SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૬ ૧૩૫ ધર્મની સિદ્ધિ ન થાય. ૭૯. પ્રથમ પહોર પૂરો થયો છે એમ જણાવવા ઘટિકામાં ટકોરો પડ્યો તેથી હું માનું છું કે તેના ઘણાં કર્મરૂપી શત્રુઓના માથામાં ઘાત પડ્યો. ૮૦. અહીં સમયે તેલ ઓછું થઈ જવાથી (તેલ બળી જવાથી) આ દીવાનો પ્રકાશ અતિ ઝાંખો પડી જશે. અહીં ખરેખર કોઈકને કયારેક સ્નેહનો નાશ અભ્યદયનું કારણ બને છે. ૮૧. આપણો સ્વામી અહીં ઘોર અંધકારમાં કેવી રીતે રહેશે? એમ સમજીને શધ્યાપાલિનીએ તેલ પૂર્યું. ખરેખર અજ્ઞાનીનું ચારિત્ર દુ:ખદ છે. ૮૨. જેમ લિંગ સહિતની અભિધા પોતાના વિષયને પ્રકાશિત કરે છે. જેમ પરિભાષાથી શાસ્ત્ર પ્રકાશિત થાય તેમ તે પ્રદીપની શિખાએ આખા ભવનને પ્રકાશિત કર્યું. ૮૩. રાજાના હૃદયમાં ભાવદીપક પ્રકાશતો રહ્યો છે તેથી મારે પ્રકાશવાની શું જરૂર છે એટલે અર્ધરાત્રસમયે, દીવો ક્ષય પામવા માટે વધારે પ્રકાશ્યો. ૮૪. સ્વામીની જેમ ગુણથી યુક્ત, પ્રભાનું ઘર, અંધકારના કંદને દળવામાં સમર્થ એવો આ દીપક પ્રભુને વિષે સ્નેહનો ત્યાગ કરશે એમ સમજીને શય્યાપાલિકાએ તેલ પૂર્યું. ૮૫. જાણે કે આ રાજાના ધ્યાન ઘરમાં રહેલા મણિની સાથે સ્પર્ધા ન કરતો હોય તેમ તેણીએ દીવેટને વધારે તેજ કરીને દીવાને તેજસ્વી બનાવ્યો. ૮૬. રાજા સતત વધતા પરિણામથી ધ્યાન કરે છતે ફરી ચોથો પહોર નજીક આવ્યો ત્યારે દીપક ફરી મંદ થયો. અહીં આપ્તની હાજરી હોય ત્યારે વધવું કેટલું ઉચિત હોય? ૮૭. રાજા ઉપરના વાત્સલ્યથી પોતાના મનથી તેણીએ ફરી તેલ પૂર્યું. મૂર્ખ લોકને અનુસરનારી ભક્તિ વાંદરાએ કરેલી ભક્તિ સમાન હોય છે. ૮૮. હું અત્યંત વિપત્તિઓને પાર પામી ગયો છું. એમ મહા આનંદથી દીવો ચારે બાજુથી વધારે ઉલ્લસિત થઈને પ્રકાશ્યો. ૮૯. ભવવિકારના ભીરુ રાજાએ વિશેષથી ભાવનાને ચિંતવી. હંમેશા આ એક જ જીવ એક ભવમાંથી બીજા ભવમાં નક્કીથી ભમે છે. ૯૦. જીવ એકલો જ નરક સમાન ગર્ભાવાસમાં દુઃખપૂર્વક રહે છે. ઘણાં દુઃખોથી પીડાયેલો જીવ એક જ યંત્ર યોનિમાંથી નીકળે છે. ૯૧. શરણથી રહિત જીવ એક જ ઘણાં પ્રકારની મહાવ્યાધિઓથી પીડાય છે. કર્મને પરાધીન જીવ એકલો જ પોતાના કર્મને ઉચિત ગતિમાં જાય છે. ૯૨. જીવ સકલ પરિગ્રહથી અન્ય છે; તેથી શા માટે શરીર ઉપર મમત્વ રાખવું જોઈએ ? ૯૩. હે જીવ! તે ક્યાં ક્યાં સતત વેદનાનો અનુભવ નથી કર્યો.? તે તે ભવમાં ભાવ વિના તારે બહુ જ અલ્પ નિર્જરા થઈ. ૯૪. જિનવચનને સ્વીકારી શ્રદ્ધાથી સહન કરનારને મહાફળવાળી થઈ. તેથી ઉપસ્થિત થયેલ આ વેદનાને સહન કરી જેથી જલદીથી પ્રયોજન સિદ્ધ થાય. ૯૫. પાપ કર્મના ઉદયથી નરકના ભવમાં જે વેદના પ્રાપ્ત થઈ છે તેના કરતા તો આ વેદના અનંતગુણ હીન છે એ સુનિશ્ચિત છે. ૯૬. અસ્થિર, મલિન, પરવશ શરીરથી જો વિપરીત ગુણવાળો (સ્થિર, નિર્મળ અને સ્વાધીન) ધર્મ કરાય છે તો શું પ્રાપ્ત નથી કરાતું? ૯૭. રાજા જરા પણ ધ્યાનથી ચલિત ન થયો. પુષ્પથી પણ સુકુમાર શરીરવાળો બાકીની રાત્રીમાં વેદનાને સમભાવે સહન કરતો મરણ પામ્યો. ૯૮. સારભૂતના સમૂહવાળાદેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ થયો. જો કે કોઈક કારણથી મોક્ષને ન પામ્યો તો શું દેવપણું પ્રાપ્ત ન થાય? ૯૯. બીજો ક્યો ગૃહસ્થ સભ્યના ઘર આની તોલે આવી શકે? ચિત્ત માત્રથી જેણે આવો અભિગ્રહ કર્યો હતો તેને લીલાથી જ સારી રીતે પાર પમાડ્યો. ૨૦૦. પરમધર્યા વિનાના કેટલાક જીવો સ્વમુખે અભિગ્રહ લઈને યથેષ્ટ બોલનાર બાળકોની જેમ વચ્ચેથી કેમ છોડી દે છે?૨૦૧. કમંડલુ–કપાલ-દંડક–શ્વેતવસ્ત્ર ધારણ કરવાથી શું? દાઢી અને માથાના વાળનો લોચ કરાવવાથી શું ? સ્વીકાર કરેલ નિયમનું પાલન કરવું એ જ વ્રત છે. ૨૦૨. જેમ - - — ૧. અભિધા – વિષયને પ્રકાશિત કરનારી શબ્દમાં રહેલી શક્તિને અભિધા કહે છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy