SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા જોઈએ, નહીં તો કાળ સહસા આયુષ્યનો અંત આણશે. એ પ્રમાણે પરમાર્થના અને નિશ્ચય નયના જાણકાર માટે, યતના વાળા માટે અને કશામાં પણ આસક્ત ન થનારને માટે મોક્ષપ્રાપ્તિ સરળ બને છે. ૧૨૪ વળી જે તમે કહો છો કે કેટલાંક વરસ કામભોગ ભોગવી લે, તો તેમાં વાંધો એ છે કે એકાએક આવી પડતા મરણનો ભય જગત પર હંમેશાં તોળાયેલો છે ; જગતમાં એવું કોઈ નથી, જે મૃત્યુના બળને રોકવાને સમર્થ હોય. માટે કાળ-અકાળનો વિચાર કર્યા વિના જ તરત પ્રવ્રજ્યા ગ્રહણ કરવી ઘટે.’ સાર્થવાહે અનિચ્છાએ આપેલી અનુમતિ આવાં આવાં વચનો કહીને સાર્થવાહપુત્રે તે વેળા માતાપિતાના તથા અન્ય સૌ સ્વજનોના વિરોધને વાર્યો. બચપણમાં સાથે ધૂળમાં ૨મેલા, વિવેકી મિત્રોના વિરોધને પણ વારીને પ્રવ્રજ્યા લેવા તત્પર બનેલા તેણે તેમને નિરાશ કર્યા. હે ગૃહસ્વામિની ! આ રીતે અમે બંને તપશ્ચરણ માટે નિશ્ચિત હોવા છતાં, તીવ્ર પુત્રસ્નેહને કારણે સાર્થવાહે અમને જવા દેવા ન ઇચ્છું. એટલે અનેક લોકોએ તેને સમજાવ્યો : ‘પ્રિયજનનો વિયોગ, જન્મમરણની અસહ્યતા વગેરે ભયોથી ડરેલાં આ બંનેને તેમની ઇચ્છાનુસાર તપ આચરવા દો. જેમનું મન કામોપભોગથી વિમુખ થઈ ગયું છે, અને જે તપશ્ચર્યા કરવા માટે ઉતાવળો થયો છે તેને અંતરાય કરનાર, મિત્રરૂપે શત્રુનું જ કામ કરે છે.' આ પ્રમાણે લોકોનાં વચનોનો કોલાહલ સાંભળીને સાર્થવાહે અનિચ્છાએ અમને પ્રવ્રજ્યા લેવાની અનુમતિ આપી. હાથ જોડીને તેણે અમને કહ્યું: ‘વિવિધ નિયમ અને ઉપવાસને લીધે કઠિન એવા શ્રમણધર્મનું તમે સફળતાથી નિર્વહન કરજો. જન્મમરણરૂપ તરંગવાળા, અનેક યોનિમાં ભ્રમણ કરવારૂપ વમળોવાળા, આઠ પ્રકારના કર્મસમૂહરૂપ મલિન જળસમૂહવાળા, પ્રિયજનના વિયોગે
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy