SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અભયકુમાર ચરિત્ર નામનો શ્રેષ્ઠી હતો જે ઉત્તમ ગુણોની ખાણ હતો. તે હંમેશા સ્કૂલ (ઉદાર) લક્ષવાળો હોવા છતાં પણ કયારેય સ્થળ (જળ) લક્ષવાળો ન હતો. અર્થાત્ જડબુદ્ધિ નહતો. ૪૬. ભદ્રા હાથિણીની જેમ દાનવાળી હોવા છતાં પણ મદના લેશ વિનાની. અર્થથી અને નામથી તેને સુભદ્રા પત્ની થઈ. ૪૭. પ્રીતિથી પોતાના કુલાચારનું પાલન કરતા તે બેનો હું કુલસંતતિના તંતુ સમાન પુત્ર થયો. ૪૮. અગણ્ય પુણ્ય અને લાવણ્યમય તથા અતિશય રૂપને ધારણ કરતી બુદ્ધિમતિ (બુદ્ધિવાળી) શ્રીમતી નામે મારી પત્ની થઈ. ૪૯. હે ધીનિધિ! આને મારા ઉપર કોઈક લોકોત્તર સ્નેહ હતો. તેણીએ શાંતિ સ્નાત્રના જળની જેમ મારું પાડધોવાણ પીધું. ૫૦. આનામાં અતુલ્ય વિનય હતો. હું તેનું આસન, શયન, ભોજનના વિષયમાં જે કંઈ પણ વિપ્રિય કરતો તો પણ તે મારા ઉપર સમાન દષ્ટિ રાખતી હતી. ૫૧. અમૃતના પુંજ જેવી, તથા કલ્યાણકારિણી પત્નીને માનતા મારો પ્રીતિથી કેટલોક કાળ પસાર થયો. પર, એકવાર તેણીએ મને કહ્યું હે સ્વામિન્ ! મને મૃગના પૃચ્છનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે. નવી વસ્તુમાં કોને રૂચિ ન હોય? ૫૩. મેં કહ્યું : હે કમલાક્ષી ! મૃગના પૃથ્થો કયાં છે તે મને કહે જેથી હું તેનું માંસ લાવી આપું. ૫૪. પત્નીએ કહ્યું : હે નાથ ! રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાના ઘરે છે કૃત્રિકાપણમાં શું પ્રાપ્ત ન થાય? ૫૫. હે મહામંત્રિનું! પછી હું તમારા નગર તરફ ચાલ્યો. પ્રાણીઓને કોઈ નિમિત્ત વિના દેશનું દર્શન થતું નથી. ૫૬. જાણે આગળ અરણ્યમાં રહેવા માટે અભ્યાસ કરવાની શરૂઆત ન કરતો હોઉ તેમ બહાર ઉદ્યાનના વૃક્ષની સુશીતલ છાયામાં વિશ્રામ કર્યો એમ અમે માનીએ છીએ. પ૭ તે વખતે નગરમાં મોટો મહોત્સવ ચાલતો હતો તેથી અલંકાર અને નેપથ્યથી સજ્જ બનીને પણાંગણનાઓ નગરની બહાર નીકળી. ૫૮. વિટુ (જાર) જેવા પુરુષો પણ ક્રીડા કરવા બહાર નીકળ્યા. શું વિદૂષકો વિના નાટક ભજવાય? ૧૯. ઉધાનમાં હર્ષપૂર્વક વિવિધ ક્રીડાઓ કરીને વિટોની સાથે વેશ્યાઓ જલદીથી જળ ક્રિડા માટે સરોવરમાં પડી. ૬૦. હું પહેલો હું પહેલો એવા અહંપૂર્વિકાના ભાવથી તેઓ જલદીથી જળમાં પ્રવેશ્યા ત્યારે સરોવરનું પાણી ઉછળ્યું. જડો વડે અન્યનો વેગ (ઉત્સાહ) સહન કરવો શક્ય નથી. ૬૧. આ લોકોએ સરોવરમાં ઉન્મજ્જન નિમજ્જન કર્યું તે જાણે એમ સૂચવતું હતું કે આપણે પણ ભવમાં આવું કર્યું છે એમ હું માનું છું. ૨. વહાણની જેમ ચારે બાજુ ઉછળતા મોજાના નિર્મળ પાણીના પૂરમાં આ લોકો તિરૂચ્છા પ્રવેશ્યા. ૬૩. અર્થાત્ ડૂબકી મારવા લાગ્યા. ૩. તેઓ સ્નાન કરતા હતા ત્યારે ચક્રવાક વગેરે પક્ષીઓ ત્રાસ પામ્યા. પાણીને આશ્રયે રહેલા જીવોને કયાંયથી અકતોભયતા હોય? અર્થાતુ ન હોય. કહેવાનો ભાવ એ છે કે જળ અને જડ (મૂરખ)ને શરણે રહેલાઓને હંમેશા ભય હોય છે. ૬૪. લટકતા કેશપાશવાળી સ્ત્રીઓના મુખો ગંધમાં લુબ્ધ થયેલ ભમરાઓના સમૂહોને ધારણ કરતા કમળોની જેમ શોભ્યા. ૬૫. પુષ્પ, પલ્લવ, સત્પન્ન ફળથી યુક્ત વેલડીઓ જાણે ન હોય, તેમ મોતી-વિદ્રુમવૈડૂર્ય-સ્વર્ણના આભૂષણ ધરાવતી ભુજાઓ શોભી. દ૬. તેઓના શરીર પરના કુકમના વિલેપનથી સરોવરનું પાણી રાગ (રંગ)વાળું થયું. જડજીવોને સ્ત્રીઓના સંગમાં કેટલી વીતરાગતા હોય? ૬૭. અપ્સરાઓમાં ઈન્દ્રિયાણીની જેમ પણ્યાંગનાના સમૂહમાં રૂપલક્ષ્મીની પરમાવધિ મગધસેના વેશ્યા હતી. ૬૮. જેમ પતંગિયો દીપની શિખામાં લોભાય તેમ ત્યારે આકાશમાં સંચરતો કોઈક વિધાધર યુવાન મગધસેના વેશ્યા ઉપર લોભાયો. ૬૯. જેમ રાવણે સીતાને ઉપાડી તેમ પરિણામનો વિચાર કર્યા વિના ગગનતળમાં વિચરતા આણે રાગથી વેશ્યાને ઉપાડી. ૭૦. અહો ! સાકરની અંદર કાંકરો કયાંથી આવ્યો ૧. અકતોભયતા - કયાંયથી પણ ભય ન આવે તે અકતોભય અને તેનો ભાવ તે અકતોભયતા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy