SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા તિરસ્કારપાત્ર બન્યો. દ્યૂતનો વ્યસની હોવાથી પારકું ધન હરી લેવાની વૃત્તિ પણ ઉદ્ભવી. લોભરૂપી ભૂતના આવાસ સમો હું રાત આખી હાથમાં તલવાર લઈને રખડવા લાગ્યો. ૧૧૧ નગરીનો ત્યાગ : ચોરપલ્લીનો આશ્રય આખી નગરીમાં મારા અપરાધોથી સૌ જાણીતા થઈ ગયા. આથી આત્મરક્ષણ મુશ્કેલ બનતાં વિંધ્યપર્વતની આડશમાં આવેલી ખારિકા નામની અટવીનો મેં આશ્રય લીધો. તે સેંકડો પક્ષીગણોના શરણ રૂપ, પશુઓ, પક્ષીઓ અને ચોરોના સમૂહોના વાસસ્થાન સમી, અને અનેક પ્રકારનાં વૃક્ષસમૂહોના ગીચપણાને લીધે ગાઢ અંધકારવાળી હતી. ત્યાં વિંધ્યની પહાડીથી ઢંકાયેલી, એક જ વિકટ પ્રવેશદ્વાર વાળી સિંહગુહા નામની મોટી પલ્લીમાં મેં વસવાટ કર્યો. વેપારીઓ અને સાર્થોને લૂંટનારા, પરધનને હરનારા અને અનેક દુષ્કર્મ કરનારા પરાક્રમી ચોરોનો ત્યાં અડ્ડો હતો. તેઓ અનેક પ્રકારે લોકોને ઠગતા, ધન પડાવી લેવાના અનેક ઉપાયો અને રીતોના જાણકાર હતા અને તદન અધર્મી અને અનુકંપા વિનાના હતા. તેમાં કેટલાક શૂરવીરો એવા યે હતા જે બ્રાહ્મણો, શ્રમણો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધ અને દુર્બળ લોકોને ન સંતાપતા, પણ વીરપુરુષો સાથે જ બાથ ભીડતા. સેંકડો લડાઈઓમાં જેમણે નામના મેળવી હતી, બારિયા ઘોડા ૫૨ સવાર થઈને જેઓ ધાડ પાડતા, હંમેશાં જેઓ વિજયી બનતા તેવા લોકોના વસવાટ વાળી તે પલ્લીમાં હું જઈને રહ્યો. ચોરસેનાપતિ ચોરસમૂહો જેનું સુખે શરણ લેતા, યુદ્ધોમાં જે સૂર્ય સમો પ્રતાપી હતો, તલવારના પ્રહારોથી થયેલા વ્રણોથી જેનું અંગ ખરબચડું બની ગયું હતું, જે પાપનું ભરપૂર સેવન કરતો, જે પારકા ધનનો વિનાશક લતો, સાહસિક હતો, ચોરોનો આશ્રયદાતા હતો અને સુભટ તરીકેની જેની શક્તિની ઘણી ખ્યાતિ હતી તેવો શક્તિપ્રિય નામનો વીર ચોર ત્યાં નાયક હતો. પોતાની ભુજાના
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy