SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા તેઓ ગઈ એટલે તે ચોરે ધીમે સ્વરે મારા પ્રિયતમને કહ્યું, ‘તું ડરીશ નહીં, હું તને મોતમાંથી બચાવીશ. મારી સર્વ શક્તિથી, સર્વે ઉપાય અજમાવીને, મારો પ્રાણત્યાગ કરીને પણ હું તમારું પ્રાણરક્ષણ કરીશ.” તેના મોંમાથી નીકળેલું આવું વચન સાંભળીને અમારો મરણનો સંત્રાસ નષ્ટ થઈ ગયો, અને અમને એકદમ શાતા થઈ. અમારું જીવિત કુશળ રહો એ ભાવ સાથે અમે જિનવરોને વંદન કરીને, લીધેલા પ્રત્યાખ્યાનનું પારણું તે વેળા પાદડાંની પતરાવળીમાં માંસ લઈને, “આ તમારે માટેનું જમવાનું છે, તો ખાઓ ; આપણે ઘણે દૂર જવાનું છે એમ તે ચોર કહેવા લાગ્યો. અમને એ ખપતું નથી' એમ કહીને અમે તે લીધું નહીં, પણ ખોબો ઊંચો કરીને અમે તે વેળા પાણી પીધું. નિશાનું આગમન તેટલામાં રાજ્યભ્રષ્ટ રાજાની જેમ જેનો પ્રાતપ નષ્ટ થયો છે તેવો સૂર્ય ગગન પાર કરીને ફરી ઊગવા માટે આથમ્યો. દિવસ આથમતાં, વૃક્ષોનાં પાન સંકેચાયાં ; તેમના માળામાં અનેક પક્ષીઓ પાછાં ફરીને કલરવ કરવા લાગ્યાં. હે ગૃહસ્વામિની, મરણભયે ધ્રૂજતાં એવાં અમારો એ અતિશય લાંબો દિવસ રડતાં રડતાં એ રીતે વીત્યો. ગગનતળને શોભાવતી, તિમિરસમૂહે કાળી, જીવલોકના અવલંબન સમી ઘૂવડને પ્રિય એવી રાત જીવલોક પર ઊતરી. સાગરનો વૃદ્ધિવિકાસ કરનારો, આકાશના ગતિમાન તિલક સમો, કુંદકુસુમ સમો, શ્વેત ચંદ્ર ઊગ્યો. બંધનમુક્તિ અને ચોરપલ્લીમાંથી પલાયન ચોરપલ્લીમાં હાસ્યનો શોરબકોર, ધમધમતા ઢોલના નિનાદ અને ગીતના શબ્દ, તથા મદમત્ત બનીને નાચતા ચોરોના રંગરસ છવાઈ ગયા. તે વેળા જ્યારે લોકો જમવામાં રોકાયેલા હતા ત્યારે તે ચોરે મારા પ્રિયતમને છોડ્યો, અને તેને કહ્યું, “તું ડરીશ નહીં, હવે હું તને નસાડવાનું કરું છું.' પછી તે કોઈને જાણ ન થાય તેમ અમને પલ્લીપતિના ઘરના વિજયદ્વારમાં
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy