SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૫૨ વિદ્વાન જ કથા રસને જાણે છે. ૭૩. શિવમુનિની કથા ઘણાં ફળવાળા કેળવૃક્ષોથી દેવલોકની લક્ષ્મીને જીતનારી ઉજ્જૈની નામે નગરી છે. ૭૪. ચરણના ઝાંઝરના ક્ષેપ અને હાવભાવથી ઘણું સુંદર નર્તકીનું નૃત્ય જોઈને આ નગરી જાણે અધિક ઉત્કંઠિત થઈ. ૭૫. જે નગરીમાં પ્રાસાદના શિખરો ઉપર સંઘની કીર્તિઓ મંદપવનથી ફરકતી શ્વેત ધ્વજાના બાનાથી નાચી ઉઠી. ૭૬. તે નગરીમાં અન્યોન્ય-અસંગતિ–પ્રત્યેનીક, વ્યાઘાત અને સંકર, અતિશયોક્તિ, વ્યાજોકિત, પ્રસ્તુતોક્તિ, સહોક્તિ, અધિક્ષેપ, સંદેહ, અર્થાતરન્યાસ દીપક વિરોધ, ઉપહતિ અને ભ્રાન્તિ વગેરે પદોનો પ્રયોગ કાવ્યમાં હતો પણ લોકમાં નહીં. ૭૮. એ નગરી આખી સમૃદ્ધ હતી છતાં તેમાં શિવ અને શિવદત્ત નામના બે દરિદ્ર ભાઈઓ રહેતા હતા. અથવા ભાગ્યે જ ફળે છે. ૭૯. એકવાર અમે (શિવ અને શિવદત્ત) ધન કમાવા સુરાષ્ટ્ર દેશમાં આવ્યા. જ્યારે ધનવાનો પણ બીજા સ્થાને ધન કમાવાની ઈચ્છા કરે છે. (તો નિર્ધનોની શું વાત કરવી?) ૮૦. અમે બંને ત્યાં લાંબા કાળ પછી ઘણું ધન કમાયા કયારેક નિર્ગુણોને પણ સુંદર દશા આવે છે. ૮૧. અને ધનને કોથળીમાં નાખીને સારી રીતે સીવીને સાચવ્યું. ફૂલ પણ રસને પાંદડાની અંદર ધારણ કરે છે. ૮૨. હે ગૃપનંદન (અભયો ! અમે બંનેએ તે નકુલ (દાબડા)ને કેડમાં સજ્જડપણે બાંધ્યો. નિર્ધન માણસો મેળવેલા ધનને આદરથી ન સાચવે ? ૮૩. કુટુંબને મળવા ઉત્કંઠિત બનેલા અમે બે પોતાની નગરી તરફ ચાલ્યા. ઉપાર્જન કરેલી લક્ષ્મીને કેવળ સ્વયં જ ભોગવે તો એમાં પુરુષવ્રત ક્યાં રહ્યું? ૮૪. અમે બંનેએ માર્ગમાં નકુલને વારા ફરતી ઉપાડ્યો. અથવા બળદો ઘાણીને પણ વારાફરતી ચલાવે છે. ૮૫. હે મંત્રિનું! જ્યારે નકુલક મારી પાસે હતો ત્યારે પાપ અને લોભને વશ થયેલો હું વિચારવા લાગ્યો. ૮૬. ભાઈને મારીને જલદીથી ધન સ્વયં હાથ કરી લઉં. બે ભારંડ પક્ષીઓ ભક્ષ્યને પોતપોતાના મુખથી ખેંચે છે. ૮૭. નકુલક ભાઈના હાથમાં હતો ત્યારે તેને એવો જ દુષ્ટ વિચાર આવ્યો. જેની પાસે લક્ષણ છે તેની પાસેથી દુર્ગધ જતી નથી. ૮૮. શત્રુની જેમ આવા પ્રકારની મનોવૃત્તિ ધરાવતા અમે બે જાણે વૈતરણી ન હોય એવી ગંધવતી નદી પાસે પહોંચ્યા. ૮૯. તેની મધ્યમાં નરકાવાસ જેવું મોટું સરોવર છે. જે જળ–શેવાળથી ભરેલો છે, વિવિધ પ્રકારના જળચરોથી યુક્ત છે. ૯૦. થાક દૂર કરવા અમે બે તેમાં હર્ષથી પ્રવેશ્યા. મુસાફરો માર્ગમાં પાણી મળી જાય તો સ્વર્ગ મળ્યું એવો આનંદ માને છે. ૯૧.બાહ્યમળ અને દુર્ગાનથી ઉત્પન્ન થયેલ બીજો અંદરનો મળ એમ બેવડા મળ ને અમે કેવી રીતે સહન કરી શકીશું એમ વિચાર કરી શરીરનો મેલ ધોવા અંદર પડ્યા. ૯૨. તે વખતે પાણીના પૂરથી શરીરને ધોતા જાણે કર્મ મળનો અપગમ ન થયો હોય તેમ મને શુભ વિચાર આવ્યો. ૯૩.અહો ! મેં પાપીએ સતત અત્યંત વત્સલ પણ ભાઈ ઉપર કેવા મહાપાપને વિચાર્યું! ૯૪. આ નકુલક નક્કીથી ધન નથી પણ અનર્થ છે જે દષ્ટિકોણથી વસ્તુ જોવાય છે તે દષ્ટિકોણથી વસ્તુની વ્યવસ્થા કરાય છે. ૯૫. ભાઈના વધની બુદ્ધિને ઉત્પન્ન કરનાર આ ધનથી સર્યું. મારનારી સોનાની તલવાર શું કામની ? ૯૬. એમ નિશ્ચય કરીને મેં સરોવરમાં નકુલકને નાખી દીધો. શું સાપ દુઃખદાયી કાંચળીને ઉતારતો નથી? ૯૭. શિવદત્તે કહ્યું હે ભાઈ! પોતાની હાનિ અને લોકમાં હાસ્યાસ્પદ એવું બાળક જનને ઉચિત આ શું કર્યું? ૯૮. મોટા કષ્ટથી ચણેલા ઊંચા પ્રાસાદના શિખર ઉપર શિલાને ચડાવીને ગાંડો ક્ષણથી તેને નીચે ફેંકે તેમ ઘણો માર્ગ કાપીને નગરની નજીક આવીને તે પાણીના પૂરમાં નકુલક ફેંકી દીધો. ૨૦૦. મેં કહ્યું હે ભાઈ ! આ નકુલક મારી પાસે હતો ત્યારે મને તારા ઉપર જે દુષ્ટ બુદ્ધિ થઈ તે શત્રુ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy