________________
૩૩૯
(૨) સાધુને ઉદ્દેશી છેડે વધારે તૈયાર કરેલ આહાર આપે તે ઉદ્દેશિક દોષ, (૩) આધાકર્મી આહારના અંશવાળો આહાર આપે તે પૂતિક દોષ, (૪) અર્ધ શુદ્ધ અને અર્ધઅશુદ્ધ ભળી ગએલે આહાર આપે તે મિશ્રદોષ, (૫) સાધુ માટે રાખી મૂકેલો આહાર આપે તે સ્થાપના દોષ, (૬) ગામમાં સાધુની હાજરી રહે એટલા માટે જલ્દી વિવાહાદિક ઉત્સવ આરંભે અને તે આહારાદિ લે તે પ્રાકૃતિકા દોષ, (૭) ઘરમાં સાધુને આવવાની સગવડ ખાતર કે અજવાળ ખાતર છ કાયની હિંસા કરે તે પ્રાદુ:કરણ દોષ, (૮) સાધુને માટે જ પૈસા ખર્ચાને લીધેલી ચીજ વહોરાવવી તે ક્રીત દોષ, (૯) સાધુને માટે જ ઉધાર–ઉછીની લીધેલી ચીજ આપવી તે પ્રામિત્યદોષ, (૧૦) સાધુને માટે જ અદલ–બદલ કરેલી ચીજ આપવી તે પરાવૃત્ત દેષ, (૧૧) સાધુને માટે જ સામા લાવી આપે તે અભ્યાહત દોષ, (૧૨) સાધુને માટે જ તાળાં દાટા ઉઘાડી ચીજ આપે તે અભિન્ન દોષ, (૧૩) સાધુને માટે જ મેડી કે ભોંયરામાંથી લાવી આપે તે માલાહત દોષ, (૧૪) સાધુને માટે જ કોઈના હાથમાંથી ઝુંટવેલ આહાર આપે તે આછીદ્ય દોષ, (૧૫) સાધુને માટે જ સહીયારી–મઝીઆરી વસ્તુમાંથી ભાગીદારની રજા વિના ચીજ વહોરાવે તે અણિસિઠ દેષ, (૧૬) સાધુને માટે જ આંધણ વગેરે ઉમેરેલ હોય તો તે અધ્યવપુર દોષ. એ ૧૬ દેષ આહાર આપનારના ગણાવ્યા. બીજા ૧૬ દોષ આહાર લેનારના નીચે મુજબ છે: (૧) ગૃહસ્થનાં બાળકો રમાડીને આહાર લે તે ધાત્રીકમ દોષ. (૨) ગૃહસ્થના સંદેશા કહીને આહારાદિ લે તે દૂતિકર્મ દોષ. (૩) નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે નિમિત્ત દોષ. (૪) જાતિ-કુળનાં વખાણ કરી આહારાદિક લે તે આજીવિકા દોષ. (૫) રાંકની પેઠે કરગરી આહારદિક લે તે વયનીક દોષ. (૬) વૈદું કરી આહારાદિક લે તે ચિકિત્સા દોષ. (૭) ક્રોધ કરી કાંઈ લે તે ક્રોધપિંડ. (૮) માન કરી કાંઈ લે તે માનપિંડ. (૯) માયા કરી કાંઈ લે તે માયાપિંડ. (૧૦) લાભ કરી કાંઈ લે તે લોભપિંડ. (૧૧) આગલા પાછલા પરિચયની પિછાન કાઢી ખુશામત કરી કાંઈ લે તે પૂર્વપશ્ચાત સંસ્તવ દોષ. (૧૨) વિદ્યાનો ડોળ કરી આહારદિક છે તે વિદ્યાપિંડ. (૧૩) મંત્રને ડોળ કરી આહારાદિક લે તે મંત્રદોષ.