SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૫૦ આધારે દિવસ અને રાત્રિમાં પ્રેક્ષા અને ભિક્ષાના કાળને સતત જાણે. ૧૭. હંમેશા એકત્વાદિ ભાવના એ રીતે ભાવે કે ગુરુ આદિમાં પણ મમત્વ ન રહે તો બીજાની શું વાત કરવી. તે આ પ્રમાણે- ૧૮. મારો આત્મા આનંદ-દર્શન-જ્ઞાન-સમ્યકત્વ વીર્યથી યુક્ત છે. બાકી બધું મારા આત્માથી પર છે. ૧૯. ધન મારું નથી, ઘર મારું નથી, મિત્ર–પત્ની પત્રો વગેરે મારા નથી, ઉપકરણ મારા નથી, શરીર પણ મારું નથી. ૨૦. આ ધર્મ બાંધવો મારા નથી. મારું કંઈ નથી આ પ્રમાણે જેનું મમત્વ છેદાઈ ગયું છે એવા સાધુને ઉત્તમ નિઃસંગતા થાય છે. ૨૧. આચાર્ય, પદસ્થ કે બીજો કોઈ મમતાનો આશ્રય નથી. જ્ઞાનાદિ ગુણો જીવને સુગતિમાં થઈ જાય છે. અને જ્ઞાનાદિને આપનારા સુગતિમાં લઈ જાય છે. ૨૨. છેલ્લી તુલના કાયા અને ચિત્તના ભેદથી બે પ્રકારની છે. તેમાં પ્રથમ કાયોત્સર્ગ વિધિમાં શક્તિ ફોરવવી અને બીજી વૃતિ ધારણ કરવી તે છે. ૨૩. આ બંને પ્રકારનું બળ અભ્યાસથી થાય છે. અહીંયા લખી–મલ આદિ અનેક ઉદાહરણો છે. ૨૪. સામાન્ય જનને દુઃકર જિનકલ્પનો આચાર આગમમાં ઘણાં પ્રકારે કહેલો છે. ૨૫. તે વખતે સુસ્થિત નામના આચાર્ય સત્ત્વની તુલના કરતા ઉપાશ્રયની બહાર કાઉસ્સગ્નમાં નિશ્ચલ રહ્યા. ૨૬. આ બાજુ હારની શોધમાં ફરતા અભયકુમારના છ દિવસ રાત પસાર થયા અને સાતમો દિવસ શરૂ થયો. ૨૭. તો પણ જેમ અગાધ સમુદ્રમાં ડૂબેલા વહાણનો પત્તો ન લાગે તેમ ક્યાંય હારનો પત્તો ન લાગ્યો. ૨૮. ત્યાર પછી અભયે વિચાર્યું. કયાંય હારનો પત્તો લાગ્યો નથી. પિતાએ આપેલ સમયની મુદ્દત હવે એક રાત્રિ છે. ર૯. હાર ન શોધી આપનારને રાજા શું શિક્ષા કરશે તે હું જાણતો નથી. આજ્ઞાનું પાલન થાય ત્યાં સુધી જ સ્વામીઓ સારા છે. ૩૦. ખુશ થયેલા સ્વામીઓ ચાકરો ઉપર સારું વર્તન રાખે છે. વિફરે તો દૂર રહેલા જ બાળે છે. ૩૧. આ રાત્રે હું ધર્મધ્યાનમાં રહું. કદાચ આવેલું સંકટ ટળી જાય. ૩૨. ધર્મના પ્રભાવથી સર્વ વસ્તુમાં સારભૂત હાર મળી પણ જાય. ધર્મ જ વિપત્તિઓનો નાશ કરીને કલ્યાણ કરે છે. ૩૩. એ પ્રમાણે નિશ્ચય કરીને અભયે વસતિમાં (ઉપાશ્રય)માં આવીને પરમ ભક્તિથી મુનિઓને વંદન કર્યું. ૩૪. સાધુઓની ઉપાસના કરીને અભયે અવ્યાપાર પૌષધ ગ્રહણ કર્યો. (આહાર પૌષધ, શરીર સત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારના પૌષધ છે. તેમાંથી અવ્યાપાર પૌષધને કર્યો.) મનિપણાની સુખની ઈચ્છાથી દર્ભના સંથારામાં રહ્યો. ૩૫. એટલામાં કોઈક સમુદ્રમાં હારને મૂકી દીધો હોય તેથી હું તેને હજાર દીર્ઘકિરણોથી તપાસ કરું. ૩૬. એ પ્રમાણે ખરેખર સૂર્યને મતિ ઉત્પન્ન થઈ એટલે અસ્ત પામવાના બાનાથી સૂર્ય જલદીથી સમુદ્રની મધ્યમાં પ્રવેશ્યો. ૩૭. ઘણાં લાલવર્ણના વાદળોથી આકાશને તાંબા જેવું લાલચોળ કરતી સંધ્યાએ ભુવનોદરને હર્ષિત કર્યા. ૩૮. નંદાપુત્ર વડે નહીં પકડાયેલ હારના ચોરનારના યશને લખવા માટે કાજળ જેવા શ્યામ અંધકારે વિશાળ નભ પટ્ટને લેપ્યો. ૩૯. અહીં (આકાશમાં) ફૂલો નથી એવા પોતાના અપવાદને ભૂંસવા આકાશે તારાના બાનાથી ફૂલોને બતાવ્યા. ૪૦. મેં ફૂલો બતાવ્યા હવે ફળને બતાવું એમ આકાશે ચિત્તમાં નિશ્ચય કર્યો. ૪૧.લંછન સહિત વિદ્ગમ જેવા લાલ ચંદ્રબિંબના ઉદયના બાનાથી આકાશે સુવ્રત અને સુપરિપક્વ પોતાના ફળને બતાવ્યું. ૪૨. જેમ સદ્ગુરુ વાણીથી ભવ્ય જીવોને તરબોળ કરે તેમ ચંદ્રમાએ ચાંદનીથી ચરાચર જગતને તરબોળ કર્યું. ૪૩. મણિકારના પુત્રે તે વખતે ચિત્તમાં વિચાર્યુઃ આ હાર મારે ઘર નથી આવ્યો પણ સંધિવા ઉત્પન્ન કરે ૧. લંખ - વાંસ ઉપર દોરડું બાંધીને તેના ઉપર નાચ કરનાર લંખ કહેવાય છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy