________________
૨૧૫
જેટલે અપાત તેટલે હવે અપાતું નથી, પરંતુ દેવ-દેવીઓના ભોગ નિમિત્તે પશુઓને મારીને તેમના માંસનું ભક્ષણ કરવાનો અને એ રીતે માંસાહારની બુભૂક્ષાને તૃપ્ત કરવાનો માર્ગ અજ્ઞાન લેકે મોટા પ્રમાણમાં પકડી બેઠા છે, તે બધાને ધર્મનિમિત્તે પશુવધ કરતાં યુક્તિપૂર્વક અટકાવવા જોઈએ. કેટલાકે એમ સમજે છે કે આવી હિંસા કરનારાઓને શામ-દામ-દંડ-ભેદાદિ હરકોઈ યુકિતથી તેમ કરતાં અટકાવવા એ ઠીક છે, પરંતુ “શામ” સિવાયની બીજી યુક્તિઓ ચિરકાળનું પરિણામ લાવી આપતી નથી, તેટલા માટે હિંસકોને સમજૂતી જ આપવી જોઈએ કે દેવો પશુઓનું બલિદાન માંગે તેવા દુષ્ટ અને હિંસક હોતા નથી; તેઓ મનુષ્યથી ઘણું ઉંચી કોટિએ વિરાજતા જીવો છે, માટે તેમને નિમિત્તે હિંસા કરવી એ કેવળ નિરર્થક છે તેમજ અનર્થકારક છે. (૯૫).
[ પશુઓના રક્ષણને અર્થે કેવા નિયમો રાજ્યમાં ઘડવામાં આવવા જોઈએ તે વિષે હવે સૂચન કરવામાં આવે છે.]
પશુરક્ષાનાનિ ૨૬ ૨૭. भारं नाधिकमंशतोऽपि बिभृयाल्लोभेन गन्व्यादिके । वृद्ध वा वृषभादिकं हतबलं कश्चिन्न संवाहयेत् ॥ दौर्बल्ये गदसंभवे पशुपती रक्षेत् पशुं यत्नतोभाव्यं तादृशशासनैर्नरपते राज्ये हितार्थ पशोः॥ न स्युस्तादृशशासनानि विषये यस्मिन् दयाऽभावतस्तत्रोत्पाद्य दयाबलं दृढतरं नव्यानि निर्मापयेत् ॥ पाल्यन्ते न च तानि सन्स्यपि जनै राज्याऽव्यवस्थादित स्तेषामादरपूर्वपालनविधौ कुर्यात् प्रयत्नं शुभम् ॥