________________
३२८ થયો. આ પ્રમાણે સમિતિનું પરિપાલન કરવા જતાં ત્યાગીને અનેક ઉપસર્ગો, ઉપદ્ર અને કષ્ટો પણ સહન કરવો પડે છે. (૧૪૪)
[ સત્ય અને વ્યવહારભાષા પણ કેવા દોષવાળી હોય તો તે સમિતિ વિનાની લેખાય અને ન બેસાય, તથા કેવી ભાષા સમિતિયુક્ત લેખાય તે વિષે નીચેના બે શ્લોકમાં ગ્રંથકાર વિવેચન કરે છે. ]
कीदृशी भाषा वक्तव्या । १४५॥ नो निन्दावचनं न लाघवकरं भाष्यं परस्यात्मनो। नैवं हास्यवचो न साहसवचोऽभ्याख्यानवाक्यं न वा॥ काले चैव हितं मितं प्रियतरं सत्यं शुभं मजुलं। सर्वस्यापि सुखावहं सुयामना वाच्यं वचः कोमलम् ॥
__ अयोग्य भाषापरिहारः । १४६॥ वक्तव्यं पथि गच्छता किमपि नो मार्गे हि मौनं वरं। सावयं तु न भाषणीयमपि चेत्सत्यं प्रसङ्गोचितम्॥ नोच्चार्य परमर्मभेदिवचनं नो कर्कशं निष्ठुरं । किञ्चिन्निश्चयरूपकं न न परव्यङ्गादिसंस्मारकम् ॥
की मापासवा? ભાવાર્થકેઈની નિન્દાને એક શબ્દ પણ ન ઉચ્ચારવો, પિતાની કે પરની હલકાઈ થાય તેવું વચન પણ ન બોલવું, કોઈની મશ્કરી ન કરવી, વિચાર્યા વિના એકદમ સાહસિક વચન ન બોલવું, કોઈની ઉપર આળ ચડાવનારું વાક્ય ન ઉચ્ચારવું, અવસર વિના ન બોલવું, અવસરે પણ હિતકારી, પરિમિત, અત્યંત પ્રિય, મધુર, શુભ, સર્વને સુખકારી, કમળ અને સત્ય વચન સંચમીએ બોલવું એથી વિપરીત ન બોલવું. ( १४५)