________________
યાગાદિ અને સંધ્યાતપંણાદિ કરતો હોય, પરંતુ તિથિર્ચા મમરાઃ તજી દોનો નિરર્થા–અર્થાત–જેને આંગણે આવેલો અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તેનાં હોમહવનાદિ નિરર્થક જાય છે એમ કહેવામાં આવ્યું છે. અતિથિદાનનું આવું માહામ્ય જેઓ સમજે છે તેઓ તો સાધુ, સંન્યાસી કિંવા અન્ય કોઈ સંતને ભોજન આપ્યા પછી પોતે ભોજન લેવું એવું વ્રત પાળે છે; પરંતુ આવા વ્રતને બાહ્યાચારે પાળવા કરતાં સુપાત્ર અતિથિનો ચોગ મળે અને હું તેમને દાન આપે એવી ભાવનાપૂર્વક નિષ્કામબુદ્ધિને કેળવવી તથા ખરો યોગ મળી જતા ઉમંગભેર દાન આપવું એથી પણ અતિથિસંવિભાગ વ્રતનું સંપૂર્ણ પાલન થાય છે.
શંકા–અન્ન, ઉદક, વસ્ત્ર, પાત્ર અને સ્થાન એ પાંચ વસ્તુઓ નિર્દોષ હોય તો તેનું સુપાત્રે દાન કરવું એમ કહ્યુંઃ અતિથિને કાંઈ દ્રવ્ય જોઈતું હોય અને તે આપવામાં આવે છે ?
સમાધાન દ્રવ્ય એ નિર્દોષ વસ્તુ નથી અને જે સંગ્રહને માટે અતિથિને દ્રવ્ય જોઈતું હોય તે તે સાચો અતિથિ નથી. અતિથિ એવો સંત હોવો જોઈએ કે જેને સંગ્રહવાની અભિલાષા ન હોય પરંતુ માત્ર દેહના નિભાવને અર્થે જીંદગીની જરૂરીઆત એક દિવસમાં એક દિવસ પુરતી જ હોય. જન સાધુઓ કે સાચા સંન્યાસીઓ દ્રવ્ય કે ધાતુનું પાત્ર ગ્રહણ કરતા જ નથી પરંતુ જે બીજાઓ દ્રવ્ય ગ્રહણ કરે છે તે દ્રવ્યનો ઉપયોગ તેમને શેહોય? દેહનો નિભાવ કરવાને બરાકી ખરીદવાની જરૂર તેમને હોય અને જે ખોરાકનું જ દાન તેમને કરવામાં આવે તે પછી તેમને દ્રવ્ય શા માટે જોઈએ ? છતાં જેઓ દ્રવ્યની જ વાંચ્છનાથી પિતાને અતિથિ તરીકે ઓળખાવતા હોય તેઓ સાચા અતિથિ હોતા નથી પરંતુ સંગ્રહ કરવાની વૃત્તિાવાળા, બાહ્યતઃ સાધુ અને અંતરમાં પૂર્ણ અસાધુ હોય છે. તેઓને સુપાત્રમાં ગણવા તે યોગ્ય લેખાય નહિ. (૨૭)