SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૦૬ તેમ શ્રીમતીએ લક્ષણ જોઈને મુનિને ઓળખી લીધા. ૨. તેણીએ સ્નેહથી તેને કહ્યું : ત્યારે દેવકુલમાં બાલિકાઓની સાથે ક્રીડા કરતી હું પોતાની ઈચ્છાથી તમને વરી છું. ૩. હરિણીની જેવી મુગ્ધ મને છોડીને તમે દેશાંતરમાં કયાં ગયા હતા? ૧.બાળકને ઠગવું સહેલું છે. ૪. હે જીવિતેશ્વર! હમણાં તો હું તમને જવા દઈશ તો જ જઈ શકશો (અન્યથા નહીં) ચતુર એકવાર છેતરાયા પછી સાવધાન થઈ જાય છે. ૫. હે સ્વામિન્ ! ચંદ્રસમાન તમને મેં જ્યારથી જોયા નથી ત્યારથી કમલિનીની જેમ મારો કાળ દુઃખથી પસાર થાય છે. ૬. તેથી હે મહાકરુણાસાગર ! મારા ઉપર પ્રસન્ન થાઓ. હે મહાભાગ! મારી સાથે લગ્ન કરો, સંતો દુઃખી ઉપર વાત્સલ્યવાળા હોય છે. ૭. જો વ્રતનો આગ્રહ રાખી મને નહીં પરણો તો હું નક્કીથી તમને સ્ત્રી હત્યાનું પાપ આપીશ. ૮. શ્રીમતી આ પ્રમાણે બોલતી હતી ત્યારે ઘણાં માણસો ભેગાં થઈ ગયા. ચિત્તમાં આશ્ચર્યચકિત થયલો રાજા પણ ત્યાં આવ્યો. ૯. રાજા વગેરેએ કહ્યું : હે સાધુ! આની પ્રાર્થનાને સફળ કરો કારણ કે સાધ અને કલ્પવૃક્ષ બંને એક સ્વભાવી છે. ૧૦. પછી સાધએ કહ્યું : અરે ! રોગીને અપથ્ય આપવાની જેમ તમે મારું ખોટું જ વાત્સલ્ય કરો છો. ૧૧. કહ્યું છે કે– – »ામ વિE BTHT વિજ્ઞHT: BTમાં% પ્રાર્થના અBTHT યાનિ તિH I ૬૬ (દશવૈકાલિક). કામ શલ્ય છે, કામ વિષ છે, કામ આશીવિષ સમાન છે, કામની પ્રાર્થના કરતા જીવો ઈચ્છા નહીં હોવા છતાં દુર્ગતિમાં જાય છે. ૧૨. શલ્યાદિ ત્રણ અર્થાત્ શલ્ય, વિષ અને આશીવિષ એક ભવમાં દુઃખદાયક બને છે પણ કામ તો પાપકર્મની જેમ ભવોભવ પીડા આપે છે. ૧૩. પ્રવ્રયાને સ્વીકારીને જેઓએ ઘરની ધૂળની જેમ ભોગોને છોડી દીધા છે તે ભોગોને હું ફરી કેવી રીતે ભોગવું? કોઈ વમન (ઉલટી)નું ભોજન કરતું નથી. ૧૪. અરે રે ! અશુભ સૂચવનાર સ્વપ્નની જેમ મારી આગળ અયુક્ત કામભોગની વાર્તાથી સર્યું. ૧૫. રાજા વગેરે સર્વેએ કહ્યું : હે મુનિ સત્તમ! આ તમારી વાત સાચી છે પરંતુ કંઈક કહેવા જેવું પણ છે. ૧૬. ઘણાં વરસો પસાર થઈ ગયા, વરને ઉચિત વય પણ પસાર થઈ ગઈ. હે મુનિ ! આણે સ્વપ્નમાં પણ તમારા સિવાય બીજા વરને ઈક્યો નથી. ૧૭. તેથી તે વિચક્ષણ ! તમે આના મનમાં અભીષ્ટનું પૂરણ કરો. આ સ્ત્રીના ગ્રહથી કયારેય બીજી રીતે પ્રાણોનો ત્યાગ ન કરે. ૧૮. હે સાધુ! ભક્ત ભોગી થઈને ફરી પણ વ્રત આચરજો, વ્રતને આચરતા તમારી પછી શુદ્ધિ થશે, ૧૯. દીક્ષાનો પ્રતિષેધ કરનાર દેવતાના વચનને યાદ કરતા તથા શ્રીમતીના ભાઈ, રાજા અને લોકની પ્રાર્થનાથી નહીં ગમતું હોવા છતાં પણ તેઓનું કહેવું માન્યું. કેમકે પાંચ જણા ભેગાં થઈને એક ડાહ્યાને ગાંડો કરે છે. ૨૧. ચારિત્રને છોડીને તે મુનિ શ્રેષ્ઠીની પુત્રીને પરણ્યા કેમકે કોઈપણ કર્મને અન્યથા કરવા સમર્થ નથી. ર૨. આદ્રક શ્રીમતીની સાથે ગૃહસ્થપણું પાળવા લાગ્યો. એક ભવમાં પણ જીવને ઘણી અવસ્થાઓ આવે છે. ૨૩. સાપની ફણા જેવા વિવિધ ભોગોને પ્રીતિથી ભોગવતા તે બંનેને કુલદીપક સમાન પત્ર થયો. ૨૪. જાણે ઘણી વચાથી મર્દન કરાયેલી ન હોય તેમ બાળકની જીભ ક્ષીર કંઠત્વને છોડીને ઘણી વિકાસને પામી. ૨૫. પુત્ર બોલતો થાય તેટલી વયને પામ્યો ત્યારે પતિએ શ્રીમતીને કહ્યું રોહિણીના પુત્ર બુધની જેમ હમણાં તેને સહાય કરનારો પુત્ર થયો છે. ૨૬. તેથી હે પ્રિયા ! મને ફરી દીક્ષા લેવાની રજા આપ. જેથી જેમ પાશમાંથી પક્ષી નીકળે તેમ હું ગૃહસ્થપણામાંથી નીકળવા ઈચ્છું છું. ૨૭. જો તું રજા નહીં આપે તો હું દીક્ષા નહીં લઉ કેમકે તારા પુત્રની ક્રીડા સમાન તે મારા વડે વારંવાર છોડાઈ છે. ૨૮. પતિનો વૃત્તાંત પુત્રને જણાવવા અર્થે શ્રીમતી રૂની પુણીઓ સહિત રેંટિયાને લઈ આવી. કેમકે સ્ત્રીઓની મતિ શીઘ કામ ૧. ચા : જડીબુટ્ટી ૨. ક્ષીરકંઠત્વ: માતાનું સ્તનપાન કરવું તે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy