SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા હે ગૃહસ્વામી, શરદ પ્રવર્તે છે. જેમ તારા શત્રુઓ તેમ હવે મેઘો પણ પલાયન કરી ગયા છે. જેમ શ્રી અત્યારે પદ્મસરોવરને સેવે છે, તેમ તે તારું ચિરકાળ સેવન કરો.' ૧૨ સપ્તપર્ણનાં પુષ્પોનો ઉપહાર એ પ્રમાણે બોલતી તે શેઠની સમીપ ગઈ, અને પત્રમાં વીંટેલી સપ્તપર્ણનાં પુષ્પોની ટોપલી તેણે ઊલટથી પિતાજીની સમક્ષ મૂકી. તેને ઉઘાડતાંની સાથે જ મદઝરતા હાથીની મદગંધ જેવી સપ્તપર્ણનાં ફૂલોની મહેક ઊઠી અને દશે દિશાઓને ભરી દેતી ઝડપથી પ્રસરવા લાગી. સપ્તપર્ણનાં ફૂલે ભરેલી એ ટોપલી પોતાના મસ્તક પર ધરીને પિતાજીએ એ ફૂલોથી અરહંતોની પૂજા કરી. તેમણે મને તેમ જ મારી અમ્માને તે ફૂલ આપ્યાં, પોતે પણ તેની માળા પહેરી, અને પુત્રો તથા પુત્રવધૂઓને પણ તે મોકલાવ્યાં. શરદના ચંદ્ર જેવાં શ્વેત સપ્તપર્ણનાં ફૂલોને ઉછાળતાં પિતાજીએ તેમાં હાથીદાંત સમાં શ્વેત ગુચ્છા જોયા, અને તે સાથે તેમાં તરુણીના અવિકસિત સ્તન જેવડો, પરાગરજવાળો, સોનાની ગોટી જેવો એક લઘુ ગુચ્છ પણ તેમના જોવામાં આવ્યો. એટલે એ કનકવર્ણા સુંદર ગુચ્છને હાથમાં પકડીને પિતાજી વિસ્મયવિસ્ફારિત નેત્રે ક્યાંય સુધી નિહાળી રહ્યા. તેને પકડી રાખીને, મનમાં કશોક ચોક્કસ નિર્ણય કરવા માટે પિતાજી સર્વાંગે નિશ્ચલ બનીને ઘડીક વિચારી રહ્યા. તરંગવતીની કસોટી પછી, હસતા મુખે તેમણે મને તે કુસુમગુચ્છ આપ્યો અને બોલ્યા, ‘બેટા, આ ગુચ્છના રંગનો ખુલાસો તું વિચારી જો. તું પુષ્પયોનિશાસ્ત્ર અને ગંધયુક્તિશાસ્ત્ર શીખી છે. એ તારો વિષય છે, તો બેટી, તને હું પૂછું છું. સપ્તપર્ણનાં પુષ્પગુચ્છ પ્રકૃતિથી શ્વેત જ હોય છે. તો પછી આ એક ગુચ્છ પીળો છે, તેનાં કયાં કારણો તને લાગે છે ? શું કદાચ કોઇ કલાવિદે આપણને આશ્ચર્ય પમાડવા માટે એ બનાવ્યો હશે, કે પછી પુષ્પયોનિશાસ્ત્રના શિક્ષણનો પ્રયોગ કરી બતાવવા માટે ? ક્ષાર અને ઔષધિઓના યોગથી ફળફૂલ અને
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy