________________
૯૭
પગના અંગૂઠાને ડાબા હાથથી અને જમણું પગના અંગૂઠાને જમણા હાથથી પકડવા તેને વજાસન કહે છે. હઠાગમાં સિદ્ધાસનને વજાસન કહેવામાં આવે છે.
લકુટાસન—આ આસન યોગશાસ્ત્રના ગ્રંથમાં પરિચિત નથી, પણ જૈન શાસ્ત્રગ્રંમાં પરિચિત છે. જેવી રીતે ગધેડાની ઉપર ભારની ગૂણ લાધવામાં આવે છે તેવી રીતે મસ્તકનું શિખાસ્થાન અને પગ એ બેને આધારે દેહની ગોળ કમાન વાળીને સ્થિર થવું તે લકુટાસન અથવા લગડાસન કહેવાય છે. ( હેમચંદ્રાચાર્ય નવ સુખાસનમાં લકુટાસનની ગણત્રી ન કરતાં દંડાસનની ગણત્રી કરે છે. બેસીને આંગળીઓ, ગુલ્ફ-પાની અને સાથળ એ ત્રણે જમીનને અડકે એવી રીતે પગ લાંબા કરવા તેને દંડાસન કહે છે. “જ્ઞાનાવ” માં દંડાસનનું નામ નથી. )
કાયોત્સર્ગીસન અને ભુજાઓને નીચી લટકતી રાખી ઊભાં અથવા બેઠાં કાયાની અપેક્ષા રાખ્યા વગર રહેવું તેને કાયોત્સર્ગાસન કહે છે.
વીરાસન—સિંહાસન ઉપર બેઠેલા અને પગ નીચા મૂકેલા હોય, ત્યારે પાછળથી આસન કાઢી લીધા પછી તે માણસ જેવી રીતે રહી શકે તેવી રીતે રહેવું તેને વીરાસન કહે છે. આ વીરાસન કાયલેશ તપના સંબંધમાં વપરાય છે. સુખાસન તરીકે વીરાસન એવું જાણવું કે-ડાબેં પગ જમણ સાથળપર અને ડાબા સાથળ પર જમણો પગ, એ પ્રકારે જે બેસવું તે વીરાસન છે.
ગોદોહિકાસન–પગના અંગૂઠા તથા આંગળીઓના આધાર પર પગને ફણે ઊભો રાખી બેઉ પાનીઓ ઉપર સીવની આવે એવી રીતે દેહને ટેકવી બેઉ સાથળપર બેઉ હાથની કોણુઓને ટેકવીને બેસવું તે ગેદેહિકાસન છે. સંક્ષેપમાં કહીએ તે ગાયને દેહવા માટે જેવી રીતે બેસવું પડે તેવી રીતે ધ્યાન ધરવા માટે બેસવું તે ગેહિકાસન જાણવું.
ભદ્રાસન–સીવનીના ડાબા ભાગમાં ડાબા પગની એડી પગને ઉલટાવીને રાખવી અને સીવનીના જમણું ભાગમાં જમણું પગની એડી