SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પિતાનાં જાનવરને પણ પૈસા પેદા કરવા માટે એક જડ સંચે માને છે અને જ્યાં સુધી તે અંગે કામ આપે છે, ત્યાં સુધી તેને ખવરાવવામાં કે તેનું રક્ષણ કરવામાં સાર્થકતા સમજે છે! આવી સ્થૂળ દષ્ટિને પ્રાણ “મનુષ્ય કહેવાવાને લાયક નથી. જે મનુષ્ય લેખંડ કે લાકડાના જડ સંચાની તુલનામાં જ જીવંત પ્રાણીને મૂકે છે અને બેઉની સરખામણી કરે છે તે મનુષ્યને પણ જડ જ કહેવો જોઈએ. આવી દષ્ટિને માલેકે કેવાં આચરણ કરે છે ? તેઓ બાળ પશુઓને રખડતાં મૂકી દે છે અને વૃદ્ધ પશુઓને પોતાને ઘેરથી બહાર હાંકી કાઢે છે ! બકરાં રાખનારા રબારીએ બકરી દૂધ દેતી હોવાથી તેનું મૂલ્ય નર બકરાઓ કરતાં વધારે સમજે છે, તેથી વગડામાં વીઆયલી બકરીઓનાં નર બાળકોને તેઓ જંગલમાં જ્યાં ત્યાં મૂકી દઈને ચાલ્યા જાય છે ! આ બકરાઓ માત્ર દૂધ પીને જ જીવી શકે તેવાં હોય છે એટલે તેઓ વગડામાં ભૂખે મરી જાય છે અથવા તો કોઈ વગડાઉ પ્રાણીને ભક્ષ બને છે. તેવી જ રીતે વૃદ્ધ બળદ, ગાય કે ભેંસ કે જે કશા કામનાં રહ્યાં હોતાં નથી તેમને પણ નિર્દય માલેકે કાં તે ઘેરથી હાંકી મેલે છે અથવા કસાઈઓને વેચાતાં આપે છે. આવા સ્વાધ મનુષ્યો પશુઓના પાલક થવાને લાયક જ હોતા નથી, અને તેથી તેમને ભાનમાં લાવવા યત્ન કરે જોઈએ. આ યત્ન કેવી રીતે કરે ? પહેલો યત્ન મનુષ્ય તરીકેની તેમની માયા–દયા ઉશ્કેરીને તેમને સાચા ભાનમાં આણવાનો છે અને એ ચન જે નિષ્ફળ નીવડે છે તે જે ધર્મગુરૂઓને તેમના ઉપર કાબૂ હોય તે ધર્મગુરૂઓ પાસે રાવ લઈ જઈને તેમની દ્વારા તેમને તેમની ફરજે સમજાવવી જોઈએ. જ્યાં સુધી પશુઓનાં બચ્ચાં પોતાની મેળે હરીફરીને ઘાસ વગેરે પદાર્થોનું ભક્ષણ કરતાં ન થાય, ત્યાં સુધી તેમને તેમની માતાના દૂધનું પિષણ મળવું જોઈએ અને નિરૂપયેગી થએલાં વૃદ્ધ પશુઓને તેમના કુદરતી મરણ સમયસુધી યોગ્ય રક્ષણ તથા પિોષણ માલેક તરફથી મળવું જોઈએ, તેઓને રખડતાં મૂકવામાં કે કસાઈઓને વેચાતાં આપી દેવામાં આવવા ન જોઈએ, એ હેતુપૂર્વક આ બધા યત્નો કરવામાં આવવા જોઈએ. આવા યત્નો પણ પૂરા સફળ નીવડતા નથી અને તેથી દયાળુ જન પાંજરા
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy