SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ X1 આ અત્યંત મહત્ત્વની પ્રાકૃત કથાકૃતિ પ્રત્યે, ઈ.સ. ૧૯૨૧માં લોગ્માને જર્મન ભાષામાં કરેલા અનુવાદ દ્વારા સાહિત્યરસિકોનું પ્રથમ ધ્યાન દોરાયું. આ જર્મન અનુવાદ ઉપરથી નરસિંહભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૨૪ના ‘જૈન સાહિત્ય સંશોધક'માં જિનવિજયજીએ પ્રકાશિત ક્રયો, અને તે પછી સ્વતંત્ર પુસ્તિકારૂપે તે બે વાર પ્રસિદ્ધ થયો છે. તરંગવતીકાર પાદલિપ્તાચાર્ય જૈન પરંપરામાં સંગૃહીત પાદલિપ્તાચાર્યના દંતકથાપ્રધાન ચરિત્રમાં તેમનાં જન્મ, દીક્ષા, સામર્થ્ય, વિહાર અને પ્રવૃત્તિ વિશે જે માહિતી મળે છે તેનો સાર નીચે પ્રમાણે છે : વૈરોટ્યાદેવીના કહેવાથી કોસલાપુરીના શ્રાવક ફુલ્લ શ્રેષ્ઠીની નિઃસંતાન પત્ની પ્રતિમાએ નાગહસ્તીસૂરિના ચરણોદકનું પાન કર્યું, અને તેને ઉત્તરોત્તર જે દશ પુત્ર થયા, તેમાંના સૌથી પહેલા અત્યંત પ્રતિભાશાળી નાગેન્દ્રને તેણે સૂરિને અર્પિત કરી દીધો. અસાધારણ બુદ્ધિ અને સ્મૃતિને કા૨ણે તે બાળવયમાં જ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય વગેરે શાસ્ત્રોમાં તથા જૈન આગમ-સાહિત્યમાં પારંગત થઈ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી તે વહોરવા ગયો, અને કાંજી વહોરીને પાછો આવતાં ગુરુએ તેને ઇર્યાપથિકી ‘આલોયણા’ (આલોચના) કરવાનું કહ્યું, એટલે તેણે ‘આલોકના’ (અવલોકન) એવો અર્થ ઘટાવીને નીચેના અર્થની ગાથા કહી : ‘રતૂમડી આંખો અને કુસુમકળી સમી દંતપંક્તિવાળી નવવધૂએ નવા ચોખાની ખટાશયુક્ત, ગાંઠા પડ્યા વિનાની કાંજી શકોરા વતી મને આપી.’ આ સાંભળીને ગુરુએ કહ્યું, ‘અહો ! આ ચેલો તો શૃંગારરૂપી અગ્નિથી ‘વૃત્તિત્ત’ (પ્રદીપ્ત) છે.’ આ સાંભળીને ચેલો બોલ્યો, ‘ભગવાન એક કાનો વધારી દેવાની કૃપા કરો’ (એટલે કે ‘વૃત્તિત્તને બદલે મને પાત્તિ નામ આપો’). ૧. આ માટેનો મુખ્ય આધાર પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવપરિત (રચનાવર્ષ ઇ.સ. ૧૨૭૮; સંપાદક મુનિ જિનવિજય, ૧૯૪૦)છે. આ ઉપરાંત ભદ્રેશ્વરકૃત વહાવી, રાજરોખરકૃત પ્રબંધો, પુરાતનપ્રબંધસંગ્રહ વગેરેમાં પણ ઓછાવધતા વિસ્તાર અને કેટલીક વીગતફેર સાથે પાદલિપ્તનું ચરિત્ર મળેછે. નિર્વાણઝનિષ્ઠાની ભૂમિકામાં પણ ઉપર્યુક્ત આધારોમાંથી થોડાકને ઉપયોગમાં લઈને મો.ભ. ઝવેરીએ અંગ્રેજીમાં ચરિત્ર આપેલું છે.
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy