SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૦ મારી બે આંખોનું કાર્યણ (મંત્ર-મુગ્ધ) કરનાર આના બે સ્તનો પુષ્ટ અને ભરાવદાર છે આનાથી ભય પામેલ બે કુંભો જાણે હાથીને શરણે ન ગયા હોય એમ લાગે છે. ૬. અહો ! આની સરળ આંગળી રૂપી પલ્લવથી યુક્ત બે રમ્ય ભુજાઓ સ્ત્રીપુરુષના મનોવાંછિત પૂરવા માટે જાણે બે કલ્પલતા હતી. ૭. ખાનો રેખાથી યુક્ત અને શંખ સમાન ગોળાકાર કંઠરૂપી કંદલ નિશ્ચલ મુખરૂપી કમળના નાળના વિભ્રમને ધારણ કરે છે. ૮. આના ગોળાકાર મનોહર મુખથી હંમેશા પરાભવ કરાયેલ ચંદ્ર શૂન્યભાવને પામ્યો છે એમ હું માનું છું. ૯. આના નીચેના હોઠે બીજા લાલવર્ણવાળા વિદ્રુમમણિનો પરાભવ કર્યો. ચિત્તમાં નહીં સમાતો મશીરાગ શું મુખદ્વારથી ન નીકળી ગયો હોય ! એવી તે હતી. ૧૦. કોઈ વડે રતિની ભ્રાન્તિથી બે મચકુંદની માળાથી પૂજાયેલી બે સફેદ પંક્તિભૂત થયેલી દાંતોની શ્રેણી શોભી. ૧૧. જેમ વિવાદ કરતા બે વાદીઓની મધ્યમાં સભ્યનો સમૂહ શોભતો હોય તેમ આની બે આંખની વચ્ચે રહેલ સરળ નાસિકા શોભી. ૧૨. જેમ પરાભવ પામેલાઓની મૈત્રી પરાભવ પામેલની સાથે નિશ્ચિતપણે થાય છે તેમ આની આંખો વડે જિતાયેલો નીલકમળ ચંદ્રના શરણે થયો. ૧૩. કમળોને પરાભવ કરીને તમાલપત્ર જેવી શ્યામ સ્નિગ્ધ રોમરાજીથી શોભતી બે ભ્રકુટિ ઉપર બે વીર પટ્ટો બંધાયા. ૧૪. આના ખભા સુધી લટકતા સુંદર આકારવાળા બે કાન યુવાનોના ચંચળ મનને બાંધવા માટે જાણે બે પાશ તૈયાર ન કરાયા હોય તેવા લાગતા હતા. ૧૫. આની આ ભાલસ્થળ સુંદર (ભાતીગર) શાલિકા શોભે છે. શું કામદેવ વડે કર્મપરિણામથી મનુષ્ય દેશમાં પહોંચાડાઈ છે ? ૧૬. આ નંદા પગથી માંડીને મુખ સુધી લાવણ્ય રસથી ભરાયેલી છે, નહીંતર આ દુર્વાંકુરો કેશપાશના બાનાથી માથા ઉપર ન હોત. ૧૭. જેવી રીતે ગૌરી સુવર્ણના અણુઓથી નિર્માણ કરાયેલી છે તેવી રીતે આ નિર્માણ કરાયેલી છે એમ હું માનું છું અથવા તો શું આ હેમકૂટ પર્વત પરથી લવાઈ છે ? ૧૮. આ પ્રમાણે વિચારતો હતો ત્યારે સિદ્ધાંતને ભણતા સાધુની પાદોન પૌરુષી આવી જાય તેમ બજારનું સંચાલન કરનારો અધિકારી જેમ વ્યાપારી લોક પાસેથી કર લે તેમ રાજપુત્રે હર્ષથી નંદાના કરને (હાથને) ગ્રહણ કર્યો. ૨૦. માગશીર્ષ સુદ પુનમના દિવસે રોહિણી અને ચંદ્ર મેરુને પ્રદક્ષિણા આપે તેમ શ્રેણિક અને નંદાએ આવીને વેદિકાના અગ્નિને પ્રદક્ષિણા આપી. ૨૧. શ્રેષ્ઠીએ અગ્વાદિના દાનથી કર મોક્ષ કરાવ્યો. હંમેશા ઉદાર આત્માઓની આવી પ્રવૃત્તિ હોય છે. ૨૨. ઘણાં દ્રવ્યના વ્યયથી તે બેનો હસ્તમેળાપ પ્રશંસનીય થયો. ઘણાં કુસુંભ પુષ્પના રંગથી વસ્ત્ર પણ રંગવાળો થાય છે. ૨૩. શ્રેણિકે વિચાર્યું કે પિતા તરફથી થયેલ તિરસ્કાર પણ મારા કલ્યાણ માટે થયો. માથા ઉપર ફોડલો થયો પણ બે આંખમાં ઠંડક થઈ. ૨૪. પૂજ્ય પુરુષો તરફથી થયેલ તિરસ્કાર પણ કલ્યાણકારી છે પણ નીચનો સત્કાર પણ સારો નથી. આરોગ્યથી પ્રાપ્ત થતું કુશપણું સારું પણ વાને કારણે થયેલું પુષ્ટપણું સારું નથી. ૨૫. પ્રસેનજિતે શ્રેણિકના સર્વવૃત્તાંતને જાણ્યો. બીજા સામાન્ય લોકો પોતાના ચક્ષુથી જુએ છે જ્યારે રાજાઓ બીજાની આંખોથી (ચર પુરુષો મારફત) જુએ છે. ૨૬. આનંદપૂર્વક નંદાની સાથે ઉત્તમ ભોગોને ભોગવતા તેનો દોગુંદક દેવની જેમ કેટલોક કાળ ગયો. ૨૭. જેમ કમલિનીમાં કલહંસ આવે તેમ સુખપૂર્વક સૂતેલી નંદાની કુક્ષિમાં કયારેક કોઈક પુણ્યશાળી જીવ અવતર્યો. ૨૮. ચારેય દિશામાં સમર્થ મદોન્મત્ત હાથીઓને જીતીને યશઃપિંડને પ્રાપ્ત કરીને ચાર દાંતને ધારણ કરતો ન હોય ! સૂક્ષ્મ આંખવાળો જાણે ગર્ભનું સૂક્ષ્મદર્શિત્વ ન જણાવતો હોય ! નિશ્ચિતથી લોકને અભયદાન આપવા સૂંઢ ઊંચી ન કરી હોય ! સતત ચાલતા કાનરૂપી બે પંખાથી આગળ થનારા નંદાના ભાવી બનાવને પ્રગટ ન કરતો હોય ! શોંડિર્યાદિ ગુણોની જેમ શરીરથી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy