________________
૨૩૭,
ખાતર પુત્રીના જીવનને એળે ગુમાવનારાં બને છે. આવાં પ્રકટ પાપે. કરવાના નિમિત્તરૂપ વૃદ્ધલગ્નોને અટકાવ કરવાનું જ્ઞાતિસેવકેએ મન, ઉપર લેવું જોઈએ. પરંતુ ગ્રંથકાર એક રીતે આવા દેષોને માટે પરવાનગી આપી જરા ઢીલી દોરી મૂકે છે. તે કહે છે કે કાંઈ મહત્તવનું કારણ હોય હોય તે એ દોષ પણ ચલાવી લેવો પડે છે. આવાં મહત્ત્વનાં કારણો કયાં હોઈ શકે ? સ્ત્રી કોઈ મહત્ત્વની ખોડવાળી હોય, કોઈ ચેપી રોગથી દૂષિત હોય, કાકવંધ્યા હોય, ઇત્યાદિ કારણે હોય તે એક પુરૂષ બીજી સ્ત્રી પરણે એ ચલાવી લેવા જેવું છે-કે જ્યાં સુધી એવા દેષોવાળા પતિની સ્ત્રીને બીજો પતિ કરવાની પરવાનગી સમાજ આપે નહિ, ત્યાંસુધી તેમાંએ એક પ્રકારનો અન્યાય તે રહેલે જ છે, અને બીજી સ્ત્રી કરનાર પુરૂષ માત્ર પોતાનાં સુખસગવડની દૃષ્ટિએ સ્વાર્થબુધ્ધિથી પ્રેરાએલે જ લેખાય. છે. પરંતુ વૃદ્ધલગ્નને માટે કશાં મહત્ત્વનાં કારણો શોધી શકાય તેમ નથી. પુત્ર નહિ હોવાને કારણે કેવળ પુત્રની ઈચ્છા એ એક મહત્ત્વનું કારણ વૃધ્ધો જણાવે છે, પરંતુ નવા લગ્નથી પણ પુત્રપ્રાપ્તિની ખાત્રી મળી શકતી નથી. ઘડપણમાં કોણ રાંધી ખવડાવે ? નાનાં બાળબચ્ચાંને કોણ સાચવે ? વિષયવૃત્તિ પરસ્ત્રીગામી થવાને ઉશ્કેરે તે કરતાં વૃધ્ધ વયે પણ લગ્ન કરવું શું ખોટું છે? આવી દલીલો વૃધ્ધ વયે વરઘોડે ચડનારા અનેક પુરૂષો કરે છે; પરંતુ એ દલીલ દલીલો તરીકે જ ઠીક છે. એક પલ્લામાં તેમની દલીલ મૂકીને બીજા પલ્લામાં જે એક કુમારિકાને ભવ બાળવાને અનર્થ મૂકવામાં આવે, તો એ અનર્થનું પલ્લું નીચું નમ્યા વિના ન જ રહે. વૃધ્ધને માટે તે કોઈ પણ કારણોને મહત્ત્વનાં માનવાની જરૂર રહેતી નથી. છતાં સમાજ એક બાજુએ દયાળુ છે અને બીજી બાજુએ નિર્દય છે, એટલે તે પુરૂષોને અનેક પ્રકારની છૂટ આપવાની સાથે સ્ત્રીઓના હક્કો લુંટી લઈ તેમને અન્યાય આપે છે, પરિણામે બેઉ બાબતેના સંબંધમાં પુરૂષોએ નજીવાં કારણને મહત્ત્વનાં માની લઈને અનેક પ્રકારના અસદુવ્યવહાર આદર્યા છે. આ કુરૂઢીઓને દૂર કરવામાં આવવી જોઈએ છે અને તે સિવાય ન્યાત કે સમાજની ઉન્નતિ અશક્ય છે. જ્ઞાતિસેવાના