SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૪૬ મંત્રીવર્ગમાં શિરોમણિ નંદાના પુત્ર અને બીજા ઘણા સામંત વગેરે મુખ્ય પુરુષોની સાથે સિંહાસન ઉપર બીરાજમાન શ્રેણિક રાજા સાક્ષાત્ ઈન્દ્રની જેમ શોભ્યો. ૪૮. બુદ્ધિમાન, ધર્મના મર્મજ્ઞોમાં શિરોમણિ, વાચસ્પતિ અભયકુમારની સાથે રાજાએ ઘણા પ્રકારની અમૃતને જીતનારી, પંડિતજનને અત્યંત આનંદ પમાડતી સત્કથાઓને કરી. ૪૯. એકવાર પ્રમોદના સારવાળા સવિનોદથી લીલાપૂર્વક સુખથી કાળ પસાર થાય છે ત્યારે સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા રાજાએ હર્ષથી આ પ્રમાણે કહ્યુંઃ ૫૦. હે લોકો! તમે કહો કે ધાર્મિક જીવો ઘણાં વસે છે કે પાપી જીવો ઘણાં વસે છે? બુદ્ધિમાન નંદાપુત્રને છોડીને સભામાં રહેલા બાકીના લોકોએ કહ્યું કે હે દેવ! પાપી લોક ઘણા વર્તે છે. હે રાજનું! અહીં ધાર્મિક લોક બહુ જ થોડા છે. દુકાનમાં રૂ વગેરે ઘણું મળે છે જ્યારે રત્નાદિક પરિમિત જ મળે છે. પર. હે તાત! ધાર્મિકજનો ઘણાં છે અને પાપી જીવો થોડા જ છે એમાં શંકા નથી એમ જેનો અંતરનો ભાવ સુદુર્લક્ષ છે એવા અભયે કહ્યું અથવા તેવા પ્રકારના સૂરિઓ કેટલા હોય? પ૩. હે લોકો ! મારું વચન સાચું ન હોય તો તમે જલદીથી તેની પરીક્ષા કરો. અથવા અહીં બધાએ પોતપોતાનો અભિપ્રાય જણાવે છે તેમાં જે પ્રમાણથી સિદ્ધ થાય તે બોધમાં મુખ્ય બને. કહેવાનો ભાવ એ છે કે બધાએ ધાર્મિકજનની સંખ્યા વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. હવે તેમાંથી પ્રમાણથી પૂરવાર થાય તે સ્વીકારાય બીજું નહીં તેથી સર્વના અભિપ્રાયની પરીક્ષા કરવી જોઈએ. ૫૪. હવે પ્રભુ! એ પ્રમાણે જ છે તેથી જલદીથી પરીક્ષા કરો અને અમારા મનમાં રહેલ સંશયનું નિવારણ કરો એમ લોકે કહ્યું. અથવા તો સ્વાધીન સ્વામીને જીવો જીવો એમ કોણ આશીષ નથી આપતું? પપ. અભયે શંખ જેવા સફેદ અને વાદળ જેવા કાળા બે દેવાલયો જલદીથી તૈયાર કરાવ્યા. તેમાં શંખ જેવા સફેદ દેવાલય સજ્જનોની કીર્તિને ઝગઝગાટ કરતું હતું અને વાદળ જેવો કૃષ્ણ દેવાલય દુર્જનની અપકીર્તિને ફેલાવતું હતું. પ૬. અભયકુમાર નીતિના એક માર્ગમાં રહ્યો અને ડિડિમથી મોટેથી ઘોષણા કરાવી કે જે કોઈ આ નગરમાં ધાર્મિકજન હોય તે સર્વે પણ જલદીથી હાથમાં બલિ લઈને જેમહંસનું વૃંદ માનસરોવરમાં આવે તેમ શંકારહિત દેવાલયોમાં આવે અને જે પાપી આત્મા હોય તે જેમ ડુક્કર કાદવવાળા ખાબોચિયામાં પેશે તેમ કૃષ્ણ દેવાલયમાં પ્રવેશે. ૫૮. આ સાંભળીને ઘણો લોક ચારે બાજુથી શુભ દેવાલયમાં પ્રવેશવા ઉમટ્યો. જેમ સારા ઉચિત કરિયાણાની રાશિને ધરાવતી બજાર ખૂલે છતે ધસારો થાય તેમ તે મંદિરના દરવાજે આવ્યા અને એક દરવાજેથી પ્રવેશીને બીજે દરવાજે નીકળ્યા. જેમ ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય વૈતાઢ્ય પર્વતની વિશાળ ગુફામાં પ્રવેશે તેમ. ૬૦. અરે! તું ધર્મિષ્ઠ કેવી રીતે છે સ્પષ્ટ કહે. તું ધમષ્ટિ કેવી રીતે છે તે કહે એમ રાજાના માણસોએ એકેકને ગંભીર સ્વરથી પૂછ્યું. ૧. કોઈકે કહ્યું હું ખેડૂત છું પંગુ વગેરેના ઘરે ધાન્યના ઢગલા વરસાવું છું. પોતાના ટોળાની સાથે આવેલા પક્ષીઓ મારા ધાન્યના કણોને ચણીને સુખપૂર્વક જીવે છે. ૨. આ સર્વલોક રાજા, દાની ગૃહસ્થ પણ અથવા તો યતિ અને બીજા પણ સર્વ ત્યાં સુધી જ સ્વસ્થ રહે છે. જ્યાં સુધી પોતાની કુક્ષિમાં ઉત્તમ ભોજન પડેલું હોય. ૩. તે ધાન્યને ઉત્પન કરતા મારામાં કેવી રીતે ધાર્મિકત્વ ન હોય? પછી પ્રશ્ન કરાયેલ બીજા બ્રાહ્મણે જલદીથી કહ્યું હું પોતાના ષટ્કર્મ કૃત્યને આચરનારો છું. બીજાઓને જે કરવું દુષ્કર છે તે બકરાદિના ઘાતથી યજ્ઞસમૂહને હું હંમેશા જ કરું છું. અને તે હણાયેલ પશુઓ–દેવલોકમાં જાય છે. વિવિધ પ્રકારના દેવીઓના આલિંગનને પામે છે. ૬૫. રાત્રિ-દિવસ શુદ્ધ અગ્નિના હોમથી સમસ્ત દેવલોકને પ્રમોદથી ખુશ કરું છું. ખુશ થયેલ દેવો પૃથ્વી ઉપર વરસાદ વરસાવે છે. ધાન્યની નિષ્પત્તિ થાય છે અને તેનાથી લોક સુસ્થિત બને છે. ૬. મારા આપેલ લગ્નના મુહૂર્તીથી સર્વલોક વિવાહાદિને કરે છે. પછી તેઓ હર્ષથી સાંસારિક સુખ ભોગવે છે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy