________________
૪૫૮ અપ્રશસ્ત ધ્યાનની વાત થઈ બીજાં બે જે પ્રશસ્ત ધ્યાને છે તે વિષે આગળ જતાં ગ્રંથકારે લંબાણથી સમજૂતી આપી છે. (૨૦૦).
[ધ્યાનનું લક્ષણ સમજાવ્યા પછી ગ્રંથકાર પ્રશસ્ત ધ્યાનની આવશ્યક્તા. નિમ્ન શ્લોકમાં બતાવે છે. ]
ધ્યાનાકરાતા / ર૦૧ मोक्षः कर्मलयात्मकः स च भवेन्नैवात्मभानं विना। तद्भानं सुलभं भवेन्न यमिनां चित्तस्य साम्यं विना॥ साम्यं सिद्धयति नैव शुद्धिजनकं ध्यानं विना सर्वथा। तस्माद्धयानयुगं श्रयेन्मुनिवरो धयै च शुक्लं पुनः॥
ધ્યાનની આવશ્યકતા. ભાવાર્થ –કમનો સર્વથા વિલય થાય તેનું નામ મોક્ષ છે, અર્થાત કર્મ અને દુઃખના બંધનથી સર્વથા છૂટવું તે મોક્ષ આત્માનું ભાન થયા વિના સંભવે નહિ; ચિત્તની સામ્યવસ્થા વિના સંયમીને પણ આત્માનું ભાન થવું સુલભ નથી; ચિત્તની સામ્યવસ્થા પણ મળ અને વિક્ષેપને દૂર કરનાર શુભ ધ્યાન વિના સર્વથા સંભવે નહિ; માટે સંયમધારીઓએ પરંપરાએ મોક્ષપ્રાપ્તિ માટે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બે ધ્યાનનો આશ્રય લે. (૨૦૦૧).
વિવેચન-શુભ ધ્યાનનું ફળ આત્મસાક્ષાત્કાર છે અને આત્મસાક્ષાત્કાર, એ મોક્ષનું સાધન છે, તેથી ધ્યાનની પરમાવશ્યકતા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. જ્યાં સુધી ચિત્ત ધ્યાનવડે સામ્ય અવસ્થાને પામતું નથી, અને સામ્યવસ્થા માટે ચિત્તના મળ રૂપી દેષોને નાશ થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુને આત્માનું ભાન થતું નથી. તેથી જ કહ્યું છે કે
सिद्धा: सिद्धयन्ति सेत्स्यन्ति यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव ते सर्वेऽपि शुभाशयाः॥
અર્થાત–જે કોઈ મનુષ્યો સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વે શુભાશયવાળા ધ્યાન તપના બળે કરીને જ સિદ્ધ પણું પામે છે.