SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૬૨ કપટથી વિષને ખાય છે. દ૯. આ સ્ત્રીઓ કુળથી વશ કરાતી નથી, રૂપથી વશ કરાતી નથી, મનથી વશ કરાતી નથી. ૭૦. પણ મહારાગ એવા કામરાગથી ગ્રસ્ત થયેલ દષ્ટિવાળા કેટલાક જીવો સ્ત્રીઓને બીજી રીતે જુએ છે તથા તેઓનું વચન છે કે હું સાચું કહું છું. હિતકારી કરું છું. ફરી ફરી સારભૂત કહું છું કે આ અસાર સંસારમાં મૃગાક્ષી સ્ત્રીઓ સારભૂત છે. ૭ર. પ્રિયાનું દર્શન જ થાઓ, બીજાનું દર્શન કરવાનું શું કામ છે? જે સરાગચિત્તથી પણ મોક્ષ પમાય છે. ૭૩. તેથી મેં ગૃહવાસને છોડીને દીક્ષા ગ્રહણ કરી કારણ કે તે દીક્ષાના પાલનમાં સ્ત્રીના વસ્ત્રના છેડાનો સ્પર્શ પણ ઈચ્છાતો નથી. ૭૪. તેથી તે બુદ્ધિના ધામ અભય ! મેં સુસ્થિત આચાર્ય ભગવંત પાસે મરણનો નાશ કરનારી ભાગવતી દીક્ષા લીધી. ૭૫. હે નીતિજ્ઞ ! મને આ મહાભય હમણાં યાદ આવી ગયો. પટજ્ઞાનથી (ક્ષયોપશમ ભાવના જ્ઞાનથી) ઉત્પન થયેલ સંસ્કાર કોની સ્મૃતિ માટે ન થાય? ૭૬. અંજલિ જોડીને અભયકુમારે મુનિને કહ્યું : હે ભગવન્! પૃથ્વીતલ ઉપર તમે કૃતપુણ્ય છો જે તમને ભવનો નિગ્રહ કરનાર સ્થિર વૈરાગ્યે થયો. કારણકે ઘણું કરીને મર્કટ (વાંદરો) વૈરાગ્ય જીવોને થાય છે. ૭૮. ભય વિનાનો અભય જ્યારે ત્રીજા પહોરમાં ભાવના ભાવતો હતો ત્યારે ધનદ સાધુ વસતિમાંથી બહાર નીકળ્યા. ૭૯. સૂરિના કંઠમાં રહેલા હારને જોઈને આ મુનિ વિદ્યતના ઝબકારાની જેમ ક્ષણથી એકાએક કંપ્યા. ૮૦. અહો ! કર્મના વિપાકને નહીં જાણતા કોણે આવું કર્મ કર્યું છે ? અને પોતાના આત્માને મહાગાધ ભવસમુદ્રમાં ડુબાડ્યો છે. ૮૧. કલંક આપવાના હેતુથી કોઈક શત્રુએ આ કાર્ય કર્યું છે. કારણ કે પાપીઓને કોઈ અકૃત્ય અકૃત્ય લાગતું નથી. ૮૨. અથવા કોણ નિષ્કલંકોને કલંક આપવા સમર્થ થાય? ચંદ્ર ઉપર ફેકેલી ધૂળ શું ચંદ્રને ચોંટે? ૮૩. આજ કારણથી ખરેખર અભય વ્યાકુલ વર્તે છે. અથવા આવા પ્રકારના હારની ચોરીમાં અભયની વ્યાકૂલતા સ્થાને છે. ૮૪. એ પ્રમાણે કાર્ય થયે છતે હું જાણતો નથી શું થશે? અથવા ચિંતાથી સર્યું જે થવાનું હશે તે થશે. ૮૫. પોતાના પહોરમાં સૂરિની સેવા કરીને ભય પામેલ મુનિ 'અતિભય' એમ ધીમેથી બોલીને વસતિમાં પ્રવેશ્યા. ૮૬. અભયકુમારે પૂછ્યું : તમને ભય કયાંથી? સુખના એક ધામ મોક્ષમાં દુઃખનો પ્રવેશ કયાંથી હોય? ધનદ મુનિએ કહ્યું : તું (અભય) જે કહે છે તે પ્રમાણે છે એમાં કોઈ સંશય નથી. યતિઓ સાત ભયથી મુક્ત હોય છે. ૮૮. માત્ર ગૃહસ્થાવાસમાં મેં જે ભય અનુભવ્યો તેનું સ્મરણ થયું. અથવા કોનું મન સદા એક ધ્યાનમાં ટકી રહે? ૮૯. અભયે કહ્યું હું તમારી આ કથાને સાંભળવા ઈચ્છું છું. ખરેખર સજ્જન પુરુષોના ચરિત્રો અમૃત કરતા પણ ચડી જાય છે. ૯૦. તેણે કહ્યું : હે શ્રાવક! જો તમારે સાંભળવાની ઉત્કંઠા હોય તો સંભળાવું છું કારણ કે અહીં ભુખ્યો લોક ભોજન કરાવાય છે. ૯૧. ધનદમુનિનું કથાનક અવંતિ નામના દેશમાં જે મોટા કુટુંબોને વસવા માટે ઉદ્યાન સમાન એક ગામ હતું. તે ગામમાં ઘણાં પુષ્ટ ગોકુલો હતા. એકવર્ણવાળું હોવા છતાં તે ચાર પ્રકારના વર્ણવાળા લોકોથી શોભતું હતું. તે ગામનો રહેવાસી ક્ષાત્ર તેજથી સુંદર હું ક્ષત્રિય હતો. વળી હું સૌષ્ઠવ શરીરને ધરાવતો હતો. ૯૩. અવંતીદેશમાં વસતા શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલ ક્ષત્રિયની રૂપવતી પુત્રી હતી. હે મંત્રિનું ! પરિણામને નહીં જાણતા પાપની મૂર્તિ આ લક્ષ્મીને ઉતાવળથી પરણ્યો. કામીઓને વિચારણા હોતી નથી. ૯૫. એકવાર હું પત્ની તેડવા આનંદ સહિત ચાલ્યો. જમાઈ સસરાના ઘરને પોતાના ભંડારની જેમ માને છે. ૯૬. હાથમાં તલવાર લઈને હું એકલો માર્ગમાં ચાલવા લાગ્યો. જે ક્ષત્રિયો બીજાને સહાય કરે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy