો લેપ છે. અને એક રત્નમય નખ છે. ૫. નાભિ-કેશાંત (ચોટલી) ભ્રકુટિ, જિહુવા, તાળવું, શ્રીવત્સ, ચુચુક, (સ્તનનો અગ્ર ભાગ) અને હાથ પગનાં તળિયા સૂર્યકાંત મણિ સમાન દેદીપ્યમાન છે. ૬૬. પાંપણો, તારા (આંખની કીકી) સ્મશ્ન (દાઢી) ભ્રકુટિ, વાળ રોમરાજિ રિષ્ટ રત્નમય છે. ઓઠ વિદ્રમરત્નમય છે. દાંત સ્ફટિકમય છે. શીર્ષ ઘટિઓ વ્રજની છે. નાસિકા અંદરથી લોહિતાક્ષમણિના લેપમય સુવર્ણની છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy