SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય તે પાંચે ઈદ્રિયની પરવશતાને અનુભવે છે. સ્ત્રીનું સેંદર્ય જોઈને નેત્રની, સ્ત્રીના શબ્દો શ્રવણ કરીને તેના માધુર્ય પાછળ કાનની, તેના સ્પર્શસુખ—આલિંગનાદિથી ત્વચાની, તેના દેહમાંથી નીકળતા તથા તેના સુવાસિત કેશમાંથી નીકળતા અને મદાન્વિત કરે તેવા ગંધથી નાસિકાની અને તેના હસ્તથી ગ્રહણ કરેલા આસવ-તાંબુલાદિથી જિવાની પરવશતાને અનુભવતા કામી જન પિતાની સર્વ ઇકિયેની શક્તિઓને વિષયના અગ્નિમાં આહતિ બનાવે છે એ સ્પષ્ટ જ છે. એવા જનોની ઈહલોકમાં અને પરલોકમાં દુર્દશા થાય તેમાં શું આશ્ચર્ય છે ? દૃષ્ટાંત-ઈહલોકની દુર્દશા દાખવનારૂં મુંજરાજાનું કથાનક અહીં ઉપયોગી થશે. મુંજ માળવાન રાજા હતો. સરસ્વતીને પરમ સેવક હોઈ વિકલ્શિરોમણિ મનાતો હતો. તે એવો વીર હતો કે કર્ણકટના રાજા તૈલપને તેણે સોળ વાર હરાવ્યો હતો. તે એ સ્વરૂપવાન હતો કે તેને લેકે “પૃથિવીવલભ’ કહેતા! તે ગીત-વાદ્યાદિ કળાઓમાં નિપુણ હતો. આવા ગુણો, આ અધિકાર અને આવી વિદત્તા છતાં તે વિલાસપ્રિય અને વિષયી હતા. મુંજે તૈલપને સોળ વાર હરાવ્યા છતાં અભિમાનને ઘોડે ચડેલા મુંજને તૈલપે સત્તરમી વારના યુદ્ધમાં હરાવ્યો અને કેદ પકડ્યો. તૈલપે તેને એક એકાંત મકાનમાં કેદમાં રાખ્યો. “પ્રબંધ ચિંતામણિ” માં જણાવ્યા પ્રમાણે તૈલપની વિધવા બહેન મૃણાલવતી મુંજની તપાસ કરવાને તેના કેદખાનામાં અવારનવાર જતી. એવામાં બેઉ વચ્ચે પ્રેમ જોડાયો અને કેદખાનામાં રહ્યો રહ્યો. પણ મુંજ વિષય ભોગવવા લાગ્યો. આ બાજુએ માળવાના મંત્રી રૂદ્રદામે ગામ બહારથી મુંજના કેદખાના સુધી સુરંગ ખોદી અને મુંજને તે દ્વારા નાસી જવાની સગવડ કરી આપી. પરંતુ કામદેવથી જે પરવશ થએલો છે એવા મુંજે મૃણાલવતીને સાથે લેવાને આ વાત તેને કહી અને મૃણાલવતીએ દગે કરી પિતાના ભાઈને મુંજના સંકેતની વાત કહી દીધી; તેથી નાસી જતાં મુંજ પકડાયે. તેને બંદીને વેશે આખા ગામમાં ફેરવી શુળીએ ચડાવી મારી નાંખવામાં આવ્યું. પરંતુ વિધિની ગતિ કેવી અકલિત છે? ઈહલોકમાંથી તેને નાશ થયો તો પણ તેની દુર્દશા તો ચાલુ જ રહી! એવી વાર્તા છે કે,
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy