________________
ર©
નથી તે વિદ્યાવાન હોવા છતાં પણ “ગુરૂ” થવાને પાત્ર નથી અને તેવાની પાસેથી ગમે તેવી વિદ્યા મળે તો પણ તે ગ્રહણ કરવી યુક્ત નથી. જે સદગુરૂ હોય છે તે શિષ્યની પાત્રતા જરૂર જુએ છે, તેની કઠી કરે છે, અને શિવ સુપાત્ર જણાય તો તેની પાસે કશી ગુરૂકુંચી ન રાખતાં તેનું કલ્યાણ જરૂર કરે છે. આ કારણથી શિષ્ય તરીકેની સુપાત્રતાના ગુણનું કથન પણ ગુરૂકૃપાના મહિમાની સાથે અત્ર કરવામાં આવેલું છે.
દૃષ્ટાંત-અત્ર એક અદ્દભુત પ્રકારની ગુરૂકૃપાનું દષ્ટાંત ઉચિત થઈ પડશે. એક શાહુકારને પુત્ર એક મહાત્માની સેવામાં રાતદિવસ રહેવા લાગ્યો. તેના પિતાએ તેને બહુ સમજાવ્યો, મહાત્માએ પણ તેને ઘેર જવાની રજા આપી છતાં તે ગયો નહિ. તેને ભક્તિભાવ જોઈને મહાત્માને નવાઈ લાગી પણ તે સાથે તેની કસોટી કરવાની જરૂર તેમને જણાઈ. આ હેતુથી મહાભાએ યોગબળથી કાયા પલટવા માંડી, એટલે કે શરીરને રોગગ્રસ્ત બનાવી દીધું અને એવી અવસ્થામાં શિષ્ય કેવી સેવા કરે છે તેને અનુભવ લેવા માંડ્યો. કફ અને ખાંસીના જોરથી મહાત્માએ જ્યાં ત્યાં ઘૂંકવા માંડયું, વસ્ત્રો બગાડવા માંડ્યાં અને જમીન ગંદી કરવા માંડી. શિષ્ય એ બધું સાફસુફ કરવામાં મચી રહ્યો અને સેવા કરવા લાગ્યો. ચીડિયો સ્વભાવ થઈ જવાથી રાતદિવસ સેવા કરવા છતાં ગુરૂજી ગમે તેમ બોલતા અને કઠણ કામ કરવાનું કહેતાં અચકાતા નહિ. અહીં બેસાડ, અહીંથી ઉઠાડી ત્યાં સુવાડ” ઇત્યાદિ ત્રાસ આપવા લાગ્યા. જોઈતી ચીજ જલ્દી ન લાવવાથી ગુસ્સો કરે અને ચીજ પણ ભીખ માંગીને લાવવાની તથા ગુરૂની તબીયત જાળવવાની. ખાવાનું પણ વિધવિધ જાતનું માંગવા લાગ્યા. શિષ્ય ભીખ માંગીને તે લાવતો છતાં જોઈતી ચીજ મળતી નહિ એટલે મહાત્માનો કેપ થતો ! આમ હોવા છતાં શિષ્ય અભિમાન છોડી, મનઃસંયમ કરીને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. એ રીતે લાંબે વખત પસાર થયો એટલે શિષ્યને ગુરૂ ઉપર કંટાળો આવવા લાગે; પરન્તુ ગુરૂ તો તેના ઉપર આવી સેવાભક્તિથી પ્રસન્ન થઈ ચૂક્યા હતા અને પોતાની બધી વિદ્યા તેને આપવા તત્પર હતા. છેલ્લી કસોટી કરવાના હેતુથી ગુરૂએ પિતાની પથારી પાસે પાણીનો