SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૧૦ અથવા તો ધાન્યનો નાશ કરવાથી શું? જો ભોજન માટે ઘણાં પશુઓનો સંહાર કરાય તો અધિક પાપ લાગે. પણ વિચક્ષણ પુરુષ લાભ-હાનિનો વિચાર કરીને કાર્ય કરે. ૧૧. આ પ્રમાણે પોતાની બુદ્ધિથી ધર્મની કલ્પના કરીને દયામાં તત્પર તેઓએ મારવા માટે એક મોટા હાથીને પોતાની જેમ બાંધ્યો હતો. ૧૨. જાણે જંગમ જીવાદોરી હોય તેમ આÁકમુનિ ભારે સાંકળોથી હાથીને જ્યાં બાંધીને રાખ્યો હતો તે રસ્તેથી જવા લાગ્યા. ૧૩. લોકો વડે ભક્તિ વંદના કરાતા, પાંચશો સાધુઓથી પરિવરેલા આદ્રમુનિને જોતા લઘુકર્મી હાથીએ વિચાર્યઃ ૧૪. જે લોકો આ મુનિને નમે છે તે ધનભાગ્ય છે હું પણ આને નમસ્કાર કરું પરંતુ ચોરની જેમ બંધાયેલ પુણ્યહીન હું શું કરું? ૧૫. મુનિની દૃષ્ટિથી હાથીની શૃંખલાઓ જીર્ણ દોરડીની જેમ તૂટી. મુનિના પ્રભાવથી તેનો કર્મબંધ પણ જલદીથી તુટ્યો. ૧૬. પરમ ભક્તિથી મુનિને વંદન કરવા સન્મુખ દોડ્યો. તેના ભયથી સર્વલોકદશેય દિશામાં પલાયન થયો. ૧૭. મુનિ તેવી અવસ્થામાં રહ્યા ત્યારે લોકો એકી અવાજે બોલ્યા આ મુનિને હણશે કેમકે પશુઓ વિવેકી નથી હોતા. ૧૮. આના પ્રસાદથી જાણે મેં મોક્ષ મેળવ્યો એમ જાણે વ્યક્ત ન કરતો હોય તેમ હાથીએ સૂંઢને નીચે નમાવીને મુનિના બે ચરણને નમસ્કાર કર્યા. ૧૯. પછી હર્ષના પૂરથી ભરાયેલ હાથી સાધુ ઉપર ફરી ફરી દષ્ટિ કરતા માતા જેવી અરણ્યની ભૂમિમાં પહોંચ્યો. ૨૦. મુનિનો અતિશય પ્રભાવ જોઈને તાપસી ક્રોધે ભરાયા. કયા અવિવેકીને ગુણવાનો ઉપર મત્સર ન થાય? ૨૧. આદ્રકમુનિએ ઘણી કોમળવાણીથી તાપસોને કહ્યું તમો મિથ્યાજ્ઞાનના પ્રભાવથી આને ધર્મ માની બેઠા છો. ર૨. તમારી એ વાત સાચી છે કે આહાર વિના કાયા ટકતી નથી. આહાર પણ અનાજનો સારો છે. ૨૩. અનાજનું ભોજન સારું હોવા છતાં સાવધના ત્યાગી સાધુઓને તે પણ વાપરવો કલ્પતો નથી. સાધુઓને સચિત્ત ભોજન ન કલ્પે અથવા તો ગૃહસ્થો સાધુ માટે અચિત્ત ભોજન તૈયાર કરે તે પણ ન કલ્પ. ૨૪. કાચું, રંધાતું, અને રંધાઈ ગયેલા એમ ત્રણેય પ્રકારના માંસમાં અનંતા જીવો ઉત્પન થાય છે તેવા માંસની શું વાત કરવી ? ૨૫. ઘણાં બધા જીવો કરતા એક હાથીને મારવો સારો એવો જે તમારો અભિપ્રાય છે તે સારો નથી. કેમકે પંચેન્દ્રિય જીવોનું ચૈતન્ય ઘણું વિકસિત થયું હોય છે. ૨૬. એકેન્દ્રિય જીવોનું ચૈતન્ય ઘણું જ અલ્પ વિકસિત હોય છે. વગેરે યુક્તિઓથી મુનિએ તેઓને પ્રતિબોધ પમાડ્યો. ૨૭. આર્દક મુનિ વડે મોકલાયેલા તાપસો પણ સમવસરણમાં આવ્યા. સંવેગ પામીને તેઓએ શ્રી મહાવીર પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી. ૨૮. હાથીના છૂટકારાને તથા તાપસીના પ્રતિબોધને સાંભળીને અભયકુમારની સાથે શ્રેણિક રાજા આદ્રકમુનિ પાસે આવ્યો. ર૯. પરિવાર સહિત રાજાએ પ્રીતિથી મુનિને વંદન કર્યું. મુનિએ અભીષ્ટ કલ્પવૃક્ષ સમાન ધર્મલાભ આપ્યો. ૩૦. રાજાએ કહ્યું જેમ અયોગી મુનિશ્વરનો શૈલેષીકરણથી મોક્ષ થાય છે તેમ તમારા દર્શનથી હાથીનો છૂટકારો થયો. ૩૧. જેમ ચિત્રોથી ભીત ભરાઈ જાય તેમ આશ્ચર્યથી મારું મન ભરાઈ ગયું છે. મુનિએ નિરંહકાર એવા શ્રેણિક રાજાની સન્મુખ કહ્યું ઃ ૩૨. મને હાથીનું છૂટવું દુષ્કર જણાતું નથી. પરંતુ હે રાજન્! રેટિયાની ત્રાકના સૂતરથી બંધાયેલનો મોક્ષ જ દુષ્કર છે. ૩૩. તે સાંભળીને વિસ્મયને પામેલા શ્રેણિક રાજાએ પૂછ્યું : ભગવાન (આદ્રકમુનિ) વડે પ્રતિપાદિત કરાયેલ આ તર્કસૂત્રાદિ શું છે? ૩૪. મહર્ષિએ પોતાનું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. જે નક્કીથી ભવ્ય જીવોને સ્વર્ગ અને મોક્ષ આપવામાં બાહેંધરી રૂ૫ છે. ૩૫. અનેક સત્ત્વોથી ભરપૂર મુનિનું ચરિત્ર સાંભળીને રાજા, અભયકુમાર અને જનતા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy