SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ જ્યારે આત્મમૂલક છે, ત્યારે આત્મા એ કોણ તેની ઓળખ આપણે સૌથી પહેલાં કરી લેવી જોઈએ. તેટલા માટે જ મુનિ યાજ્ઞવક્યને ઉપનિષદમાંનો ઉપદેશ એવો છે કે–આત્મા વા કરે છળ શ્રોતવ્યો મન્તવ્યો નિદ્રિધ્યાસિતડ્ય: અર્થાત–આત્મા કોણ એ પહેલાં જે, સાંભળ, અને તેનું મનન તથા ધ્યાન કર. આ ઉપદેશ પ્રમાણે આત્માના ખરા સ્વરૂપની એક વાર ઓળખ પડી એટલે પછી સર્વ જગત આત્મમય જ લાગે છે, સ્વાર્થ અને પરાર્થ એવો ભેદ જ મનમાંથી દૂર થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યા મુજબ હવે નીવાવ ફતિ નિવિલું ન મરિગ્નિ એ શબ્દોનો તત્વાર્થ સમજાય છે અને સાચે વિશ્વપ્રેમ પ્રકટે છે. આ ઉત્તમ કોટિનો મનુષ્ય છે. આ વિચારશ્રેણીને અનુસરીને ગ્રંથકારે આ લોકમાં ઉત્તરોત્તર પાંચ પ્રકારનાં મનુષ્યની ગણના કરાવી છે. દષ્ટાંત–એક નગરને પાધર આવેલી પાંથશાળામાં એક વણિક કુટુંબ આવીને ઉતર્યું. કુટુંબમાં એક વૃદ્ધ, તેને પુત્ર, પુત્રની સ્ત્રી અને એક બાળક એટલા જણ હતાં. માર્ગમાં તેમને તેમના ઓળખીતા એક બ્રાહ્મણને સંગાથ થએલો તે પણ સાથે હતો. પાંથશાળાના ઓરડામાં જુવાન, વણિક, તેની સ્ત્રી અને બાળક રાત્રે સૂતાં અને બહારની પરસાળમાં વૃદ્ધ વણિક અને પેલે બ્રાહ્મણ સૂતા. દૈવયોગે મધરાતે પાંથશાળાને આગ લાગી અને જે ભાગમાં તેઓ બધાં સૂતાં હતાં તે ભાગનું છાપરું ભડભડ બળવા લાગ્યું. આગના તાપથી અકળાએલે વૃદ્ધ જાગ્યો અને તેણે જોયું કે છાપરું બળે છે એટલે “ઓ બાપરે, આગ લાગી ! ” એમ ભયથી બોલતો જ તે દોડતે પાંથશાળાની બહાર નીકળી ગયે. વૃદ્ધની બૂમ સાંભળવાથી ઓરડામાં સૂતેલ જુવાન વણિક પણ જાગે, તે તેણે ઓરડામાં ધુમાડે ભરાઈ રહેલ જોઈને એકદમ પોતાની સ્ત્રીને જગાડી અને ઝટપટ બહાર નીકળી જવાની સૂચના કરી. સ્ત્રી ઉંઘતા બાળકને પોતાની ગોદમાં લેતી જ બહાર દોડી અને પતિ પાછળ દોડ્યો, પણ પરશાળમાં તેણે પિલા બ્રાહ્મણને હજી ઉંઘતો જો. તેને લાગ્યું કે એ બ્રાહ્મણ પિતાનો ઓળખીતે છે અને વળી મુસાફરીમાં તેનો સાથ થયો છે તે તેને જગાડું તો ઠીક, તેથી તેણે તેને ઢંઢોળીને
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy