SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા તો તેથી અનિષ્ટ ફળ મળે છે. અમે અનુકંપાથી પ્રેરાઈને, ઉપસ્થિત થયેલા સેંકડો બ્રાહ્મણો, દીનદુઃખિયાઓ અને માગણોને દાન દીધું. લોકોએ શરદપૂનમને દિવસે અનેક દુષ્કર નિયમ પાળ્યા, ચાર દિવસના ઉપવાસ કર્યા, દાનવૃત્તિવાળાં થયા, અત્યંત ધર્મપ્રવણ બન્યા. ૩૮ સૂર્યાસ્ત એ પ્રામાણે હું નગરીમાં થતી વિવિધ ચેષ્ટાઓ જોઈ રહી હતી, ત્યાં તો પોતાની રશ્મિજાળને સંકેલી લેતો સૂરજ અસ્તાચળ પર ઊતરવા લાગ્યો. પૂર્વદિશારૂપી પ્રેયસીના પરિપૂર્ણ ઉપભોગથી થાકેલો અને ફીકી પડેલી કાંતિવાળો સૂરજ પશ્ચિમ દિશારૂપી સુંદરીના વક્ષ:સ્થળ પર ઢળી પડ્યો. ગગનતળમાં ભ્રમણ કરીને શ્રમિત થયેલો સૂરજ સુવર્ણના રજ્જુ જેવા પોતાના રશ્મિથી ભૂમિતળ ૫૨ જાણે કે ઊતર્યો. સૂરજ આથમતાં, તિમિરે કલંકિત કરેલી શ્યામા(રાત્રી)એ સમગ્ર જીવલોકને શ્યામતા અર્પી. ―― અમારા અમે પણ મુખ્ય દ્વાર પાસે એક અનુપમ રંગમંડપ રચ્યો વાસભવનના કર્ણપૂર સમો, રાજમાર્ગના બાજુબંધ સમો. તેની એક બાજુએ, હે ગૃહસ્વામિની, વિશાળ વેદિકા બનાવી, ઉ૫૨ રત્નકંબલનો ચંદરવો બાંધીને ત્યાં મારું પેલું ચિત્રપટ ઊભું કરવામાં આવ્યું. સારસિકાને સોંપેલી દેખરેખ ત્યાં ચિત્રસ્થાને, મેં મારા પ્રિયતમની શોધ માટે મારા પ્રતિનિધિ લેખે, મારી વિશ્વાસપાત્ર, સ્નેહપાત્ર અને ઉપકારકારી ચેટીને મૂકી. મધુર, પરિપૂર્ણ, પ્રસ્તુત, પ્રભાવશાળી અને રસિક વચનો અને ભાવોની જાણકાર સારસિકાને, હે ગૃહસ્વામિની, મેં આ પ્રમાણે કહ્યું : ‘આકાર, ઇંગિત અને ભાવ દ્વારા તું અન્યનો હૃદયગત અર્થ જાણી શકે છે. તો મારા પ્રાણને ખાતર તું આટલું તારા હૃદયમાં ધારણ કરજે. જો મારો એ પ્રિયતમ આ નગરીમાં અવતર્યો હશે તો તેને આ ચિત્રપટ જોઈને
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy