________________
૨૫૮ બંધુભાવ ધારણ કરે ઘટે; અર્થાત વિશ્વના પ્રત્યેક પ્રાણના કલ્યાણની વાંચ્છના કરવી ઘટે. સ્વાત્મા અને પરાત્મા વચ્ચે જ્યાં સુધી તે વિષમ ભાવને માને, ત્યાં સુધી તે એ દશાને પ્રાપ્ત કરી શકતો નથી, તેટલા માટે એ વિષમ ભાવને ત્યજીને તેણે જગતના પ્રાણી માત્ર આત્મ સમાન છે એવી ઉચ્ચ ભાવનાને અંતમાં ધારણ કરવી જોઈએ. સ્વાત્મા અને પરાત્મા એ એક જ નથીઃ બેઉ વચ્ચે વિષમ ભાવ તે રહેલે જ છે, પરંતુ સેવાકાર્યમાં એ વિષમ ભાવને ગૌણ કરવામાં આવે તે જ સમવત સર્વભૂતેષુ સમજવાનું અને જગસેવા બજાવવાનું કાર્ય મનુષ્ય સહેલાઈથી કરી શકે. આત્મસેવા અને જગસેવા વચ્ચે કાર્યકારણ ભાવ રહેલો છે, એટલે કે જે મનુષ્ય આત્મસેવા કરવા લાગે છે તેમાંથી તે જગસેવા કરવા પ્રેરાય છે, અને જે તે જગન્સેવા કરવા લાગે તો આત્મસેવા બજાવવા પ્રેરાય છે. દરેક મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તેથી પિતાનું તેમજ જગતનું કાંઈ પણ કાર્ય તે થાય છે જ, તે શું તે જગતની સેવા થઈ ગઈ ? આ પ્રશ્નનો જવાબ ન કારમાં આપવા માટે એક મહત્ત્વની મર્યાદા સૂચવવામાં આવી છે કે–
નિમણુદ્ધચા અર્થાત કામનારહિત બુદ્ધિથી જગતની સેવા બજાવવી જોઈએ. મનુષ્યની હરકેાઈ પ્રવૃત્તિથી જગતની સેવા થતી હોય પરંતુ તેની પાછળ જે એ કાર્યકર્તાક મનુષ્યની કાંઈ કામના હોય, તે તેથી તે જગસેવાની તુલનામાં આવી શકે જ નહિ. આવી મર્યાદા સાથેની જગસેવા એ આત્મસેવા છે અને આત્મસેવા એ જગસેવા છે. (૧૧૩)
[ તત્વવેત્તાઓ અને તત્વવિચારકોએ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપરની મીમાંસાના મહાન ગ્રંથો લખ્યા છે. એક શાખા પ્રવૃત્તિનું સ્થાપન નિવૃત્તિની ઉપર કરે છે અને બીજી શાખા નિવૃત્તિને પ્રવૃત્તિ ઉપર મૂકે છે. કેટલાક મીમાંસકી ગીતા કે ઉપનિષદુના એક જ ગ્રંથમાંથી પ્રવૃત્તિ કે નિવૃત્તિની વિશેષતા ઘટાવે છે. ગ્રંથકાર એ બેઉ માર્ગનું તત્ત્વ વિચારીને શું કહે છે?]
સગૉવા ૨૨૪ .. कृत्वा सेवनमात्मनः कुरु जगत्सेवां समुद्धारिणों । यहा त्वं जगतो विधाय परितः सेवां विधेह्यात्मनः ॥