SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા મરકતમણિની છો પર દડતા રત્નકલશના જેવી શોભા ધરી રહ્યા હતા. મૂર્છા ૨૧ સરોવરના અલંકાર સમા, ગોરોચના જેવી રતાશ ધરતા એ ચક્રવાકોમાં મારી ષ્ટિ કાંઈક અધિક રમમાણ રહી. હે ગૃહસ્વામિની, બાંધવજન સમા એ ચક્રવાકોને ત્યાં જોઈને મને મારા પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું, અને શોકથી મૂર્છિત થઈ હું ઢળી પડી. ભાન પાછું આવતાં, મારું હૃદય અતિશય શોકથી રૂંધાઈ ગયું, અને હું પુષ્કળ આંસુ સારી મનોવેદના પ્રગટ કરવા લાગી. હું રડતાં રડતાં, કમળપત્રમાં પાણી લાવીને મારા હૃદયપ્રદેશને તથા આંસુને લૂછતી દાસીને જોઈ રહી. પછી તે ગૃહસ્વામિની, હું ત્યાંથી ઊઠીને તાજાં, લીલાં પત્ર વાળી પદ્મિનીના ઝૂંડ સમા, સરોવ૨કાંઠેના કદલીમંડપમાં ગઈ. ત્યાં નિર્મળ ગગનતળ જેવી અત્યંત શ્યામ પથ્થરની પાટ પર હું શોકવિવશતાથી આંસુ વહેવરાવતી બેસી પડી. ચેટીની પૃચ્છા એટલે દાસીએ મને પૂછ્યું, ‘હે સ્વામિની, શું તને ખાધેલું બરાબર પચ્યું નથી ? અથવા તો વધુ પડતો થાક લાગ્યો છે ? કે પછી કશુંક તને કરડી ગયું ?' મારાં આંસુ લૂંછતી તે પોતે પણ મારા પ્રત્યેના સ્નેહથી આંસુ સારવા લાગી ; વળી તેણે પૂછ્યું, ‘તને શા કારણે આ મૂર્છા આવી ? મને સાચી વાત કહે, જેથી તરત જ ઉપાય કરી શકાય. વિલંબને લીધે તારા શરીરને રખે કશી હાનિ પહોંચે. કહ્યું છે કે વ્યાધિની, દુર્જનની મૈત્રીની અને દુઃશીલ સ્ત્રીની ઉપેક્ષા કરનાર પછીથી ભારે દુઃખી થાય છે. પ્રમાદ સેવવાથી અનર્થ આવી પડે અને વિનાશ પણ થાય, માટે હે સુંદરી, બધી બાબતમાં સમયસર પગલાં લેવાં એ જ સારું છે. માટે, આવી પડેલા નાના શા દોષ પ્રત્યે પણ પ્રમાદ ન સેવવો, નહીં તો યોગ્ય વેળાએ જે નખથી છેદાય તેવું હોય, તે પછીથી કુહાડાથી છેદવું પડે તેવું થઈ જાય.' આ પ્રકારનાં તેમ જ બીજાં પણ સહિયરને સહજ એવાં પથ્ય વચનો
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy