________________
તેમ સદુપયોગમાં ધન વધારે વાપરવાની સગવડ મળે, પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે. સો રૂપિયાની મૂડીવાળે માણસ જે સંતોષી હોય તે તે તેમાંથી પાંચ રૂપિયા પણ પરાર્થમાં–પરોપકારમાં વાપરી શકે છે, પરંતુ નવ્વાણું હજારની મૂડીવાળાને એક હજાર વધારે એકઠા કરી એક લાખ પૂરા કરવાનો લાભ થાય છે, લાખ થયા પછી દશ લાખની ઈચ્છા થાય છે, દશ લાખ થયા પછી કેટથાધિપતિ, અબાધિપતિ અને છેવટે અમેરિકાના કાનજી થવાની લોલુપતા થાય છે ! તૃષ્ણાનો પાર જ હોતો નથી એ ખરું છે. સ્વામી બ્રહ્માનંદ કહે છે –
એક મીલે દશ વીશકું ઈછત, વીશ મીલે શત સહસ્ત્ર ચહે છે, સહસ્ત્ર મીલે લખ કાટી અરબ લું, ભૂમિ સબે કબ રાજ હિ પૈ હે; સેપિ મિલે સુરક વિધિ લગી, પૂરના મનમેં નહિ લે હે; એક સંતેષ વિના બ્રહ્માનન્દ, તેરી ક્ષુધા કબહુ નહિ જે હે. મતિન પુજકીયે અતિ સંગ્રહ, કંચન કે સુખવાસ હવેલી; છેષ ભરે ધન જેર અસંખિત, શેષ રહી સો પ્રથમેં હિ મેલી; કયું તૃષ્ણા કરી ક્રમ બાંધત, નાંહિ ચલે દમરો એક લેલી;
બ્રહ્મમુનિ કહે કયું વિલલાત છે, તું શઠ શેર અનાજ કે બેલી. માટે પરોપકાર કરવાની ઈચ્છાવાળાએ અને પિતાનું અંતિમ જીવન સુખ– સંતોષમાં જાય તથા ચિત્તની નિવૃત્તિને આધ્યાત્મિક લાભ મળે એવી કામનાવાળા મનુષ્ય પોતાના સર્વ સંગ વિચારીને અનેક પ્રકારના પરિગ્રહોની મર્યાદા બાંધવી ઉચિત છે. રાજર્ષિ ભતૃહરિ તૃણા સંબંધે યથચિત જ કહે છે કે –
उत्खातं निधिशंकया क्षितितलं ध्याता गिरेर्धातयो । निस्तीर्णः सरितां पतिपतयो यत्नेन संतोषिताः ॥ मन्त्राराधनतत्परेण मनसा नीताः श्मशाने निशाः । प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुश्च माम् ।।
અથ-પેસાની તૃષ્ણાએ પૃથ્વીને ખોદી, પર્વતોની ધાતુઓને ગાળી, નદીઓના પતિ સમુદ્રને ખેડ્યો, મહાશ્રમે રાજાઓને સતાવ્યા, અને મંત્ર