SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ વૈરાગ્ય પ્રકટે છે. એ ખરેખર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, છતાં તે “માનવૈરાગ્ય છે-ક્ષણિક છે અને મનઃપ્રદેશ ઉપર તેની અસર માત્ર ક્ષણજીવી રહે છે. શમશાનની બહાર નીકળ્યા, ઘેર ગયા, અને પુનઃ ધંધા-વ્યાપારને સ્થાને જઈ પહોંચ્યા કે તુરત શ્મશાનનું વૈરાગ્ય સેંકડે ગાઉ દૂર નાસી ગએલું લાગે છે ! આ ક્ષણિક વૈરાગ્યથી યોગ કહેતાં સંયમનો નિર્વાહ થતો નથી. આટલા માટે વૈરાગ્ય પરિપક્વ દશામાં આવવું જોઈએ અને વૈરાગ્યના પરિપાક માટે મુમુક્ષુએ કેટલોક ઉદ્યમ કરવો જોઈએ. ઉઘમ શ કરવો ? ગ્રંથકાર કહે છે કે-સત્સંગમાં રહેવું, વૈરાગ્યની ધર્મકથા સાંભળવી, એકાન્તમાં સ્થિતિ કરવી, સ્વાધ્યાય, ચિંતન-મનન કરવું, અને યથાયોગ્ય તપ વડે કરીને વૈરાગ્યને પરિપકવ બનાવવું. (૧૨૩) [ આવા ઉદ્યમ વડે વૈરાગ્યનું સેવન જેણે કર્યું હોય એવા મુમુક્ષુનું વૈરાવ્ય પરિપકવ કયારે થયું કહેવાય? આ પરિપકવતાનું મા૫ ગ્રંથકાર નીચેના શ્લોકમાં દર્શાવે છે.] રાપરા | રર | चित्तं यस्य न चञ्चलं विकृतिमद् दृष्ट्वाऽपि देवाङ्गना। श्रुत्वा कण्टकतुल्यशत्रुवचनं क्षुभ्येन्न यन्मानसम् ॥ धैर्य मुञ्चति नो मनाग् बहुजनैर्यष्ट्या च यस्ताडितोज्ञेया तत्परिपक्वता सहृदयैरेतः शुभैर्लक्षणैः ॥ - વૈરાગ્યની પરીક્ષા. ભાવાર્થ–દેવાંગના અથવા તેના જેવી સ્વરૂપવતી તરૂણીને જોઇને પણ જેની ચિત્તવૃત્તિ વિકૃત થઈ ચંચળ ન થાય, શત્રુનાં કંટક જેવાં કર્કશ વચનો સાંભળીને પણ જેનું મન જરાએ ક્ષોભ ન પામે, ઘણું માણસે લાકડીઓ લઈ માર મારે તોપણ જે ધીરજને ન છોડે, તેનું વૈરાગ્ય પરિપકવ થયું છે એમ સમજવું અને એવાં શુભ લક્ષણોવાળો મનુષ્ય સાચો મુમુક્ષ છે એવું સહૃદય જનોએ સમજી લેવું. (૧૨૪)
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy