________________
મેાહનચરિત્ર સર્ગ ત્રીજો.
( ૬ )
या योजनसदस्राणां पृथक्त्वमपि लङ्घते ॥ निमिषेणापि सा विद्यु-तन्त्री लोकोत्तरस्यदा ॥ ८३ ॥ चीनपारसशार्मण्या -ङ्ग्लादिदेशेषु भूरिषु ॥ आर्यावर्तेऽपि विस्तारं यतः सांप्रतमागमत् ॥ ८४ ॥ तत्र श्रीरूपचन्द्रास्ते मोहनेन समं मुदा ॥ न्यवसन् वसातै धर्म - ध्यानं तन्वन्त आत्मनि ॥ ८५ ॥ कारणेऽथ समुत्पन्ने मोहनेन सहान्यदा ॥ गत्वा मालव के मुम्बा - पुरीं पुनरुपागमन् ॥ ८६ ॥ एवं विस्त्रिर्मालव के गत्वा पुनरुपेयुषाम् ॥ तेषां चतुष्टयी जग्मु-वत्सराणां यथासुखम् ॥ ८७ ॥ मोहनोऽपि पठन् पञ्च - दशवर्षोऽभवत्तदा ॥ रूपचन्द्रास्तमालोक्य चेतस्येवमचिन्तयन् ॥ ८८ ॥
અંદર આસરે દશપંદર ગાઉના રસ્તા કાપનારી રેલગાડી હમણા આ શહેરમાંથી શરૂ થઈને આખા હિંદુસ્થાનમાં વિસ્તાર પામી. (૮૨) દસ વીસ હજાર ગાઉનું છેટું હાય તાપણુ એક પળવારમાં કાપી નાંખે એવા જમરે વેગવાળેા તારપણ હમણા એ શહેરમાંથી આખા હિંદુસ્થાનમાં ફેલાયા છે; તથા ચીન, ઇરાન, જર્મન, ઈંગ્લેંડ વિગેરે ધણા દેશેાસાથે જોડાઇ ગયાછે. (૮૩૮૪)એવા મુંબઇ શહેરમાં રૂપચંદજી તથા માહનજી ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા ખુશીમાં રહ્યા. (૮૫) ત્યારપછી કંઈ કારણસર રૂપચંદજી માહનજીની જોડે એક દિવસ માળવે જવા વાસ્તે મુંબઇથી વિદાય થયા, ત્યાં જઈ પાછા થોડા દહાડામાં મુંબઈ આવ્યા. (૮૬) કારણસર માળવેજઈ પાછું મુંબઈ આવવું, એમ એ ત્રણવાર કરતાં તેમણે ચાર વરસ સુખમાં ગાળ્યાં. (૮૭) યથાશક્તિ કર્મગ્રંથાર્દિક ભણતાં માહનજી પણ પંદર વર્ષના થયા, ત્યારે રૂપચંદજી મેાહનજીને જોઇને આ રીતે મનમાં વિચાર કરવા લાગ્યા – (૮૮)