________________
૩૬૩
થાય અને જો કદિ સર્પ–વીંછી જેવાં ઝેરી જંતુએ વસ્ત્ર–પાત્રાદિ ઉપર ચડ્યાં હોય તે તેનાથી પોતાનું રક્ષણ થાય. (૧૬૧)
[ મુનિને શયન પણ પ્રમાદજનક ન નીવડે, તેટલા માટે ગ્રંથકાર નીચેના માં તે વિષે સૂચન કરે છે. ]
ટ્ટા રાયનીના ૨૬ર | पल्यले शयनासनादि यमिनां नैव क्वचिद् युज्यते । नो वेत्रासनमञ्चिकादिषु पुन वापि खट्वादिके ॥ पट्टे काष्ठमयेऽथवा क्षितितले दर्भादिसंस्तारके। साधूनां शयनासनं समुचितं हन्तुं प्रमादादिकम् ॥
ભૂમિ કે પાટ ઉપર શયન, ભાવાર્થસંચમધારી મુનિએ કદાપિ પલંગ ઉપર સુવું કે બેસવું ન ઘટે, તેમજ આરામ ખુરશી, માંચી કે ખાટલા ઉપર પણ સૂવું-બેસવું ઉચિત નથી, કિન્તુ લાકડાની પાટ, ભૂમિતળ કે દર્દાદિની પથારી ઉપર સાધુ જનેએ સૂવું–બેસવું ઘટે, કેમકે તેથી પ્રમાદ, નિદ્રા, તંદ્રા આદિ પણ દૂર થાય. (૧૬)
વિવેચન–પલંગ, આરામખુરશી, ઢોલી, હીંચકો, ઇત્યાદિ બધાં સુખાસન છે, અર્થાત દેહને સુખ આપવા માટેનાં સાધનો છે; પરંતુ એ સુખાસનો છે માટે જ પ્રમાદસાધન પણ છે. તે બધાં પ્રમાદનાં જનક છે. નિદ્રા સ્વાભાવિક છે, નિદ્રા વિના દેહનું પોષણ અને રક્ષણ થતું નથી; પરતુ સાચી નિદ્રા માટે સુખાસનની જરૂર નથી. જે મજૂરે દિવસે ખૂબ પરિશ્રમ કરે છે તેમ જ જે માનસિક શ્રમ કરનારા વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ વગેરે આખો દિવસ પિતાના કાર્યમાં મગ્ન રહ્યા કરે છે તેમને ભેચે પણ ગાઢ નિદ્રા આવી જતાં વાર લાગતી નથી; તેથી ઉલટું સુખ-વસ્તુ પુરૂષોને, રાજાઓને કે ધનાઢયોને ઉંઘને લલચાવવા માટે છત્ર પલંગ, ઢોલીયા કે હીંડોળા ખાટની જરૂર પડે છે ! આ રીતે શયા માટેનાં