SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૭૨ આચરણ કરે ? ૬૪. શ્રેણીક રાજાએ આને રજા આપી. ઉચિત કે અનુચિત માગણી હોય તો પણ વરદાનને નિષ્ફળ કરવું ઠીક નથી. ૫. નવી કુલવધૂની જેમ વિવિધ પ્રકારની વાહન આદિની સામગ્રી તૈયાર કરીને મારી સાથે ચાલી. ૬ ૬. જુદા જુદા આકર–પુર–ગામના સંકુલથી યુક્ત પૃથ્વીતલને જોતો ખુશ થતો હું ઉજ્જૈની પુરી પહોંચ્યો. ૬૭. પ્રવેશનું મુહૂર્ત નહીં હોવાથી નવી પરણીત વધૂની જેમ મેં તેને નગરની બહાર રાખી. ૬૮. પત્ની વિશે ઘણો ઉત્કંઠિત હોવા છતાં પણ વેશ્યાના વચનથી શંકામાં પડેલો હું એકલો જ હાથમાં તલવાર લઈને ગયો. ૬૯. મેં રાત્રે એક શય્યામાં બીજા પુરુષની સાથે સૂતેલી પોતાની સ્ત્રીને જોઈ. ૭૦. હું ક્રોધે ભરાયો. અથવા તો પત્ની બીજા પુરુષ સાથે વાત કરતી હોય તો તે પણ સહન કરવું શક્ય નથી. તો આ સહન કરવું કેવી રીતે શક્ય બને ? ૭૧. કરુણા વિનાના મેં સ્થાનમાંથી તલવાર ખેંચીને તેનું માથું ઉડાવી દીધું. ક્રોધી ખરેખર યમ છે. ૭ર. હવે મારી આ પાપિણી પત્ની શું કરે છે તેને જાણવાના હેતુથી જેમ દિવસે ઘુવડ સંતાઈ જાય તેમ હું અંધકારના પુરમાં છુપાઈ ગયો. ૭૩. જારના શરીરમાંથી વહેતો લોહીના રેલાનો સ્પર્શ થવાથી સાક્ષાત્ માયાની વેલડી ક્ષણથી જાગી ગઈ. ૭૪. આ શું એમ સંભ્રમ પામેલી મરેલા હૃદયવલ્લભને જોઈને જેમ ધન ખોવાઈ જાયને ઉંદરડી ખેદ પામે તેમ પરમ ખેદને પામી. ૭૫. કોઈ કંઈપણ હકીકત ન જાણે એ હેતુથી તેણીએ જરા પણ સીત્કાર ન કર્યો. અથવા ધૂર્ત કે લૂંટાઈ ગયેલો બાવીશ નિસાસા નાખે. ૭૬. સર્વ બાજુથી દિશાઓને જોઈને મનમાં નિર્જન પ્રદેશ છે એમ જાણતી શ્રીમતીએ જારના કલેવરને ખાડામાં દાટ્યો અને જાણે પોતાના આત્માને દુર્ગતિમાં ન નાખતી હોય ! ૭૭. શોકના ભયથી પૂરાયેલી તેણીએ ધૂળથી ખાડાને પૂરી દીધો અને લોહીથી ખરડાયેલી ભૂમિનું છાણથી લિંપન કર્યું.૭૮. ફરી આ પાપિણી સૂઈ ગઈ. અથવા ભાવ નિદ્રાથી સૂતેલી આની ઊંઘ સદાકાળની હોય છે અર્થાત્ ભાવનિદ્રાળુ દિવસ અને રાત ઊંઘતો જ હોય છે. ૭૯. પત્નીની ચેષ્ટા જોઈને હું ચિત્તમાં અત્યંત વિસ્મિત થયો. સાપણ જેવી સ્ત્રીઓની ગતિ અત્યંત કુટિલ હોય છે. ૮૦. ખરેખર સ્ત્રીઓ શસ્ત્ર–અગ્નિસિંહ-વાઘ– સાપ-વૃશ્ચિક—વેતાલ-પ્રેત-ભૂત સમાન હોય છે. ૮૧. શસ્ત્રથી ભૂત સુધીના જીવોને છંછેડીએ તો જ મારે છે પણ અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે સ્થિતિમાં સ્ત્રીઓ મારકણી બને છે. ૮૨. પત્નીનું દુશ્ચરિત્ર ઘણું સાંભળવા છતાં હું તેના ભાવને ન ઓળખી શકયો. અથવા પાતાળ કુવાનું તળિયુ કોણ માપી શકે ? ૮૩. બહુદષ્ટ (ઘણો જ્ઞાની) હોય તો પણ સ્ત્રીઓના હૃદયને જાણવા સમર્થ નથી. કોણે આકાશ પ્રદેશના અંતને જોયો છે ? ૮૪. ઉચ્ચકુળમાં જન્મેલી હોવા છતાં, ધન દોલતથી તરબળો કરી દેવામાં આવે છતાં કાંઠાની મધ્યમાં રહેલી નદીની જેમ સ્ત્રી નીચ સ્થાને જાય છે. ૮૫. સ્ત્રીઓની મનોવૃત્તિ પવનથી પણ ચંચળ છે. તિથી પવન બાંધવો સહેલો છે પણ સ્ત્રીઓ કોઈ રીતે બાંધી શકાય તેમ નથી. ૮૬. જેમ ઉન્માર્ગે ચાલતી નદી બંને કાંઠાનો નાશ કરે છે તેમ કુમાર્ગગામિની સ્ત્રી બંને કુળનો ક્ષય કરે છે. ૮૭. પ્રધાનકુળમાં જન્મેલી હોવા છતાં હા આવી દુરાચારિણી થઈ. ૮૮. તો પછી વેશ્યાઓ ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ? જો પોતાના પુત્રો પણ આપણા થતા નથી તો બીજા આપણા કેવી રીતે થાય ? ૮૯. જે અનેક જારોથી ભોગવાયેલી છે તે મારે ઘરે કેટલો કાળ રહેશે ? અને વળી સ્વાછંધને ભોગવનારી પારતંત્ર્યનો સ્વાદ મેળવી શકતી નથી. ૯૦. તેથી રોગ જેવા દારૂણ ભોગોથી સર્યું. વેશ્યાને પોતાના સ્થાને મૂકીને હું હમણાં પોતાનું કાર્ય સાધું ૯૧ એમ વિચારીને હે મંત્રીન્દ્ર ! ભવનમાંથી જલદીથી નીકળીને ઉધાનમાં પહોંચી વેશ્યાને આ પ્રમાણે કહ્યું : ૯૨. તેં મારી સ્ત્રીને જેવી જાણી તેવી જ નીકળી છે. ખરેખર સ્ત્રીના સ્વભાવને સ્ત્રી જ જાણે છે. ૯૩. તેથી આવ ફરી આપણે રાજગૃહમાં જઈએ. વિષની જેમ જાણીને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy