________________
द्वितीय खण्डः
મનુષ્યના જીવનની ચોથી અવસ્થાનાં કર્તવ્ય કર્મ બંધ આ ખંડમાં ગ્રંથકાર કરે છે. વેદશાસ્ત્રાનુસાર એ ચોથો આશ્રમ છે–સંન્યસ્ત દશા છે, જેમાં ઐહિક વાસનાને કેવળ ત્યાગ કરીને ત્યાગમા વિચરવાના કર્તવ્યને બોધ કરવામાં આવ્યો છે. એ એકાન્ત નિવૃત્તિમાર્ગને બોધ છે. તૃતીય આશ્રમમાં વાનપ્રસ્થ અવસ્થા ગાળતાં સુધી કામ કરવાનું વિધાન છે અને ચતુર્થ અવસ્થામાં કેવળ નિવૃત્ત દશાનું વિધાન છે, પરન્તુ એ એકાન્ત માર્ગનું પ્રતિપાદન આ ગ્રંથકાર કરતા નથી. કેવળ નિર્વિકલ્પ દશા અથવા પરમ નિવૃત્તિની ઉચ્ચતા સ્વીકાર્યા છતાં સમગ્ર મનુષ્યજાતિને માટે એ માર્ગ અલભ્ય નહિ તે દુર્લભ્ય તે છે જ. ગ્રંથકાર આ કારણથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેઉ માર્ગને બોધ આ આશ્રમને માટે અમુક મર્યાદાઓ સાથે કરીને જનતાને ઉચ્ચ દશા પામવાને વહેવારૂ માર્ગ દર્શાવવા યત્ન કરે છે. આ બેઉ માર્ગ કેવી રીતે પ્રારંભ કરવો, કેવી રીતે આગળ વધવું, જગત્કલ્યાણ તેમ જ આત્મકલ્યાણ કેવી રીતે સાધવું અને કેવી રીતે ઉત્તરોત્તર ઉત્તમ દશાને પાત્ર થતા જવું તેને બોધ આ ખંડમાં કરવામાં આવ્યો છે. તત્ત્વજ્ઞાનની બે જૂદી જૂદી શાખાઓને બોધ જગતના લગભગ સઘળા ધર્મોમાં કરવામાં આવેલું છે. એક માર્ગ નિવૃત્તિનો છે અને બીજો માર્ગ પ્રવૃત્તિને છે. નિવૃત્તિના મીમાંસકો પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિને ઉચ્ચ દશાએ મૂકે છે; પ્રવૃત્તિના મીમાંસકે નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને ઉચ્ચ દશાએ મૂકે છે. એક પક્ષ કર્મવેગને ઉચ્ચ પંક્તિ આપે છે, બીજે પક્ષ કર્મસંન્યાસને ઉચ્ચ પંક્તિ આપે છે. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં પણ એ રીતે બેઉ પક્ષના વિચાર સાંપડે છે. શેપનહેઅર, હાર્ટમન એ નિવૃત્તિમાર્ગના પ્રતિપાદકો છે, અને કેટ, સ્પેન્સર, નિજો ઇત્યાદિ પ્રવૃત્તિમાર્ગના પ્રતિપાદકે છે. આ ગ્રંથકાર બેઉ પક્ષોને સમાન તુલામાં મૂકી, એગ્ય મર્યાદાને અને યોગ્ય વિધાનને બોધ કરે છે. જગતમાં બહુવિધ મનુષ્યપ્રકૃતિ રહેલી છે અને સર્વ પ્રકૃતિનાં મનુષ્યોને એક જ માર્ગનું અવલંબન ઈષ્ટ હોય તો પણ લભ્ય થતું નથી,