SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ૨૪ તેઓ સુખસંપત્તિથી મોહિત હોય તો તેમને આગલા જન્મની સ્મૃતિ થતી હોય જેમાં સ્વચ્છેદે અને સુખે વિચારવાનું હતું, જોઈતી વસ્તુ સ્વચ્છેદે પ્રાપ્ત થતી તેવી ચક્રવાક્યોનિમાં હું ગાઢપણે આસક્ત હતી. જેવો તદન દોષમુક્ત અનુરાગ ચક્રવાકોમાં હોય છે, તેવો જીવલોકના અન્ય પ્રાણીઓ વચ્ચે નથી હોતો. ચક્રવાક ત્યાં એક ચક્રવાક હતો. સહેજ ગોળાશ ધરતું, સુંદર, સશક્ત તેનું શરીર હતું. અગરુ જેવો મસ્તકનો વાન હતો. ગંગામાં વિચરવામાં તે કુશળ હતો. શ્યામ ચરણ અને ચાંચવાળો એ ચક્રવાક લાવણ્યમાં, નીલકમળની પાંખડીઓથી મિશ્રિત તાજાં કોરંટ પુષ્પોના ઢગનો આભાસ ઉપજાવતો હતો. આમરણ નિરંતર એકધારી પ્રેમવૃત્તિવાળો તે સ્વભાવે ભદ્ર અને ગુણવાન હતો, અને તપસ્વીની જેમ રોષવૃત્તિથી તે તદન મુક્ત હતો. સજળ મેઘો સમા જળપ્રવાહમાં વીજળીની જેવી ત્વરિત ગતિવાળી હું તેના સંગાથમાં, સરિતાના તીરોના કંઠાભરણ સમી વિહરતી હતી. કમલિનીની કુંકુમ-અર્ચા સમી, ગિરિનદીની રત્નદામણી સમી, તટપ્રદેશમાં રાચતી, હું પ્રિયમાં અનુરક્ત રહેતી વિચરતી હતી. પરસ્પરના શ્રોત્રને શાતા આપતા, કર્ણરસાયણ સમા મનહર કલરવે અમે ખેલતાં હતાં. અમે એકમેકનો પીછો કરતાં, એકમેકના સ્વરનું અનુકરણ કરતાં, એકમેકમાં અનુરક્ત, એકમેકને ઘડીક પણ છોડવાને ઇચ્છતાં ન હતાં. એ પ્રમાણે એકબીજાનું અનુવર્તન કરતાં અમારો બંનેનો બાધારહિત, સંતુષ્ટ જીવનક્રમ પ્રવર્તતો હતો. આ રીતે અમે વિવિધ નદીઓમાં, અનેક
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy