SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૨૦ બિલકુલ ન માની. એટલું જ નહિ પણ તેની સામે ઉલ્લંઠ વચનો બોલવા લાગ્યા. ૯૬. પુત્રવધૂઓએ ફેંકી દેવા જેવા આહારને લાકડાના વાસણમાં નાખીને ચાંડાળની જેમ તેને અવજ્ઞાથી આપ્યું. ૯૭. ત્યારે નાસિકાને મરડતી, જુગુપ્સાને કરતી પુત્રવધૂઓ, વળી ગયેલ ડોકવાળા બ્રાહ્મણની આગળ ઘૂ ઘૂ કરતી ઘૂંકે છે. ૯૮. આવું વર્તન જોઈને બ્રાહ્મણે વિચાર્યું પુત્રવધૂઓ પારકા ઘરની પુત્રીઓ છે. તેઓ ભલે પોતાની ઈચ્છા મુજબ વર્તન કરે હું કંઈપણ દૂષણ નહીં આપું. ૯૯. પણ આ પાપી પુત્રો મારાથી સંપત્તિ પામીને મારી ઉપર પગ મૂકીને કેવી રીતે રહ્યા છે. ૬૦૦. અથવા જે પાળની કૃપાથી તળાવ ગૌરવને પામે છે તે વૃદ્ધિ પામીને તળાવ તે પાળનો જ નાશ કરે છે. ૬૦૧. જેમાંથી સુવર્ણ સમાન કાંતિવાળો અગ્નિ ઉત્પન્ન થાય છે તે નિરંકુશ બનેલો પ્રથમ પોતાના આશ્રય (ઈધણ)ને બાળે છે. ૬૦૨. તેથી અવમાનનું ફળ કૃતઘ્ન પુત્રોના માથામાં જ નાખું જેથી પોતાના વૈરનો બદલો વળે. ૩. એમ વિચારી પુત્રોને ભેગા કરી કહ્યું : હે પુત્રો! કોઢ રોગથી દુઃખી થયેલો હું જીવવાથી કંટાળ્યો છું. ૪. પોતાના કુલાચારનું પાલન કરીને હું હમણાં મરવા ઈચ્છું છું. તેને સાંભળીને પત્રો અમૃતપાનની જેમ હર્ષ પામ્યા. ૫. જે આ પિતા મરવા ઈચ્છે છે તે ઘણું સારું છે. ઔષધ વગર જ વ્યાધિ મટતો હોય તો ભલે મટે. ૬. તેઓએ કહ્યું : હે તાત ! અહીં જે કાર્ય કરવાનું હોય તેની અમને આજ્ઞા કરો કારણ કે તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારું કર્તવ્ય છે. ૭. હે વત્સો! એક પુષ્ટ શરીરી બકરાને જલદીથી લઈ આવો જેથી વિવિધ પ્રકારના મંત્રોથી મંત્રીને તેને પવિત્ર કરું. ૮. કુટુંબ સાથે ભેગા મળીને આનું ભક્ષણ કરવું જેથી તમારા કુળમાં શાંતિ અને આરોગ્ય થાય એમ તેણે પુત્રોને કહ્યું. અહો ! હે વિપ્ર ! આજે બળદે બીજા બળદને જન્મ આપ્યો છે એવા લોકના મુખે બોલાયેલા વચનને જે સરળભાવે સાચું માની લેતો એવા તે સેઢકે આજે પ્રપંચ કેમ રચ્યો? કેમ કે લોકો શિક્ષા વિના પણ પાપબુદ્ધિ જીવને ઓળખી જાય છે. ૧૧. તેની કુટિલતાને નહીં જાણતા પુત્રો પણ પશુને લઈ આવ્યા અને તેને અર્પણ કર્યો. યુવાનોને અક્કલ ક્યાંથી હોય? ૧૨. બ્રાહ્મણો દરરોજ પોતાના શરીર ઉપરના મળ-પરુને વાટોથી લૂછી-લૂછીને ભોજનની સાથે પશુને ખવડાવી. ૧૩. સાતેય પણ ધાતુમાં કોઢનો ચેપ લાગી ગયા પછી બ્રાહ્મણે પશુને મારીને કુટુંબને ભોજન કરાવ્યું. ૧૪. પરમાર્થને નહિ જાણતા પુત્રોએ પશુનું ભોજન કર્યું. પછી પોતાને કૃતાર્થ માનતા બ્રાહ્મણે પુત્રોની રજા માંગી. ૧૫. હે વત્સ! હવે હું ચિંતા વિનાનો થયો છું તેથી કોઈક તીર્થમાં જાઉં છું. આવા પ્રકારનો મારો ભવ અહીં પૂરો થયો છે આથી હું ભવાંતરમાં જઈશ. ૧૬. એમ કહીને જેમ સાપ બીલમાંથી નીકળે તેમ ઘરમાંથી નીકળીને અગમ્ય શ્વાપદ પશુઓથી ભરેલ મહા અરણ્યમાં પહોંચ્યો. ૧૭. માર્ગમાં થાકેલો, સૂર્યના તાપથી તપેલો આ કોઢની સાથે સ્પર્ધા કરતી તૃષાથી પીડિત થયો એમ હું માનું છું. ૧૮. પાણી પાણી એમ ધ્યાનમાં પડેલો અહીં તહીં ભટકતો તે કોઈ દેશમાં જીવિતવ્યની આશા સાથે પાણીના ધરા પાસે પહોંચ્યો. ૧૯. હરડે, બહેળા અને ખદીર આમળા એ ત્રણથી યુક્ત કાંઠા ઉપર ઉગેલા લીંબડા કર્ધક, બાવળ, વગેરે વૃક્ષોમાંથી ખરી પડેલા ફૂલો અને પાકા ફળોથી મિશ્રિત બનેલું પાણી ઉનાળાના પ્રખર સૂર્યના તાપથી ઉકાળા સ્વરૂપ બન્યું છે. ૨૧. એવા પાણીને અમૃતની જેમ માનતા સેઢકે પીધું. ખરેખર પ્રસંગ વસ્તુઓની મૂલ્યતાને સમજાવે છે. અર્થાત્ ખરે પ્રસંગે વસ્તુની કિંમત થાય. રર. તૃષાર્ત થયેલા તેણે જેમ જેમ પાણી પીધું તેમ તેમ તેને ફરી ફરી કૃમિઓની સાથે વિરેચન થયું. ૨૩. સતત ઝરાના પાણીના પાનના પ્રભાવથી કેટલાક દિવસોમાં આનું શરીર સોળવલા (શુદ્ધ) સોના જેવું તેજસ્વી થયું. ૨૪. તેવા પ્રકારની શરીરની કાંતિ જોઈને તે મનમાં અધિક ખુશ થયો. તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy