________________
૩૩૩ અને તેનું મોં જોયું અને કહ્યું કે “આવતી કાલે હું તને બોલાવું ત્યારે ફરીથી આવજે.” બ્રાહ્મણ ચાલ્યો ગયો પણ રાજાએ પિતાને કેમ સુવાક્યો અને ફરીથી આવતી કાલે આવવાનું કેમ કહ્યું તે કશું તે જાણતો નહોતો. ડી વાર થઈ એટલામાં રાજાના વનરક્ષકે દોડતા આવ્યા અને કહ્યું કે
મહારાજ ! વનમાં એક સિંહ આવ્યો છે અને તે વનમાં ચરતી ગાયોને મારી નાંખે છે. બે ગાયોનો તો સિંહે પ્રાણ લઈ લીધો છે. ” આ સાંભળતાં જ રાજા તુરત જ શિકારીઓને સાથે લઈને સિંહનો શિકાર કરવાને ઉપડયો. સિંહને શોધીને તેને મારતાં તે દિવસને ત્રીજો પ્રહર વીતી ગયો અને રાજા ભૂખ્યો થયો. નગરમાં આવતાં જ રાજાને ખબર પડી કે રાજમાતા બહુ માંદાં થઈ થઈ ગયાં છે અને તેમને ભય લીધાં છે; પરંતુ હજી જીવ છે અને રાજાને ક્ષણે ક્ષણે યાદ કરે છે. આ સાંભળી રાજા ભૂખ્યો-તરસ્યો માતાની સેવામાં હાજર થયો. રાજમાતાએ મરતાં મરતાં પુત્રનું મુખ જોઈને આશીર્વાદ આપ્યો કે તુરત તેનું મરણ થયું. હવે રાજમાતાના મુડદાનો અગ્નિદાહ કરવાનો હતો એટલે રાજાને માતાના મુડદાની સાથે ભૂખ્યા-તરસ્યા મશાનયાત્રા કરવી પડી અને એક પહાર રાત વીતી ગઈ ત્યારે તે પાછા મહેલમાં આવ્ય, પછી તેને ભોજન મળ્યું. ચક્રાન્ત બ્રાહ્મણનું મુખ જેવાથી જ પિતા જેવા રાજાને પણ આખો દિવસ ભોજન મળ્યું નહિ એવું માનીને રાજાએ તુરત આજ્ઞા કરી કે “હવારમાં જ એ ચાંડાલ જેવા બ્રાહ્મણને ફાંસી દઈ દો. ” સહવારમાં ચાંડાલો બ્રાહ્મણને પકડીને વધભૂમિમાં લઈ ગયા. બ્રાહ્મણ તો આવી કારમી આજ્ઞાથી ભયભીત થઈ ગયો કારણકે પોતે રાજાને શે. અપરાધ કર્યો છે તે તે જાણતો નહોતો. મરતી વખતે તેણે રાજાને એક વાર મળવાની ઇચ્છા દર્શાવી એટલે રાજા વધભૂમિ ઉપર આવ્યો અને તેણે કહ્યું : “હે ચક્રદત્ત ! કાલે હવારમાં મેં તારું મુખ જોયું તેથી મને આખો. દિવસ ભોજન મળ્યું નહિ, માટે તારા જેવા બ્રાહ્મણને જીવતા રહેવા દેવો
એ આપત્તિ સમાન છે.” ચક્રદત્ત બોલ્યો કેઃ “હે મહારાજ ! કાલે હવારે આપે મારું મુખ જોયું તેથી આપને આખો દિવસ ભોજન મળ્યું નહિ પરંતુ મેં પ્રભાતમાં ઉઠીને આપનું મુખ જોયું હતું તેના પ્રભાવથી આજે મને