SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Xiji તેમનો શિષ્ય બન્યો. પાદલિપ્ત નિત્ય આકાશમાર્ગે તીર્થયાત્રા કરવા જતા અને એક મુહૂર્તમાં પાછા ફરતા. તેમનાં ચરણ ધોઈને નાગાર્જુને જે ઔષધિઓના પાદલપથી પાદલિપ્ત આકાશગમન કરી શકતા હતા, તેમાંની ૧૦૭ ઔષધિઓ સૂધી-ચાખીને ઓળખી કાઢી. તે ઔષધિઓનો પગ નીચે લેપ લગાડીને નાગાર્જુને આકાશમાં ઊડવા કૂદકો માર્યો, પરંતુ તે ભોંય પર પડ્યો અને પગ ભાંગી ગયા. તેના પ્રજ્ઞાબળથી પ્રસન્ન થઈને પાદલિએ તેને ખૂટતું ૧૦૮મું દ્રવ્ય બતાવ્યું. નાગાર્જુનને આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. કૃતજ્ઞભાવે તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં ગુરુને નામે પાદલિપ્તનગર વસાવ્યું, તથા ત્યાં મહાવીર વગેરે તીર્થકરોની અને પાદલિપ્તાચાર્યની મૂર્તિવાળું દેવાલય બનાવ્યું. વળી રૈવતક પર્વત ઉપર નેમિનાથના ચરિત્રને પ્રગટ કરતાં વિવિધ સ્થાનક પણ તેણે રચ્યાં. પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાજસભામાં ચાર શાસ્ત્રસંપકાર કવિઓએ એકબે શબ્દોમાં જ કોઈ સમગ્ર શાસ્ત્રનો સાર વ્યક્ત કરી બતાવીને રાજકૃપા પ્રાપ્ત કરી. પણ ભોગવતી ગણિકાએ પાદલિપ્તસૂરિની તુલનામાં સૌની વિદ્વત્તા નીચી હોવાનું કહ્યું. આથી સાતવાહને પાદલિપ્તને નિમંત્ર્યા. આવી પહોંચેલ આચાર્યને બૃહસ્પતિ નામના વિદ્વાને કાંઠા સુધી ઘી ભરેલું પાત્ર મોકલાવીને એમ સૂચવ્યું કે અહીં કોઈ નવા વિદ્વાનને માટે સહેજ પણ અવકાશ નથી પરંતુ પાદલિપ્ત એ ઘીના પાત્રમાં સોય મૂકી બતાવીને પ્રત્યુત્તર વાળ્યો. તે પછી ત્યાં રહીને તેમણે જ્યારે પોતાની નવી રચેલી ‘તરંગલોલા કથા સાતવાહનની સભા સમક્ષ પ્રસ્તુત કરી, ત્યારે અદેખાઈથી પ્રેરાઈને પાંચાલ કવિએ એવો આક્ષેપ કર્યો કે “તરંગલોલા” મૌલિક કથા નથી, પણ મારી કૃતિઓમાંથી સ્વલ્પ અર્થ ચોરી લઈને બાળકો અને અજ્ઞોને રીઝવવા માટે બનાવેલી એક થાગડથીગડ કંથામાત્ર છે. આથી પાદલિપ્તાચાર્યે પોતે મૃત્યુ પામ્યા હોવાની કપટયુક્તિ રચી. તેમની શબવાહિની પાંચાલ કવિના ભવન પાસેથી નીકળી ત્યારે પશ્ચાતાપ કરતો તે લાગણીવશ થઈને બોલી ઊઠ્યો, ‘જેના મુખનિર્ઝરમાંથી તરંગલોલા નદી વહી તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?” અને તરત જ પાદલિપ્ત પાંચાલના સત્યવચને હું પુનર્જીવિત થયો' કહેતાં ઊઠ્યા. સૌના નિંદાપાત્ર બનેલ પાંચાલ
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy