________________
૩૪૫
તદર્થ પણ ખારાક લેવા પડે; અને છેલ્લે ધર્મનું આરાધન સુખપૂર્વક કરવા માટે તેને સ્વસ્થ રાખવા આહાર લેવા પડે. આ છ કારણે સયમીને આહાર લેવા પડે, પણ તેમાં તેની દૃષ્ટિ તે ધર્મપ્રધાન જ હાય—ખીજી કશી ન હાય. ધમથી ભિન્ન એવા કાઈ કારણે ત્યાગી–મુનિ નામિનન્વેત માળ નામિનન્વંત નીવિતમ-મરણમાં પણ સુખ ન માને અને જીવનમાં પણ સુખ ન માને; એટલે પછી આહારપ્રાપ્તિ કિંવા ભિક્ષાના વિષયમાં તેને ધમ એવા જ સ્ફુટ થાય છે કે:
अलाभे न विषादी स्याल्लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्रः स्यात् मात्रासङ्गाद्विनिर्गतः ॥
અર્થાત્—ત્યાગી જન ભિક્ષા ન મળવાથી દુઃખી અને ભિક્ષા મળવાથી સુખી કિંવા હર્ષિત થાય નહિ. કેવળ પ્રાણની રક્ષા માટે જ તે ભાજન કરે અને અન્ય પદાર્થોંમાં તે આસક્ત ન રહે.
આ રીતે ભિક્ષા માટેનાં છ કારણા સંયમીને માટે તે સિવાયની ખીજી દષ્ટિથી કરવામાં આવતી ભિક્ષા સંયમીને સંયમમાગથી ભ્રષ્ટ કરનારી છે. (૧૫૦)
ઉચિત છે અને અનુચિત કિંવા
[હવે સહવાસી મુનિએ પ્રત્યેને એક મુનિના આહારવિષયક વિનય ગ્રંથકાર કથે છે. ]
आहारादिसमविभागः । १५१ ॥
आनीतं वरभिक्षयाऽशन जलं तद्दर्शयित्वा गुरुं । भोक्तव्यं सहचारिभिश्च सकलैस्तुल्यांशतः साधुभिः ।। लब्धांशेन निजेन सादरधिया साधून्निमन्ध्याऽपरान् । भोक्तव्यं समभावतो रसमयं स्याद्वाऽशनं नीरसम् ॥ સહચારીઓ સાથે આહારાદિના સમવિભાગ, ભાવા—શુદ્ધ ભિક્ષાવૃત્તિથી જે અન્નપાણી લાવવામાં આવ્યાં હાય તે ગુરૂ આદિને દર્શાવી, સહચારી બીજા સાધુઓની સાથે સરખા વિભાગ કરી